તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દેવું વધ્યું હોય તો ઓછું કેવી રીતે કરશો?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વ્યક્તિ કોઇ કાર્ય કરવા માટે દેવું કરે છે અને એ દેવાને ચૂકવવા માટે બીજાં નાના-નાના દેવાં કરે છે. થોડા સમય પછી એ પોતે દેવાના ડુંગર નીચે દબાતો જાય છે અને પોતાને અસહાય માને છે. આનું દુષ્પરિણામ માનસિક વિકૃતિ, લડાઈ-ઝઘડા અને અણધાર્યાં કાર્ય સુધી પહોંચી જાય છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે -


- જન્મકુંડળીના છઠ્ઠા અને બીજા સ્થાનના સ્વામી ગ્રહો જ્યારે પણ પરસ્પર સંકળાય છે ત્યારે વ્યક્તિને દેવું થવાનો યોગ બને છે.


- બીજા અને આઠમા ભાવમાં પાપ ગ્રહ રહેલો હોય ત્યારે લગ્નનો સ્વામી બારમા ભાવમાં રહેલો હોય તો વ્યક્તિને દેવું કરવાના યોગ બને છે.


- બીજા ભાવનો સ્વામી ગ્રહ બારમા ભાવમાં રહેલો હોય અને કેતુ તેને જોતો હોય તો વ્યક્તિ હંમેશાં દેવામાં સપડાયેલો રહે છે.


- બુધ બીજા ભાવમાં ચંદ્રથી જોવાતો હોય કે વિપરીત હોય તો ધનનો અભાવ દર્શાવે છે.


- સૂર્ય, મંગળ, રાહુ, શનિ અને નિર્બળ ચંદ્ર બીજા ભાવમાં હોય તો ધનનો અભાવ હોય છે.


- ગુરુ છઠ્ઠા, આઠમા અને બારમા ભાવમાં હોય તો દેવું કરવાના યોગ બને છે.


- જન્માક્ષરના એવા ઘણા યોગ છે જે દેવું વધારનાર સાબિત થયેલા છે જેવા કે-


શકટયોગ: લગ્નકુંડળીમાં ચંદ્રથી છઠ્ઠા કે આઠમા સ્થાને ગુરુ હોય તો ગુરુ લગ્નથી કેન્દ્ર સ્થાનમાં ન હોય તો શકટયોગ બને છે. શકટ એટલે ગાડું જ્યારે ચંદ્ર જન્મના ગુરુથી 6,8,12મા ભાવમાં ગોચરમાં આવે ત્યારે શકટ યોગનો પ્રભાવ દરિદ્રતા વગેરે સ્થિતિ પેદા કરે છે.


રાજભંગયોગ: ચંદ્રકૃતોરિષ્ટ ભંગ યોગ, લગ્નેશ કૃતોરિષ્ટ યોગ, નલયોગ, રેકાયોગ જેવા ઘણા યોગ દેવું કરનારા યોગ છે. કુંડળીમાં સર્પ યોગ એટલે કે કેન્દ્ર સ્થાનમાં શુભ ગ્રહ ન હોય, બધા અશુભ ગ્રહો હોય તો સપ્વ યોગ બને છે. આ યોગથી નિર્ધન, ગરીબી તથા બીજા ઉપર નિર્ભર વખતોવખત દેવું લેવા લાચાર બનાવે છે.


કેમદ્રુમયોગ: જ્યારે ચંદ્રથી બારમા તથા બીજા સ્થાનનો ઉપર સૂર્ય, રાહુ, કેતુ સિવાય કોઇ ગ્રહ ન હોય.


- જો ચંદ્ર કેન્દ્રમાં ન હોય, ચંદ્રથી કેન્દ્રમાં કોઇ ગ્રહ ન હોય.


- ચંદ્ર કોઇ ગ્રહથી યુક્ત કે દૃષ્ટ ન હોય. આ યોગ ધન, સુખ, વિદ્યા, જ્ઞાનની હાનિ કરે છે. વ્યક્તિની ઉન્નતિમાં બાધકરૂપ બને છે.


પત્નીશાપ: સાતમા ભાવમાં શનિ કે શુક્ર હોય, અષ્મેશ પાંચમા ભાવમાં હોય સૂર્ય, રાહુ લગ્નમાં હોય તથા બીજા ભાવમાં મંગળ, બારમા ભાવમાં ગુરુ, પાંચમા ભાવમાં શુક્ર રાહુ સાથે કે તેનાથી દૃષ્ટ હોય. લગ્ન, પંચમ, નવમા, રાહુ, શનિ, મંગળ હોય અને આઠમા ભાવમાં પંચમેશ-સપ્તેશ હોય.

 

પત્નીશાપથી શાંતિના ઉપાય:
- કન્યાદાન કરવું. લક્ષ્મીનારાયણની મૂર્તિ પણ દાનમાં આપવી, ગોદાન કે ગોસેવા કરવી.

 

- પત્નીને ગુરુપુષ્પ યોગના સોનાની વસ્તુ ભેટમાં આપવી.


પિતૃ શાપ :  પિતૃઓના શાપને લીધે પણ દેવું થાય છે. જ્યારે પાંચમા ભાવમાં શનિ-સૂર્ય હોય અને સાતમા ભાવમાં ચંદ્ર ક્ષીણ થતો હોય તથા લગ્ન અને બારમા ભાવમાં રાહુ તથા ગુરુ હોય.

 

- લગ્નમાં રાહુ, પાંચમા ભાવમાં શનિ અને કારક આઠમા ભાવમાં હોય.


- લગ્નમાં રાહુ, શુક્ર, ગુરુ હોય ચંદ્ર શનિ સાથે યુક્ત હોય લગ્નેશ આઠમા ભાવમાં હોય અને બારમા ભાવમાં મંગળ હોય.


પિતૃ શાપની શાંતિના ઉપાય:
- નારાયણબલી શ્રાદ્ધ કરાવવું, રુદ્રાભિષેક કરી બ્રહ્માની મૂર્તિનું દાન કરવું, ગાયનું દાન, ચાંદીનું પાત્ર અને નીલમણિનું દાન કરવું જોઇએ.


- દર વર્ષે પિતૃશાંતિ કરાવવી, પીપળાના ઝાડને દૂધ અને પાણી ચઢાવવું.


- શ્રી યંત્ર, કુબેરયંત્ર, કનકધારા યંત્રને ત્રિશક્તિ યંત્ર કહે છે. આ યંત્રની પ્રાણપ્રતિષ્ઠા કરી ઘરમાં સ્થાપિત કરવું અને પૂજન-અર્ચન કરવું.


- ઋણમુક્ત મંગળ સ્તોત્રનો રોજ પાઠ કરવો.

tantravastu@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો