વાત પડતી મૂકવાની કળા

article by vijaysahnker mehta

પં. વિજયશંકર મહેતા

Sep 15, 2018, 04:09 PM IST

જ્યારે કોઈ ઘટના અંગે ચર્ચા થાય ત્યારે તેને વાત કહેવાય છે. કેટલીક ઘટનાઓ ઘટવામાં શબ્દોની બહુ ભૂમિકા નથી હોતી, પરંતુ કેટલીક એવી ઘટના હોય છે, જેમાં શબ્દો અત્યંત અસરકારક હોય છે. જો બે લોકો વાતચીત કરી રહ્યા હોય, તો એક ઘટના બની રહી છે જેમાં શબ્દો અસરકારક હોય છે. પરંતુ કેટલીક ઘટનાઓમાં શબ્દોનું નહીં વ્યક્તિઓનું મહત્વ હોય છે. વાત થોડી ઊંડી છે પરંતુ જો તે સમજાય તો જ કહેવાય કે વાત બની ગઈ...આનો અર્થ શું થાય? વાસ્તવમાં, જ્યારે શબ્દોના માધ્યમથી ઘટનાનું સંચાલન થઈ રહ્યું હોય તો તેને વાત કહી શકાય. જયારે જીવનમાં ઘટના સાથે વાત કરવી જરૂરી હોય તો ચાર વાતોનું ધ્યાન રાખો.

પહેલી વાતમાંથી વાત કાઢવી, બીજું વાતના મૂળમાં જવું, ત્રીજો ક્રમ છે વાત બગડી જવી અને ચોથી છે વાત જ પૂરી કરી દેવી. એનો અર્થ કે મૌન થઈ જવું. ઘટના પાછળ જે શબ્દો ચાલી રહ્યા હોય છે તે મનને વિચલિત કરે છે. ઉદાહરણ તરીકે, જો કોઈએ તમને કંઈક કહ્યું અને બની શકે કે કદાચ તેમાં ટીકા હોય, તો તમારા અહંકારને દુઃખ પહોંચશે. ઘટના ઘટી ગઈ, પણ શબ્દ રહી ગયા. વાત પડતી મૂકવા માટે શબ્દોને પડતા મૂકવા પડે છે. ધ્યાન આમાં મહાન સાથી છે અને ઉપયોગી છે. ધ્યાનથી તમે નિર્વિચાર થાવ છો.

વિચારો બંધ થતાં શબ્દો બોલી નથી શકાતા અને આમ વાત પૂરી થઈ જાય છે અને તમે સંપૂર્ણપણે શાંત થઈ જાઓ છો. માણસનું જીવન ઘટનાઓથી મુક્ત નથી થઈ શકતું. ધ્યાનમાંથી બહાર આવો કે ફરી ઘટનાઓનો સામનો કરવો પડે છે પરંતુ ઘટનાઓ પાછળ જે વાત ચાલી રહી છે, તેને આ ચાર પગલાંમાં જીવતા શીખી લો.
feedback: [email protected]

X
article by vijaysahnker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી