દુર્ગુણોનો ત્યાગ કરો

article by vijayshanker mehta

પં. વિજયશંકર મહેતા

Sep 18, 2018, 02:50 PM IST

તુલસીદાસજીએ રામ-રાવણના યુદ્ધમાં આક્રમણની તદ્દન અગાઉનું દૃશ્ય લખ્યું છે કે, ‘રિપુ કે સમાચાર જબ પાએ, રામ સચિવ સબ નિકટ બુલાએ. લંકા બોકે ચારિ દુઆરા, કેહિં બિધિ લાગિઅ કરહું બિચારા.’ તેનો અર્થ એ કે જ્યારે શત્રુ એટલે કે રાવણના સમાચાર મળ્યા, ત્યારે શ્રીરામે તેમના તમામ મંત્રીઓને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, લંકાના ચાર મોટા દરવાજા છે, તેમના પર કેવી રીતે આક્રમણ કરવામાં આવે, તેના વિશેનો વિચાર કરો. રામ કેટલા જાગૃત હતા, કે ચારે તરફનું મૂલ્યાંકન કરી લીધું હતું. લંકા ભોગ અને વિલાસિતાની નગરી છે અને આપણે આપણા શરીરને લંકા જેવું બનાવી નાખ્યું છે.

દુર્ગુણો આ જ ચાર માર્ગેથી આવે છે કે જતા હોય છે- કામ, ક્રોધ, મદ અને લોભ. શ્રીરામે પશ્ચિમના દરવાજે હનુમાજીને મૂક્યા, કારણ કે ત્યાં મુકાબલો મેઘનાદ સાથે થવાનો હતો. રાવણ પછી સૌથી શક્તિશાળી મેઘનાદ જ હતો અને રામ એ વાત જાણતા હતા કે જો તેને અંકુશિત કરી લેવાય, તો રાક્ષસોની આખી સેના સરળતાથી કાબૂમાં આવી જઈ શકે તેમ છે. આ વ્યૂહ રચનામાંથી શીખવું જોઈએ કે કામ, ક્રોધ, મદ અને લોભ આ ચારેય દ્વાર આપણી અંતરની લંકાને સ્થાપિત કરે છે. આ દુર્ગુણોથી જેટલા બચવાનો પ્રયત્ન કરીશું, તેટલા જ પ્રમાણમાં આપણે રાવણથી દૂર રહીશું અને રામની નજીક જઈશું.
feedback : [email protected]

X
article by vijayshanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી