નવા કામમાં મહેનત-જાગૃતિ જરૂરી

article by vijayshanker mehta

પં. વિજયશંકર મહેતા

Sep 28, 2018, 01:42 PM IST

કોઇ નવા કામને શીખવામાં જેટલા પડકારો રહેલા છે, તેમાં તેટલો જ આનંદ પણ રહેલો હોય છે. આપણે માનવીઓના જીવનમાં સતત કંઇને કઇ નવું આવતું રહે છે. તમે ભલે ને ગમે તેટલુ ભણી-ગણી લો, કોઇ મામલે નિષ્ણાત થઇ જાવ, પણ ક્યારેક ને ક્યારેક આમ થશે જ કે કંઇને કંઇ નવું શીખવું જ પડશે. ઘણા લોકો નવું કરતા અચકાય છે. નવું કાર્ય કરતા પહેલા સો વાર વિચારે છે પછી જે ચાલે છે, જે કામ આવે છે અને કરી રહ્યા છીએ, તેને જ કરતા રહીએ. સરવાળે લોકો એક ઢોળાવ પર ચાલે છે, જોખમનો મામલો ન હોય તો, પણ નવું કાર્ય કરવાનો પ્રયાસ નથી કરતા. હકીકતમાં આપણે જ્યારે નવીનતામાં ઉતરીએ છીએ ત્યારે પરિશ્રમ સિવાય એક સમજ, એક જાગૃતિની પણ જરૂર હોય છે.


તમે એક દૃશ્યને યાદ કરો કે જીવનમાં જ્યારે પહેલીવાર સાઇકલ ચલાવવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે લથડિયા ખાવા પર લાગે છે જાણે આ દુનિયાનું સૌથી કઠણ કામ છે અને હું નહીં કરી શકું. તેવી જ રીતે જ્યારે કોઇ બાળક ભાંખોડિયા ભરતા-ભરતા પહેલીવાર પગના પંજા પર ઊભા રહીને ચાલવા લાગે છે, લથડિયુ ખાઇને ગબડી પડે છે, ફરી વાર ઊઠે છે, ફરી પડી જાય છે. પણ, તે જ બાળક એક દિવસ ચાલવા અને પછી દોડવા લાગે છે. દુનિયામાં કોઇ ક્રિયા પરિપક્વતા સાથે નથી હોતી, તેની પાછળ એક ક્રમ ચાલે છે. તો હવે જ્યારે પણ કંઇ નવું કરવા જાવ, ત્યારે મગજમાં સાઇકલથી ગબડી પડવાનું દૃશ્ય જરૂર યાદ રાખો, એક બાળકનું લથડિયા ખાઇને, પડવુ, ઊઠવુ ધ્યાનમાં રાખો અને પછી ઉથરી જાવ. જીવન આમ જ હોય છે.

શરૂઆતમાં તમે લથડિયા ખાશો, શક્ય છે કે તમે પડી પણ જાવ પણ તે પછી અચાનક જોશો કે એક સંતુલન આવી ગયુ છે. એવું સંતુલન જે તે નવા કામમાં થકવશે નહીં, પણ સફળ બનાવશે.
feedback : [email protected]

X
article by vijayshanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી