ઉપવાસમાં ત્રણ વાતનું ધ્યાન રાખો

article by vijayshanker mehta

પં. વિજયશંકર મહેતા

Sep 26, 2018, 03:02 PM IST

જેણે પોતાના શરીરને સાધી લીધુ હોય, તે સાધુ, સંત અને ફકીર હોય છે. તેમને તમે તપસ્વી પણ કહી શકો છો. આવા લોકોએ શરીરને સાધતી વખતે અન્ન પાછળ ખૂબ જ કામ કર્યુ હોય છે. તેઓ જ્યારે ઉપવાસ કરે છે, ત્યારે તે ખરેખર ઉપવાસ હોય છે. પરંતુ આપણા દેશમાં ઉપવાસ કરનારા ઘણા અન્ય લોકો પણ છે અને તેમાં ખૂબ મોટી સંખ્યા સામાન્ય ભક્તજનોની હોય છે. ઘણા તો આખા અઠવાડિયામાં એટલા ઉપવાસ કરે છે કે બીજા તેમની પ્રશંસા કરવા લાગે છે. અને કેટલાક તો માત્ર પ્રશંસા સાંભળવા માટે જ ઉપવાસ કરે છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે ઉપવાસનો સાચો અર્થ શું છે?


ત્રણ વાતો જ્યારે પૂરી થાય છે ત્યારે ઉપવાસ થાય છે. ઉપવાસનો સીધો અર્થ છે નજીક અથવા પાસે બેસવું. તો ઉપવાસમાં પહેલી વાત થઇ પરમાત્મા અથવા પરમશક્તિ પાસે બેસવું. જે દિવસે તમે ઉપવાસ કરી રહ્યા હો છો તે દિવસની તમારી તૈયારી તેમની પાસે બેસવાની હોવી જોઇએ. બીજી વાત છે ફળાહાર. જ્યારે તમે પરમાત્મા જેવી કોઇ મોટી હસ્તી પાસે બેઠા હો ત્યારે શરીરને તેના યોગ્ય બનાવવું પડે છે. ફળાહાર એટલા માટે કરાય છે કારણ કે શરીરથી ઓડકાર અથવા કોઇ અન્ય દુર્ગંધ ન આવે. સીધા અને સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ફળાહારનો અર્થ છે એવો આહાર જે તમને હળવા રાખીને ઈશ્વરના સામીપ્ય માટે યોગ્ય બનાવે. ત્રીજી સૌથી મહત્વપૂર્ણ વાત છે કે ઉપવાસનું યૌગિક કારણ છે કે પોતાની શક્તિને એક સ્થાને કેન્દ્રિત કરવી. જ્યારે તમે શરીરને ભૂખનો થોડો પરિચય કરાવો છો, સામાન્ય ભોજન અથવા અન્ન નથી લેતા ત્યારે ભૂખને કૉણે તમારી શક્તિ કેન્દ્રિત થઇ જાય છે. ત્યારે જઇને ઉપવાસ ફળદાયક બને છે. તો જ્યારે પણ ઉપવાસ કરો, ત્યારે આ ત્રણ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો.
Feedback : [email protected]

X
article by vijayshanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી