પોતાનું દુ:ખ ભૂલી પ્રજાપાલન જ રાજધર્મ છે

article by vijayshanker mehta

પં. વિજયશંકર મહેતા

Oct 18, 2018, 09:11 PM IST

વશિષ્ઠજીની આજ્ઞા પર સૂર્યવંશનો ‘સૂર્ય’ પંચતત્ત્વમાં વિલીન કરી દીધો. ગુરુ વશિષ્ઠજી ભરતને કહે છે: સત્યનું પાલન કરતાં તમારા પિતા સ્વર્ગે સિધાવી ગયા. હવે શોકમાંથી બહાર આવીને અયોધ્યાની રાજગાદી પર બેસી તમારું દાયિત્વ નિભાવો. આ બાજુ મહારાણી કૌશલ્યા ભરતના માથે હાથ મૂકીને કહે છે: જે થઇ ગયું તેને ભૂલીજા પુત્ર. રાજગાદીનું દાયિત્વ સંભાળી તમારું કર્તવ્ય પૂરું કરો. તમે રાજકુમાર છો. હવે તમારે રાજા બનીને પ્રજાની રક્ષા કરવાની છે. ઊઠો... સ્વયંનું દુ:ખ ભૂલી જઇ બીજાના પણ સંતાપ દૂર કરો.

રાજગાદીનું દાયિત્વ સંભાળી તમારું કર્તવ્ય પૂરું કરો. હવે તમારે રાજા બનીને પ્રજાની રક્ષા કરવાની છે. સ્વયંનું દુ:ખ ભૂલી જઇ બીજાના પણ સંતાપ દૂર કરો

ભરત કહે છે: મારું હૃદય રાજદાયિત્વ સંભાળવા જરા પણ તૈયાર નથી મા. આ રાજગાદી પર માત્ર ભાઇનો જ અધિકાર છે. તમારી અનુમતિ હોય તો આપણે બધા જઇને ભગવાનને મનાવી લાવીએ. ભરતનો આટલો મહાન નિર્ણય સાંભળી પૂરી અયોધ્યાનગરી તેમના જય-જયકારથી ગુંજી ઊઠી. બધા અવધવાસી તૈયાર થઇ ગયા. ગુરુઓ, માતાઓ અને પ્રજાને સાથે લઇને ભરતજી વનની તરફ પ્રસ્થાન કરવા લાગ્યા.


માર્ગમાં સૌથી પહેલાં નિષાદથી મુલાકાત થઇ. નિષાદ એમને ભારદ્વાજ મુનિના આશ્રમે લઇ ગયા. ભારદ્વાજજીએ જણાવ્યું રામ અહીં આવ્યા હતા, થોડોક વિશ્રામ કરીને વનમાં જતા રહ્યા. ભરતજીના પૂછવાથી ભારદ્વાજજીએ રસ્તો બતાવે છે જ્યાંથી ભગવાન રામ આગળ વધ્યા હતા.
આજે ભગવાન રામ સવારથી ઉદાસ હતા. જાનકીને કહે છે: મનને કંઇ સારું નથી લાગતું. પિતાની યાદ બહુ સતાવે છે. ત્રણ માતાઓનો ચહેરો મારી નજર સામેથી ખસતો નથી. ખબર નહીં, તે કેવી સ્થિતિમાં હશે? એ જ સમયે કોઇ સૈન્યદળ તેમની તરફ આવતું જોવા મળે છે. દૂરથી અવધનો ધ્વજ જોઇ રામ કહે છે: જુઓ લક્ષ્મણ, લાગે છે અવધસેનાની સાથે ભરત આવી રહ્યો છે.


લક્ષ્મણજી આવેશમાં આવી કહે છે: હું જાણતો હતો ભગવાન, ભરત અને શત્રુઘ્ન આવું જ કરશે. જુઓ સેના લઇ અહીં સુધી આવી ગયા. આપણે સત્તા છોડી દીધી પરંતુ તેમને હજુ પણ ચેન નથી. લાગે છે ભરતને સત્તા મળતાં જ આપણને મારવા આવી ગયો? પરંતુ જ્યાં સુધી હું રામની સાથે છું, મારવું તો દૂરની વાત છે... કોઇ તેમના તરફ જોવાનું પણ સાહસ નહીં કરી શકે.


ભગવાન બોલ્યા: બસ લક્ષ્મણ. ભરત જેવા ભાઇને લઇને મનમાં આવા વિચારો ન લાઓ. શ્રીરામની વાત સાંભળી લક્ષ્મણ શાંત થઇ ગયા, પરંતુ વ્યક્તિત્વ આવેશથી તપી રહ્યું હતું.
સાર: કૌશલ્યાજીનું ચરિત્ર શીખવાડે છે એક દિવસ આ દુનિયામાંથી સૌને જવાનું છે. કોઇ પ્રિયજન પણ જતા રહે તો પોતાનાં કામ, પોતાનું દાયિત્વ, પોતાનું કર્તવ્ય નથી છોડી શકતા આ જ જીવનનું સત્ય છે.

X
article by vijayshanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી