સંકટમાં આત્મવિશ્વાસ રાખો

article by vijayshanker mehta

પં. વિજયશંકર મહેતા

Sep 25, 2018, 03:10 PM IST

વિકટ પરિસ્થિતિઓમાં અને સંઘર્ષના સમયે મલકાવવું એક શક્તિ છે, પરંતુ હંમેશા યાદ રાખજો જ્યારે તમારી સામે મોટો પડકાર હોય ત્યારે તમારો મલકાટ તમારી પ્રેરણા બનવો જોઇએ. મલકાટ પાછળ તમારો ભાવ શું છે, તમે શા માટે પ્રસન્ન થઇ રહ્યા છો? ચાલો, આ વાતને રાવણના પાત્રથી સમજીએ. રામજીની સેના લંકામાં પહોંચી ગઇ હતી. એક વિશ્વવિજેતા સમક્ષ યુદ્ધનો ખૂબ જ મોટો પડકાર ઊભો હતો અને ત્યારે રાવણે બે કામ કર્યા હતા - તે હસ્યો અને અટ્ટહાસ્ય પણ કર્યુ. બહારથી આ દૃશ્યને જોઇએ તો એમ લાગે છે કે રાવણ આત્મવિશ્વાસથી ભરેલો હતો, પરંતુ થોડી આંતરિક સ્થિતિઓને જોઇએ તો તેના હાસ્ય પાછળ તેનો અહંકાર હતો અને અટ્ટહાસ્ય પાછળ તેની મૂર્ખતા છુપાયેલી હતી.


તુલસીદાસજીએ આ દૃશ્ય વિશે લખ્યું છે કે - દેખહુ બનરન્હ કેરિ ઢિઠાઈ. બિહસિ નિસાચર સેન બોલાઈ. લંકામાં ભારે હોબાળો થવા લાગ્યો તો અહંકારી રાવણે શું કર્યુ? તેણે પોતાના લોકોને કહ્યું કે આ વાનરોની ઉદ્દંડતા તો જુવો.. અને હસતા-હસતા તેણે પોતાની સેનાને બોલાવી લીધી હતી. તે હાસ્ય પાછળ તેનો અહંકાર કામ કરી રહ્યો હતો. પછી લખ્યું-‘અસ કહિ અટ્ટહાસ સઠ કીન્હા.ગૃહ બૈઠે અહાર બિધિ દીન્હા.


અટ્ટહાસ્ય કરતા તેણે કહ્યું - મારા રાક્ષસો ખૂબ જ ભૂખ્યા છે, આ વાનરો પોતાના મોતને કારણે અહીં આવી ગયા છે અને અમને ઘેર બેઠા ભોજન મળી ગયું છે. અહીં રાવણની મૂર્ખતા પ્રદર્શિત થઇ રહી હતી. ક્યાંક આપણે પણ તેવું ન કરી જઇએ.., તેથી તુલસીદાસજી આ સમજાવવા માગે છે કે વિકટ પરિસ્થિતિઓમાં આત્મવિશ્વાસ સાથે મલકાવો ત્યારે સારી વાત છે, પણ અહંકાર અને મૂર્ખતા સાથે જો કામ કરો તો માની લોકો તમે રાવણની જેમ પોતાના પતનની તૈયારી કરી રહ્યા છો.
feedback : [email protected]

X
article by vijayshanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી