રામાયણ કથા / કિષ્કિંધા કાંડ અને ટાઇમ મેનેજમેન્ટ

article by vijayshanker mehta

પં. વિજયશંકર મહેતા

Apr 18, 2019, 03:35 PM IST

સુગ્રીવનો પરિચય થયા પછી રામજીએ પહેલું કામ સુગ્રીવનું કષ્ટ દૂર કરવાનું કર્યુ. સુગ્રીવ વાલીથી ખૂબ જ ડરતો હતો. તેનું કારણ શ્રીરામે જાણ્યું અને વાલીનો વધ કર્યો. સુગ્રીવને કિષ્કિંધાનું રાજ સોંપી દીધું. ત્યારપછી વારાફરતી બધા જ વાનરોને મળ્યા અને તેમના ખબરઅંતર પૂછ્યાં, તેમનો જુસ્સો વધાર્યો અને સીતાજીની ભાળ મેળવવાનું અભિયાન શરૂ કરવા માટે તેમને મોકલી દીધા.
કિષ્કિંધા કાંડના આ પ્રસંગ પરથી આપણે ટાઇમ મેનેજમેન્ટની કળા શીખવા મળે છે. સીતાજીની ભાળ મેળવવા માટે બધા વાનરો અલગ- અલગ દિશામાં જવા લાગ્યાં. એ જ વખતે સુગ્રીવે આદેશ આપ્યો, ‘આટલા સમયમાં કામ પૂરું કરીને પાછા આવી જવાનું છે. જે કોઇ નક્કી કરેલી સમયમર્યાદા પાછા નહીં ફરે તેમને હું સજા આપીશ.’

  • આધુનિક મેનેજમેન્ટ ટાઇમ મેનેજમેન્ટ શીખવે છે પણ આપણું આધ્યાત્મિક મેનેજમેન્ટ પણ એમ કહે છે કે સમયને સાધવો હોય તો આ ચાર કામ કરવા

આજના સમયમાં પણ આપણા માટે આ મોટો પાઠ છે. આજકાલ ટાઇમ મેનેજમેન્ટનું ખૂબ મહત્ત્વનું બની ગયું છે. દરેક કામનો સમય નક્કી છે. એ નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂરું થવું જ જોઇએ. રામચરિતમાનસ એવી સલાહ આપે છે કે જો કોઇ કામની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હોય તો એ સમયમર્યાદાનું ચુસ્તપણે પાલન થવું જોઇએ. બીજા શબ્દોમાં આને સમય સાધવો એમ કહેવાય. સમયને સાધી લેવા માટે શું કરવું જોઇએ?
આધુનિક મેનેજમેન્ટ આ બાબત શીખવે છે પણ આપણું આધ્યાત્મિક મેનેજમેન્ટ પણ આના કેટલાંક સૂત્રો જણાવે છે. આધ્યાત્મિક સૂત્ર એમ કહે છે કે સમયને સાધવો હોય તો આ ચાર કામ કરવા-
પહેલું- ઊંઘ પર કાબૂ મેળવવો. ઊંઘને કારણે આપણા કામમાં વિના કારણે વિલંબ થાય છે.
બીજું- સતત કામ કરવું. કામનું સાતત્ય જળવાશે, દરેક કામ નિયમિતપણે કરશો તો સમયનો સદુપયોગ કરી શકશો.
ત્રીજું- ના કહેવાની આદત બહુ મહત્ત્વની બાબત છે. જો ના કહેવાની આદત ન હોય તો તેમાં સમયની બરબાદી થશે. સંકોચ વિલંબનું કારણ બની જાય છે. તેનાથી કંઇ પરિણામ મળતું નથી અને સમયનો યોગ્ય ઉપયોગ થઇ શકતો નથી.
ચોથું- નિંદા કરવાનું છોડી દેવું. તમને થશે કે નિંદા અને સમયને શું નિસ્બત? પણ અધ્યાત્મ એમ કહે છે કે નિંદા કરનારા લોકો તેમની જવાબદારીનો બોજ બીજા પર સહેલાઇથી નાખી દેતા હોય છે. તમારી જવાબદારીનું પોટલું બીજાના માથે મૂકતાં તમને આવડી જાય એનો મતલબ એ કે તમે સમયસચક્રને ખોરવતા આવડી ગયું. જે જવાબદારી જાણે છે તે સમજે છે કે મારે આટલા સમયમાં આ કામ પૂરું કરવાનું જ છે કારણ કે આ મારી જવાબદારી છે. તેથી નિંદાથી બચવું. આ ટાઇમ મેનેજમેન્ટનું એક સૂત્ર છે.
જીવનમાં જેટલું મોટું અભિયાન એટલાં જ કઠિન ટાઇમ મેનેજમેન્ટની જરૂર પડે. સુગ્રીવના માધ્યમથી ભગવાને રામે નિર્ધારિત સમયમર્યાદામાં કામ કરવાનો જોે આદેશ આપ્યો હતો તે આજના યુગમાં આપણા માટે બહુ ઉપયોગી છે. જીવનમાં સફળતા મેળવવા માટે ટાઇમ મેનેજમેન્ટ બહુ જરૂરી છે.
સાર: જીવનમાં જેટલું મોટું અભિયાન એટલાં જ કઠિન ટાઇમ મેનેજમેન્ટની જરૂર પડે. કિષ્કિંધા કાંડના પ્રસંગ આપણને ટાઇમ મેનેજમેન્ટની કળા શીખવે છે.

X
article by vijayshanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી