શાંતિ અંદરથી જ મળશે

article by vijayshanker mehta

પં. વિજયશંકર મહેતા

Sep 21, 2018, 04:47 PM IST

જેટલો સમય વ્યતિત થાય છે, તેના કરતા વધારે તો આપણે પસાર થઇ જઇએ છીએ. આજે દુનિયા વિશ્વ શાંતિ દિવસ ઉજવી રહી છે. આ પણ સત્ય છે કે આવનારા સમયમાં જે-જે વસ્તુઓ ખૂબ મોંઘી, દુર્લભ રહેશે તેમાં એક શાંતિ રહેશે. નાણા કમાવવાનું સરળ રહેશે, પદ-પ્રતિષ્ઠા પણ મળી જશે, પરંતુ જે વસ્તુનું મોટું નુકસાન થવાનું છે તે શાંતિ છે. અશાંત વ્યક્તિ પાસે સમગ્ર દુનિયાની ધન-સંપત્તિ હોય, તો પણ તેઓ તેનો ઉપયોગ નહીં કરી શકે.

તેથી જેમને શાંતિની તલાશ હોય તેઓ એક સૂત્ર તો આ પકડી લે કે તે મળશે પોતાની અંદર જ. જ્યારે આપણે પોતાની અંદર ઊતરીએ છીએ ત્યારે સૌ પહેલા વ્યક્તિત્વમાં તે કેન્દ્રને શોધવું પડશે, જે શાંતિ અથવા અશાંતિનું કેન્દ્ર છે. શાસ્ત્રોએ તેને મન કહ્યું છે જે એક અવસ્થા છે. એવી અવસ્થામાં, જેણે આપણે સ્વયં જ નિર્મિત કરી છે, તો તેની પર નિયંત્રણ અથવા તે અવસ્થામાં પરિવર્તન પણ આપણે જ કરી શકીશું. મન જો સક્રિય છે, તમે અશાંત રહેશો અને મન નિષ્ક્રિય થશે તો તમે શાંત થઇ જશો. પોતાને સક્રિય રાખો, વ્યક્તિત્વને આગળ વધારો, પણ તમારું અસ્તિત્વ, તમારું મન નિષ્ક્રિય હોવું જોઇએ. રોકાયેલું મન શાંતિની લહેરો, શાંતિના તરંગો પોતાની આસપાસ ફેંકે છે. આ વાત સમજવી પડશે કે પ્રત્યેક વ્યક્તિ અંગત સ્તરે શાંતિના પ્રયાસો કરશે, ત્યારે જ પરિણામ જાહેર થશે.

feedback : [email protected]

X
article by vijayshanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી