ગણપતિ પાસેથી વિવેક માગો

article by vijayshnker mehta

પં. વિજયશંકર મહેતા

Sep 13, 2018, 01:50 PM IST

પોતાની સલાહ પોતાને જ કામ નથી આવતી. આડોશ-પાડોશમાં, સંબંધીઓમાં કોઈ મોટી દુ:ખદ ઘટના બને તો આપણે તરત સામેવાળાને સલાહ આપવા માંડીએ છીએ, તેને દુ:ખમાંથી બહાર આવવાના ઉપાયો કહેવા માંડીએ છીએ. તેના પરિણામસ્વરૂપે, સામેવાળી વ્યક્તિનું દુ:ખ ઓછું પણ થઈ જાય છે, તેને દિશા પણ મળી જાય છે. જોકે, જ્યારે બરોબર આવી જ ઘટના આપી સાથે પણ બની જાય, આપણા પર પણ કોઈ મોટું દુ:ખ આવી પડે, તો આપણે પોતે આપણી સલાહને અનુસરી નથી શકતા. કહેવું અત્યંત સરળ છે, સમજાવવું પણ તદ્દન સહેલું છે, પણ જ્યારે પોતે જ ભોગવવાનો વખત આવે, તો બધું જ્ઞાન જેમનું તેમ પડ્યું રહે છે.

જ્યારે તમે બીજાને સલાહ આપણા હો, તો તેમાં રજૂઆત વધારે અને તમારું જ્ઞાન ઓછું હોય છે, પણ જ્યારે એ જ સલાહોનું પોતાના પર આવી પડેલી દુ:ખદ પરિસ્થિતિઓમાં અનુસરણ કરવાનું આવે, તો તમારું જ્ઞાન નહીં વિવેક કામ આવે છે. ગણેશજી વિવેકના દેવતા છે. જે સમયગાળામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, તે માહિતી અને જાણકારીઓનો સમય છે.

ખૂબ બધી જાણકારીઓ એકઠી થઈ જાય, તો લોકો તેને જ જ્ઞાન માની લે છે અને આવું જ્ઞાન, આવી જાણકારી વિવેક વિના ઘાતક હોય છે. એટલા માટે જ તો જાણકારો, બુદ્ધિમાન લોકો દુનિયાભરના ખોટાં કામ કરી રહ્યા છે. આજે ગણેશજીની સ્થાપના કરીને દસ દિવસ સુધી ઉત્સવ મનાવે, તો એક કામ ચોક્કસ કરો કે આ દિવસો દરમિયાન હંમેશાં એવું વિચારો કે શું આપણો વિવેક જાગૃત છે કે નહીં? જો ના, તો ગણપતિ પાસે એક વસ્તુ ચોક્કસ માગજો કે આ વખતે આવીને અમારી અંદરનો વિવેક જગાવી જજો અને આવતા વર્ષે આવો ત્યાં સુધી તે જળવાયેલો રહે તેવા આશીર્વાદ પણ આપણા જજો. વિવેક ગયો તો પછી તમારી સલાહ તમારા માટે કંઈ કામ નહીં આવે.
feedback : [email protected]

X
article by vijayshnker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી