પોતાની આસપાસ શુભ શોધો તે જ ગણેશજીની સાચી સેવા છે

article by vijayshanker mehta

પં.વિજયશંકર મહેતા

Sep 17, 2018, 01:22 PM IST

મોટા ભાગના પશ્ચિમના દેશોમાં વ્યક્તિને એકમ મનાયો છે. પણ ભારતમાં સમાજનો એકમ પરિવારને મનાયો છે. એટલે કે આપણે વ્યક્તિવાદી નથી. આપણા માટે પરિવાર મુખ્ય છે. તેથી જ્યારે ખુશીની વાત આવે છે, આપણી ધરતી કહે છે કે જો લોકો સંયુક્ત પરિવારમાં ખુશ નથી અને એક-બે વ્યક્તિ જ ખુશ છે તો આપણે તેને ખરેખર ખુશી નહીં માનીએ.


આપણા માટે ખુશીનો અર્થ છે પરિવારમાં બધા ખુશ રહે. તે બાદ સમાજ ખુશ રહે, અને પછી દેશના લોકો પ્રસન્ન રહે. પણ ક્યાંક ને ક્યાંક ક્રમ તૂટી રહ્યો છે. ગણેશ ઉત્સવ તો પરિવારોનો તો હતો જ પણ જોત જોતામાં સમગ્ર સમાજે તેને આત્મસાત કરી લીધો. આપણે આ ઉત્સવથી સર્વશ્રેષ્ઠ પ્રસાદ આ લેવો જોઇએ ખુશીનો. ગણપતિજી શુભના દેવતા છે. બુદ્ધિ પર વિવેકના અંકુશનો સંદેશ આપે છે અને કહે છે કે તે જ શુભ છે, જેમાં પ્રસન્નતા હોય.બાકી બધુ અશુભ છે. તેથી આજકાલ જ્યારે સમાજમાં અનામતની જવલંત ચર્ચા થઇ રહી છે.ત્યારે ગણેશ ઉત્સવથી આ સંદેશ લો કે દેશની જરૂરિયાતો, પરિવારની પરિસ્થિતિઓ અને સામાજીક જીવન સાથે જોડાયેલા પ્રશ્નોને ભેદભાવ, તણાવથી ન ઉકેલવામાં આવે.


જો ખરેખર દેશની ખુશી ચાહતા હો, પરિવારમાં પ્રસન્નતા લાવવા માગતા હો,તો આ વખતે ગણેશ ઉત્સવ પર વિચાર કરો કે વિવેકને કોઇપણ સ્થિતિમાં નહીં ત્યજીએ. અને કેટલાક લોકો જે પણ દૂષિત વાતાવરણનું સર્જન કરે, તેનું વિષ ફેલાવા નહીં દઇએ. તો ચાલો, ગણેશની આરાધનાના આ દિવસોમાં દૂષિત વાતાવરણમાં પણ શુભ શોધીએ. તે જ ગણેશજીની સાચી સેવા રહેશે.

[email protected]

X
article by vijayshanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી