ચતુરાઈ અને ઉદારતાનો સમન્વય

article by vijayshanker mehta

પં. વિજયશંકર મહેતા

Sep 11, 2018, 12:41 PM IST

ક્યારેક વિચાર કરજો કે કેવી પરિસ્થિતિઓમાં તમારા ચહેરા પર હાસ્ય આવે છે અને એ કેવી સ્થિતિ હોય છે, જ્યારે આ હાસ્ય તમારા ચહેરા પરથી છિનવાય જાય છે. તેનું કારણ એ કે ચહેરા પર હાસ્યનું આવવું-જવું થતું જ રહે છે. જ્યારે તમારા ચહેરા પર મુસ્કાન હોય અને તમે તેનો સ્વાદ માણવા માંડો, તો એ હાસ્યમાં પલટાઈ જાય છે. જ્યારે હાસ્યનો રસ વધી જાય, તો એ જ મુસ્કાન ખડખડાટ હાસ્યમાં ફેરવાઈ જાય છે. મુસ્કાન, હાસ્ય અને ખડખડાટ હસવું... આ ત્રણેય પછી પણ જો તેમની અસર જળવાયેલી રહે, તો તેને કહેવામાં આવે છે આનંદ. આ જ ક્રમને જીવનમાં ઉતારવા માટે અભ્યાસ કરવો પડે છે, જે લંકાકાંડમાં ભગવાન રામ શીખવી રહ્યા હતા.

અંગદે પાછા ફરીને લંકાના સામાચાર શ્રીરામને સંભળાવવાનું શરૂ કરી દીધું હતું. એ દૃશ્ય અંગે તુલસીદાસજીએ દોહરો લખ્યો છે, પરમ ચતુરતા શ્રવન સુનિ બિહૅસે રામ ઉદાર, સમાચાર પુનિ સબ કહે ગઢ કે બાલિકુમાર. અંગદની પરમ ચતુરતાપૂર્ણ ઉક્તિઅો સાંભળીને ઉદાર એવા ભગવાન રામ હસવા માંડ્યા. પછી વાલીપુત્રએ લંકા અને રાવણના સમાચાર કહી સંભળાવ્યા. એક તો એ કે અંગદ અત્યંત ચતુરાઈપૂર્વક પોતાની વાત કહી રહ્યો હતો અને એ જ ચતુરાઈના કારણે શ્રીરામ હસતા હતા. તો આપણે પણ અંગદ પાસેથી શીખવું જોઈએ કે જ્યારે પણ કોઈ વાત કહેવામાં આવે, તો તેની રજૂઆત એવી હોય કે સામેવાળાના આનંદમાં ઉમેરો થાય. બીજી તરફ શ્રીરામ આપણને શીખવે છે કે હસવા માટે ઉદારભાવ લાવવો પણ જરૂરી છે. જો ઉદારતા નથી લાવી શકતા તો તમારું હાસ્ય માત્ર અભિનય છે, દેખાડો છે. જીવનને સારી રીતે જીવવા માટે બોલવામાં ચતુરાઈ અને સાંભળવામાં ઉદારતા રાખવા જોઈએ. પરિણામસ્વરૂપે તમને આનંદની પ્રાપ્તિ થશે. આ નાનકડી એવી ઘટના પણ મહત્ત્વનો સંદેશ આપી જાય છે.
feedback : [email protected]

X
article by vijayshanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી