યોગથી વિલાસવૃત્તિને કાબૂમાં લો

article by vijayshanker mehta

પં. વિજયશંકર મહેતા

Sep 27, 2018, 03:15 PM IST

માનવી પોતાની વૃત્તિઓનો ગુલામ છે. તમે સમગ્ર દુનિયા પર રાજ કરી લો, તમને ઘણા બધા અધિકારો પ્રાપ્ત થઇ જાય, તમે દરેક રીતે સમર્થ બની જાવ, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી, પરંતુ વૃત્તિઓ તમને એકલામાં નચાવે છે. તમારી માલિક બની જાય છે. વાતના ઊંડાણમાં ઉતરતા પહેલા અહીં આ જાણી લેવું જરૂરી છે કે વૃત્તિ આખરે હોય છે શું? સામાન્ય ભાષામાં સમજીએ તો આપણા શરીરની જે ઇન્દ્રીયો છે, તેમની રૂચિ જ વૃત્તિ બની જાય છે. આપણી અંદર અનેક પ્રકારની વૃત્તિઓ છે, પરંતુ સૌથી ખતરનાક વૃત્તિ એ ભોગ અને વિલાસની છે. આજની નવી પેઢી આ વૃત્તિને આ રીતે સમજી શકે છે કે સેક્સની એનર્જી વિલાસની વૃત્તિ છે. મનોવિજ્ઞાનીઓના જણાવ્યા પ્રમાણે 12 થી 13 વર્ષની વચ્ચે તે શરીરમાં જાગૃત થાય છે અને ધીમે-ધીમે તે પોતાની અસર દેખાડવા લાગે છે. આ વૃત્તિ વ્યક્તિને પોતાના પાશમાં જકડવાનું શરૂ કરે છે.

અને અહીં થી જ એક પ્રકારે સાચા માર્ગથી ફંટાવાનો પ્રારંભ થાય છે. જો સમયસર તેને નિયંત્રિત ન કરી શકાય તો શરીરમાં એક વિસ્ફોટ જેવું થઇ જાય છે. તે બાદ આગામી એટલે કે 27 થી 40 વર્ષની વચ્ચે તે વૃત્તિ પોતાનો સદુપયોગ માગે છે. અહીં આવીને લોકો લગ્ન કરે છે અને લગ્ન જીવનમાં તેનો પ્રવાહ યોગ્ય દિશામાં જતો રહે છે.


તે બાદ 75 વર્ષની વય સુધી આ વૃત્તિ નવા રસ્તા શોધે છે. ઓછામાં ઓછા તે સમયે તો તેને યોગ સાથે જરૂરથી જોડી લેવામાં આવે તે જરૂરી છે અન્યથા ઘડપણ બગડી જશે. તમે બહારથી અભિનય કરશો સાત્વિક અને સદાચારી હોવાનો, પરંતુ વિલાસની વૃત્તિ તે વયમાં કોઇ ઠેકાણું માગે છે અને તે યોગ હોઇ શકે છે. આ એકમાત્ર એવી ઊર્જા છે જે વય ભલે ને ગમે તે હોય, ઉઠાવી દે તો દેવતા બનાવી દે છે અને જો પાડી દે તો તમે જાનવર બની જાવ છો.
feedback : [email protected]

X
article by vijayshanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી