વાત નહિ કામ કરનાર જ સાક્ષર

article vijayshanker mehta

પં. વિજયશંકર મહેતા

Sep 08, 2018, 03:31 PM IST

જ્ઞાનને ફક્ત વાતોમાં ઠાલવી દેવું એને જ્ઞાનનો દુરુપયોગ કર્યો કહેવાય. ઘણા લોકો શબ્દોના સ્વામી હોય છે, વાકચાતુર્યમાં પાવરધા હોય છે. તેમનામાં જ્ઞાન ભલે ઓછું હોય પણ વાતો તો એવી કરે જાણે કે મહાજ્ઞાની છે. ખાસ કરીને ભારતીયોની એવી ઇમેજ છે કે આપણે કામ ઓછું અને વાતો વધારે કરીએ છીએ. જે દેશો સાથે આપણે હરીફાઇ કરીએ છીએ, ત્યાંના લોકોની વિશેષતા એ છે કે તેઓ વાતો ઓછી અને કામ વધારે કરે છે.


દુનિયાના જે દેશો બહુ આગ‌ળ નીકળી ગયા છે આપણે પણ તેમની જેમ આગળ વધવું હોય તો એક વાત યાદ રાખવી જોઇએ કે વધારે પડતી વાતો કરતાં લોકો પોતાની શક્તિ બોલવા પાછળ વેડફી નાખે છે. માટે જ્ઞાનને વાતોમાં ઠાલવી ન દો. જ્ઞાનનો એક અર્થ સાક્ષર થવું એવો થાય છે. તેથી વિશ્વમાં સાક્ષરતા દિવસ ઊજવાય છે. આપણે બધાએ એવું વિચારવું જોઇએ કે આપણી પાસે એટલું જ્ઞાન હતું, ઋષિ-મુનિઓની ભવ્ય પરંપરા હતી. ભારત દેશના કણ-કણમાં કંઇક અનોખું હતું તેમ છતાં આપણે વિદેશી તાકાતોના હુમલાઓ સામે કેમ હારી ગયા? એટલા માટે આપણે આપણી જ્ઞાનની શક્તિને, એ તાકાતને વાતો કરવામાં વેડફી નાખી. ધર્મ, અધ્યાત્મમાં ડૂબી ગયા તો તેમાં અતિરેક કર્યો. ફક્ત એના વિશે જ બોલવા લાગ્યા. જ્યારે જીવનમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનો પ્રવેશ થયો તો તેમાં પણ અતિરેક થયો.


જીવનમાં ઊર્જાનું સંતુલન કરીએ એમાં જ સમજદારી અને સાક્ષરતા સમાયેલાં છે. માટે ઓછું બોલો અને વધારે કામ કરો તો ખરા અર્થમાં સાક્ષર થયા ગણાશો.
feedback: [email protected]

X
article vijayshanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી