પોતાનાં દુ:ખો ભૂલી બીજાના માટે વિચારવું એ જ દેવત્વ છે

article by vijayshanker mehta

પં. વિજયશંકર મહેતા

Dec 20, 2018, 12:05 AM IST

જયંતના અભિમાનનો ભંગ કરી આગળ વધતા રામજી અત્રિ ઋષિના આશ્રમે પહોંચ્યા. મુનિને પ્રણામ કર્યા અને સીતાજીને કહ્યું તમે અનસૂયાજીનું સાંનિધ્ય પ્રાપ્ત કરી તેમની પાસેથી દાંપત્યના ગહન સૂત્રને ગ્રહણ કરી લો. (પુરાણોમાં અત્રિ-અનસૂયાના દાંપત્ય દિવ્યતા પર ખૂબ પ્રકાશ પાડવામાં આવ્યો છે)

જે સ્વયંનાં દુ:ખ, કષ્ટ અને સંતાપોને ભૂલી સંતોનાં સંકટ દૂર કરવાની વાત કરે, દુર્ગુણોના વિનાશના શપથ લે, એ જ દેવત્વ છે

અનસૂયા અને સીતાજીની વચ્ચે સ્ત્રી, સ્ત્રીધર્મ અને પતિવ્રતાને લઇને ચાલેલા વાર્તાલાપ દરમિયાન સીતાજી પૂછે છે: વ્રતનો અર્થ શું થાય છે? અનસૂયાજીએ બતાવ્યું- કેટલાક નિયમ, કેટલુંક અનુશાસન, કેટલાક કાયદાનું જ્યારે પાલન કરવામાં આવે તો તે વ્રત છે. આ ભોજન માટે પણ કરવામાં આવે છે, શરીર માટે પણ કરવામાં આવે છે, પરંતુ આ બધાં વ્રત અસ્થાયી હોય છે. વ્રતની વૃત્તિને સ્થાયી બનાવવા માટે પતિવ્રતને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.


જો કોઇ સમજે કે પત્નીને જ વ્રતનું પાલન કરવાનું હોય છે તો તે તેની અપૂર્ણ સમજ હશે. સાચું તો એ છે કે પુરુષે પણ પત્નીવ્રતનું પાલન કરવું જોઇએ. સ્ત્રૂી અને પુરુષની વચ્ચે વ્રત આવ્યું જ એટલા માટે છે કે બંને એક અનુશાસનમાં જોડાય, બંનેનું બંધન દૃઢ બની જાય. સીતાજીના દરેક પ્રશ્નોનો અનસૂયાજીએ ખૂબ સારી રીતે ઉત્તર આપ્યો. દરેક જિજ્ઞાસાને બહુ ઊંડા ઊતરી શાંત કરી. જંગલનાં કષ્ટોથી દૂર રહીને પ્રસન્નચિત્તે બંનેને પ્રણામ કરી સીતા-રામજીની યાત્રા આગળ વધી.


થોડા આગળ પહોંચ્યા તો ભગવાનની મુલાકાત મુનિગણથી થાય છે. રામજીએ જ્યારે ત્યાં હાડકાનો ઢગલો જોયો તો મુનિઓને પૂછ્યું: આ બધું શું છે? ત્યારે અત્યંત વ્યાકુળ ભાવે ઋષિ-મુનિ જણાવે છે- તમે નથી જાણતા દશરથનંદન, આ અમારા જ લોકોનાં હાડકાઓનો ઢગલો છે. વારંવાર અહીંના રાક્ષસો ઋષિ-મુનિઓને ખાઇ જાય છે. તેમના પરિવારને ખતમ કરી દે છે. હમારું જીવવાનું, પૂજા-પાઠ, તપ બધું જ દુષ્કર બનાવી દીધું છે આ દૈત્યોએ.


રામજીના હૃદયમાં તો ઋષિ-મુનિઓ પ્રત્યે ખૂબ શ્રદ્ધા છે. જેના ચરણોમાં નિત્ય પ્રણામ કરે છે, જેમનું માન કરે છે, તેમનાં હાડકાંના ઢગલા જોઇને અત્યંત દુ:ખી થઇને બોલ્યા:


નિસિચર હીન કરઉ મહિ ભુજ ઉઠાઇ પન કીન્હ
સકલ મુનિન્હ કે આશ્રમહિં જાઇ જાઇ સુખ દીન્હ.


હું પ્રતિજ્ઞા લઉ છું કે બધા રાક્ષસોનો સંહાર કરી આ પૃથ્વીને દૈત્યોથી મુક્ત કરી દઇશ. બધા ઋષિના આશ્રમમાં જઇ તેમને સુખ પ્રદાન કરીશ.


જુઓ, જે વ્યક્તિનું બધું જ છીનવાઇ ગયું. રાજા બનવાના હતા, વનવાસ મળ્યો. પિતા પરમધામ સિધાવ્યા, પરિવાર છૂટી ગયો. જેના પર સંકટોનું આભ તૂટ્યું હોય, તે તેમના દુ:ખ ભૂલી બીજાને સુખ આપવાની વાત કરી રહ્યા છે. એવું માત્ર રામજી જ કરી શકે.
સાર: સ્વયંનાં દુ:ખ, કષ્ટ અને સંતાપોને ભૂલી જે સંતોનાં સંકટ દૂર કરવાની વાત કરે, દુર્ગુણોના વિનાશના શપથ લે, આ જ દેવત્વ છે.

X
article by vijayshanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી