રામાયણ કથા / જીવનું જોખમ જણાતાં શૂર્પણખા જાણે કે મહાન ચિંતક બની ગઈ!

article by vijayshanker mehta

પં. વિજયશંકર મહેતા

Jan 24, 2019, 01:49 PM IST

ભગવાન શ્રીરામના કહેવાથી જ્યારે લક્ષ્મણે શૂર્પણખાનું નાક વાઢી નાખ્યું ત્યારે તે આક્રંદ કરતી ભાઈ ખરદૂષણ અને ત્રિશિરા પાસે પહોંચી. બહેનની આવી હાલત જોઈને બંને ગુસ્સામાં લાલચોળ થઈ ગયા. સેનાને લઈને ભગવાન શ્રીરામ સાથે યુદ્ધ કરવા માટે પહોંચી ગયા. જોતજોતાંમાં 14 હજાર સૈનિકોની સાથે ખરદૂષણ-ત્રિશિરાને મારી નાખવામાં આવ્યાં.


એ જ વખતે લક્ષ્મણની ગેરહાજરીમાં એકાંત જોઈને ભગવાને સીતાજીને કહ્યું, ‘સીતા, હવે સમય પાકી ગયો છે. મેં રાવણને પડકાર ફેંક્યો છે. મારું અભિયાન શરૂ થઈ ગયું છે. અહીંથી જ હવે તારી ભૂમિકાની પણ શરૂઆત થશે. તું તારો પડછાયો અહીં છોડીને અગ્નિમાં સમાઈ જા. હવે જે કંઈ પણ લીલા થશે એ તારા પડછાયા સાથે થશે. તું હંમેશાં સુરક્ષિત રહીશ. હું તારી સુરક્ષાનું વચન આપું છું.’ સીતાજી અગ્નિમાં સમાઈ જાય છે. તેમનો પડછાયો શ્રીરામ પાસે રહે છે અને ભગવાનની લીલાનો આરંભ થાય છે.

  • ખરદૂષણ અને ત્રિશિરાનાં મોત પછી શૂર્પણખાને જીવ બચાવવો મુશ્કેલ લાગતાં તે ભાગીને રાવણ પાસે પહોંચી અને તેને ચિંતકની જેમ સમજાવવા લાગી

બીજી બાજુ ખરદૂષણ અને ત્રિશિરાનું મોત થતાં શૂર્પણખાને લાગે છે કે હવે તેને કોણ બચાવશે? હવે તો જીવનું પણ જોખમ છે. તે ભાગીને સીધી રાવણ પાસે પહોંચી ગઈ અને તેને એવી રીતે સમજાવા લાગી જાણે કોઈ મહાન ચિંતક બોલી રહ્યા હોય!


એ કહે છે,‘તું મદિરાપાન કરીને રાત-દિવસ ઊંઘ્યા કરે છે. તને જરા પણ ભાન નથી કે તારા માથે દુશ્મન ઝળૂંબી રહ્યો છે. ખૂબ જ મોટી આફત આવવાની છે. ધર્મ વગર શાસન ચાલી નથી શકતું. ભગવાનને અર્પણ કર્યા વગરનાં તમામ સત્કર્મો વ્યર્થ છે. વિવેક વગરની વિદ્યા નકામી છે. ખરાબ સોબતથી યોગી પણ ભ્રષ્ટ થઈ જાય છે. રાજાને ખોટી સલાહ મળે, ખોટા મંત્રી મળે તો તે ભ્રષ્ટ થઈ જાય છે. અભિમાનને લીધે જ્ઞાન અને મદિરાનું સેવન કરવાથી શરમ છૂટી જાય છે. નમ્રતા વગરની પ્રીત પણ વ્યર્થ છે. શત્રુ, રોગ, અગ્નિ, પાપ, પ્રભુ અને નાગ આ છ વસ્તુઓને નાની સમજવાની ભૂલ ન કરવી. ક્યારે તે વળતો પ્રહાર કરી બેસે એનું કંઈ કહેવાય નહીં.


શૂર્પણખાના મોંએ ચિંતનાત્મક વાતો સાંભળીને રાવણ ચોંકી ગયો. એ કહે છે, ‘તું આજે આવી વાતો શા માટે કરે છે? તું ભૂલી ગઈ લાગે છે કે તું લંકાધિપતિ રાવણની બહેન છે. મને કહે કે શું બન્યું છે?’ ત્યારે શૂર્પણખાએ પોતાની સાથે જે બન્યું તે બધું જ કહી સંભળાવ્યું. શૂર્પણખા વૃત્તિ ધરાવનારા લોકો જાણે છે કે વ્યક્તિની દુખતી નસ દાબો. તેના અવગુણો શોધો અને તેના પર કબજો જમાવો.


સાર : ખરદૂષણ અને ત્રિશિરાના મોત પછી શૂર્પણખાને લાગે છે કે હવે તેનો જીવ બચાવવો પણ મુશ્કેલ બનશે. એટલે તે ભાગીને રાવણ પાસે પહોંચી અને તેને
સારી રીતે સમજાવવા લાગી જાણે કે કોઇ મહાન ચિંતક બોલતો હોય!

X
article by vijayshanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી