તમને તમારી જાત સિવાય અન્ય કોઇ ખુશ ન રાખી શકે

article by vijayshanker mehta

પં.વિજયશંકર મહેતા

Sep 24, 2018, 03:29 PM IST

જેટલા માનવી, તેટલી જ પસંદ. દુનિયામાં તમામ લોકોની પસંદગી એક-બીજા સાથે મળે તે જરૂરી નથી. એટલે સુધી કે એક જ માતા-પિતાના સંતાનો પણ અલગ-અલગ રસ અને શોખ ધરાવે છે. તમારી પસંદ ઊંડાણમાં જઇને ખુશીનું સંચાલન કરે છે.કામ-ધંધા, મનોરંજનમાં સૌનો પોત-પોતાનો રસ હોય છે, ભોજન અંગે પણ પોત-પોતાને ગમતો સ્વાદ છે, ધ્યાન રાખો જો તમે પોતાની પસંદ, પોતાના સ્વાદને ખુશી સાથે જોડવા માગો છો તો પોતાના મનુષ્ય હોવાની બાબતને ત્રણ ભાગોમાં વહેંચીને,સમજીને જીવન જીવવાનો પ્રયાસ કરો.

પોતાની ખુશીના કેન્દ્ર આપણે સ્વયં શોધી શકીએ છીએ. આપણો પહેલો ભાગ છે શરીર અને ત્રણ વાતોથી શરીરને ખુશી મળી શકે છે - ભોજન, ઊંઘ અને ભોગ. આ ત્રણેયને સમજી લઇશું, સંતુલન કરી લઇશું તો શરીર ખુશ છે. અસંતુલનનું નામ શરીરનું દુ:ખ છે. બીજો ભાગ છે મન. આપણું નિર્માણ મનથી થયું છે. મન બે વાતોથી સંચાલિત થઇ શકે છે - વિચાર અને શ્વાસ. તેમને જો ન સમજી શકાય તો નિશ્ચિત રીતે જ માનીને ચાલો મન તમને ક્યારેય ખુશ નહીં રહેવા દે. ત્રીજો ભાગ છે આત્મા. આત્માનો સંબંધ એક જ વાત સાથે છે અને તે છે અનુભૂતિ. તો જે લોકો ખુશ રહેવા માગે છે તેઓ શરીર, મન અને આત્માને પોતે માનવી હોવાની સાથે જોડી લે, જે -જે વસ્તુઓ, બાબતોથી તેમનું સંચાલન થાય છે તેમને સમજી લે. પછી એક વાત તો સમજમાં આવી જ જશે કે તમને સ્વયં તમારા સિવાય કોઇ અન્ય ખુશ ન રાખી શકે. જ્યારે ખુશ રહેવાની તૈયારી પોતાએ જાતે જ કરવાની છે, તો પછી વિલંબ શા માટે...?

X
article by vijayshanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી