મેં તમને પાર ઉતાર્યા, તમે મને પાર લગાવો

article by vijayshanker mehta

પં. વિજયશંકર મહેતા

Sep 13, 2018, 12:05 AM IST

સુમંતજીના ગયા પછી નિષદરાજ ગુહની સાથે ભગવાન આગળ વધે છે, ત્યારે ગંગાકિનારે બેઠેલા કેવટને જોઇ શ્રીરામ કહે છે: હોડી આગળ લાવો ભાઇ. અમારે સામે પાર જવું છે. કેવટે ત્યાં બેઠાં-બેઠાં ના પાડી કે નથી આવવું.


ભક્ત અને ભગવાનનો મધુર સંવાદ અહીં થાય છે. કેવટ ભગવાનને કહે છે: તમારી બાબતમાં સાંભળ્યું છે કે તમારા પગના સ્પર્શથી એક શિલા નારી બની ગઇ મહારાજ. હવે જો તમે તે પગે મારી હોડીમાં બેઠા અને એ સ્ત્રી બની ગઇ તો મારી રોજીરોટી છીનવાઇ જશે. ક્ષમા માગું છું, હું નાવ નથી લાવી શકતો. તમારે જેવી રીતે જવું હોય એ રીતે જાવ.


એક નાવિકની વાત સાંભળી લક્ષ્મણજી આવેશમાં આવી ગયા. પરંતુ, શ્રીરામ સમજાવીને લક્ષ્મણને શાંત કરી દે છે. પછી કેવટને કહે છે: મારા પગ એટલા જ ખરાબ છે તો તેને ધોઇને બેસી જઉં? ત્યારે તો પાર કરાવશો? અહીં કેવટ પગ ધોવા માટે પણ લીલા કરે છે.

ભક્તિ ત્યારે જ ફળે છે જ્યારે તેનો ભાવ નિષ્કામ હોય. કેવટ નિષ્કામ ભક્તિનું ઉદાહરણ હતો. તે ભગવાનને જોઇને પોતાની જાતને ધન્ય માનવા લાગ્યો

ભગવાનને હોડીમાં બેસાડીને તેમના પગ કથરોટમાં રાખીને તે ધોવા લાગ્યો. હોડી હાલકડોલક થવા લાગી તો શ્રીરામ કહે છે: ભાઇ, જરા સંભાળીને, હોડી હલી રહી છે. કેવટ કહે છે: હોડી હલી રહી છે તો તેમાં મારો શું વાંક? જો તમને બીક લાગતી હોય તો બંને હાથોથી મારું માથું પકડી લો. ભગવાને તેનું માથું પકડી લીધું. કેવટ મનમાં ને મનમાં વિચારી રહ્યો-ધન્ય થઇ ગયો... આજે પ્રભુના આશીર્વાદ મળી ગયા.


લક્ષ્મણથી રહેવાયું નહીં. તે બોલ્યો: ભગવાન આ કેવી ઉટપટાંગ રીતે હોડી હાંકી રહ્યો છે? મને તો નથી લાગતું કે તે આપણને સલામત રીતે સામે પાર લઇ જશે. ભગવાન બોલ્યા: એ જે કરી રહ્યો છે તે તેને કરવા દો લક્ષ્મણ. પાર ઊતરવું કે નહીં ઊતરવું નિયતિ પર છોડી દો.


કેવટ બહુ જ વાર સુધી ભગવાનને ગંગામાં ફેરવતા રહ્યો. શ્રીરામ પણ બોલ્યા: આ શું કરી રહ્યા છો કેવટ? સીધે સીધા કેમ નથી ઉતારી દેતા? કેવટ બોલ્યા: આપણે વાત થઇ હતી પાર ઉતારવાની. એ નહોતું કહ્યું કે ક્યારે ઉતારવાના. નિષ્કામ ભક્તિનું ઉદાહરણ હતો કેવટ. ભગવાનને જોઇને તે પોતાની જાતને ધન્ય માનવા લાગ્યો.


છેલ્લે જ્યારે ભગવાન કેવટને પાર ઉતારવાનું ભાડું પૂછે છે ત્યારે તે કહે છે: ભગવાન, મારી સાથે ભાડાની વાત કરો છો? નાવિક ક્યારેય નાવિક પાસેથી ભાડું નથી લેતા. અને આગળ જે કહ્યું તેને સાંભળીને શ્રીરામની આંખો ભરાઇ આવી. કેવટ કહે છે:


ખુદ કો ઋણી સમજતે હો તો ઋણ બસ એક ચૂકા દેના|
મૈંને તુમકો પાર કિયા, તુમ મુઝકો પાર લગા દેના.||


સાર: ભક્તિ ત્યારે જ ફળે છે જ્યારે તેનો ભાવ નિષ્કામ હોય. કેવટ નિષ્કામ ભક્તિનું ઉદાહરણ હતો. તેને તો લોટરી લાગી ચૂકી હતી. આજ સ્વયં પ્રભુ શ્રીરામ હોડીમાં બેસી ગયા હતા.

X
article by vijayshanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી