કોઇપણ વાતનો અતિરેક ન કરો, જીવન સંતુલનનું જ નામ છે

article vijayshanker mehta

પં. વિજયશંકર મહેતા

Nov 29, 2018, 12:05 AM IST

અરણ્યકાંડના સમય દરમિયાન રામજી પોતાની નીતિઓ ઘડે છે. પહેલાં ભગવાનની સાથે બહુ બધું થઇ ચૂક્યું હતું, પરંતુ તે તેમણે ભુલાવી દીધું. જો તેના પર તેઓ કાયમ રહેતા કે કૈકયીએ આવું કર્યું, ભરતે આવું કહ્યું, માતાની ઇચ્છા આવી હતી, પિતાજી કેમ જતા રહ્યાં? તો તેઓ આગળ તેમના લક્ષ્ય તરફ વધી ન શકતા. અરણ્યકાંડમાં શ્રીરામ બધી રીતે વર્તમાન પર રહીને ભવિષ્યની યોજના બનાવે છે.

આપણે લોકો સંસારમાં એવા ખોવાઇ જઇએ છીએ કે અધ્યાત્મ યાદ નથી રહેતો. ભગવાન કહે છે જીવન સંતુલનનું નામ છે. કોઇપણ વાતનો અતિરેક યોગ્ય નથી

ભવિષ્યની સાથે જોડાવવાનો અર્થ છે પરિવર્તન સાથે સતત પરિચય બનાવી રાખવો. સમય બહુ ઝડપથી બદલાતો રહે છે. ચૂકી ગયા તો પાછળ રહી જશો. એટલા માટે ભવિષ્યના ચિંતનનો અર્થ છે પરિવર્તન પર બરાબર દૃષ્ટિ રાખી સ્વયં તેની સાથે જોડાયેલા રહો. ભગવાન રામ તે પરિવર્તનને સમજી રહ્યા હતા.


ભગવાન સંતુલન શીખવાડે છે. આપણે પણ શીખવું જોઇએ. આપણે લોકો અતિરેક પર ટકી રહીએ છીએ. અથવા સંસારમાં એવા ખોવાઇ જઇએ છીએ કે અધ્યાત્મ યાદ નથી રહેતો. ભગવાન કહે છે જીવન સંતુલનનું નામ છે. કોઇપણ વાતનો અતિરેક યોગ્ય નથી.


અધ્યાત્મમાં કહેવાયું છે કે શ્વાસ બહાર ફેંકો તો સંસાર અને અંદર ઉતારીને રોકો તો સંન્યાસ. આ સીધી પરિભાષા છે. કોઇ પૂછે કે સંન્યાસી અને સંસારીમાં શું ફરક છે? તો એ કે સંન્યાસી શ્વાસને અંદર રોકવાનો જાણે છે અને સંસારી માણસ બહાર ફેંકવાનું જાણે છે. અહીં પણ સંતુલનની વાત આવે છે. સંસારી અંદર ઉતારે છે તો પૂરો ઊતરી જાય છે અને સંન્યાસી બહાર ફેંકે છે તો પૂરો ફેંકી દે છે. બંનેનો અતિરેક ઠીક નથી. એક વાર શ્વાસ બહાર ફેંકો અને અંદર ન લો તો ગભરામણ શરૂ થઇ જશે. જો અંદર રોકી લો અને બહાર ન નિકાળો તો એવો સંન્યાસ પણ વિચલિત કરી જાય છે.


ભગવાન રામ એક વધુ મહત્ત્વપૂર્ણ વાત શીખવાડે છે કે જીવનમાં સંતુલન પેદા કરવા માટે થોડુંક એકાંત સાધવાની જરૂર છે. એકાંત એટલે સ્વયં સાથે સાક્ષાત્કાર. અંદર ઊતરીને ખુદને ઓળખો. કારણ કે જીવનમાં મુશ્કેલી આવે તો મનુષ્યને પોતાના ભાવોમાં ઊતરવામાં અડચણ આવે છે. એકાંતની ક્ષણોમાં મનુષ્યને એ આભાસ થાય છે કે તે કેટલોય એકલો હોય, કોઇ એને જોઇ રહ્યું છે. તેનો ઇમાન, તેનો સિદ્ધાંત, તેનું સત્ય તને જોઇ રહ્યું છે. અરણ્યકાંડની કથા આ જ જણાવે છે કે કોઇ જુએ, ન જુએ, તમારા ઉચિત-અનુચિતને તમારો ઇમાન જરૂર જોઇ રહ્યો છે.


સાર: એકાંત મનુષ્યને એ આભાસ કરાવી દે છે કે તે કેટલોય એકલો હોય, તેનો ઇમાન, તેનો સિદ્ધાંત, તેનું સત્ય તેને હંમેશાં જોઇ રહ્યું હોય છે.

X
article vijayshanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી