સંત જ સાચો માર્ગ બતાવી શકે છે

article by vijayshanker mehta

પં. વિજયશંકર મહેતા

Sep 20, 2018, 04:18 PM IST

કેવટની ભક્તિસભર વાતો સાંભળી ભગવાન ખૂબ પ્રસન્ન થયા. હસતાં હસતાં નાવમાંથી ઊતરી લક્ષ્મણની તરફ જોતા ધીરે ધીરે આગળ વધે છે. શ્રીરામ ઊંડા વિચારમાં પડી ગયા કે આ કેવટ ભલે પોતાનું મહેનતાણું લેવાથી ના કહી રહ્યો પરંતુ એને કંઇક તો આપવું જોઇએ. પરંતુ શું આપું...શું છે મારી પાસે આપવા માટે? સમયનો ખેલ જુઓ. કાલ સુધી જે ચક્રવર્તી હતા, આજ નદી પાર કરવા મોહતાજ. આ પ્રસંગને લઇને તુલસીદાસે ખૂબ સરસ પંક્તિ લખી- ‘ પિય હિય કી સિય જાન નિહારી, મનિ મુદરી મન મુદિત ઉતારી’.


રામજીની ભાવદશા જોઇને સીતાજી સમજી ગયાં અને પ્રસન્ન મનથી પોતાની રત્નજડિત વીંટી ઉતારી દીધી. લગ્નના સમયે દશરથજી દ્વારા આપેલી વીંટી ઉતારીને કેવટને આપી દીધી.
આ પ્રસંગ આપણને શીખવાડે છે કે પતિ-પત્નીની વચ્ચે સંકેત સૌથી સારી ભાષા છે. જે દિવસે બંનેમાં અતૂટ પ્રેમ હોય છે, એ દિવસે મોંથી કંઇ કહેવાની જરૂરત નથી રહેતી. ઇશારોમાં બધું જ સમજાઇ જાય છે. રામજીએ કંઇ કહેવું ન પડ્યું અને સીતાજી બધું જ સમજી ગયાં. આવું દિવ્ય દાંપત્ય હતું રામ સીતાનું.

જીવનમાં જ્યારે પણ કોઇ દ્વિધા આવે, સંદેહ કે ભ્રમ થાય તો તેનું નિરાકરણ સંતોથી પૂછજો. સંતોની પાસે દરેક સમસ્યાનું સમાધાન હોય છે

ભગવાનને વિદાય કરતા પોતાનું રુદન રોકી શકવું કેવટ માટે અસંભવ હતું. આંખોમાંથી અશ્રુધારા વહેવા માંડી, ગળું રુંધાઇ ગયું, બંને હાથ જોડી કહે છે: તમારા દર્શન કરીને બધું મળી ગયું મને. હવે શું કરીશ માતાજીની વીંટી લઇને? બસ, એટલી કૃપા કરતા જજો કે હવે જ્યારે આવો ત્યારે મારી હોડીમાં જરૂર બેસજો પ્રભુ.


આગળ બધતા ભગવાન મુનિ ભારદ્વાજજીના આશ્રમમાં પહોંચે છે. વનગમન દરમિયાન શ્રીરામ સંતોને જે સવાલ પૂછે છે, તે આપણા માટે બહુ કામના છે. સૌથી પહેલા ઋષિ ભારદ્વાજજીને પૂછે છે: મુનિવર, અમે કયા માર્ગેથી વનમાં જઇએ? જુઓ, ભારદ્વાજજીથી માર્ગ પૂછ્યો કારણ કે માર્ગ એ જ વ્યક્તિ બતાવી શકે જે ત્રિવેણી પર બેઠો હોય. ત્રિવણીનો અર્થ જ્ઞાન, કર્મ અને ઉપાસના. ભારદ્વાજજી દ્વારા બતાવેલા માર્ગે રામજી વાલ્મીકિજીના આશ્રમે પહોંચે છે. ભગવાન સારી રીતે જાણતા હતા કે કોને શું પૂછવું છે. વાલ્મીકિજી રામાયણના રચયિતા છે. રામાયણ મતલબ રામને રહેવાનું સ્થાન.

એટલા માટે વાલ્મીકિજીને પૂછે છે: ગુરુવર, મારું ક્યાં રહેવું યોગ્ય રહેશે? કૃપા કરી એવું સ્થાન બતાઓ જ્યાં હું સીતા અને લક્ષ્મણ સાથે રહી શકું. વાલ્મીકિજી યોગ્ય સ્થાન બતાવતા કહે છે, જો કોઇ નિશ્ચલ ભાવથી આપની સેવા કરે, તે ભક્તના હૃદયમાં અવશ્ય રહેજો.
સાર: જીવનમાં જ્યારે પણ કોઇ દ્વિધા આવે, સંદેહ કે ભ્રમ થાય તો તેનું નિરાકરણ સંતોથી પૂછજો. સંતોની પાસે દરેક સમસ્યાનું સમાધાન હોય છે.

X
article by vijayshanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી