ખુશી જેની સાથે જોડાય તે મુજબ તેનું રૂપ બદલાય છે

article by vijayshanker mehta

પં.વિજયશંકર મહેતા

Sep 10, 2018, 03:09 PM IST

ખુશી હોય તો એક જ છે, પણ જેની સાથે જોડાય છે, સ્વાદને કારણે તેનું રૂપ બદલાઇ જાય છે. મનોવૈજ્ઞાનિક રીતે જોઇએ તો પુરુષની ખુશી જે વાતોમાં છે, ક્યારેક-ક્યારેક મહિલાઓને તે વાતોમાં નથી રહેતી. જે સ્થિતિઓમાં મહિલાઓ પ્રસન્ન થઇ જાય છે, તે સંજોગો પુરુષોને નાખુશ પણ કરી શકે છે. પતિ જે સ્થિતિઓમાં પ્રસન્ન થાય, તે સ્થિતિઓ ક્યારેક-ક્યારેક પત્ની માટે અપ્રસન્નતાનું કારણ બની જાય છે. તેથી ખુશી સાથે આ વાત જોડાયેલી છે કે તે કોના જીવનમાં, કયા સ્વાદ સાથે ઉતરી રહી છે. ખુશી તો સંગાથમાં, વાતચીતમાં છે જ પણ તેને બે લોકો અલગ-અલગ રીતે ગ્રહણ કરે છે.

હકીકતમાં મહિલા અને પુરુષની રચના એવી રીતે થઇ છે કે તેમની કેટલીક ઇન્દ્રિયો સમાન હોવા છતાં પણ કેટલાક અંગ એવી રીતે જોડાયેલા છે, જે ખુશીનો રસ લેવાની ઢબ બદલી નાખે છે. આમ પણ મહિલા-પુરુષ સમાન નથી હોતા. જો તે બંને એકસમાન થઇ જાય તો જીવનનો રસ જ સમાપ્ત થઇ જશે.

તો બંનેમાં ભેદ તો હોય છે જ, પણ ભેદભાવ કરાવો અયોગ્ય છે. તેથી જીવનમાં જો ખુશી આવી રહી હોય તો આ મનોવિજ્ઞાન પર ધ્યાન આપો કે જો તમે પુરુષ છો અને મહિલા ખુશ દેખાઇ રહી છે તેમજ તમને સારુ નથી લાગતું તો તમારી અંદર રહેલા સ્ત્રીભાવને પકડો અને સ્ત્રી હો તો આવું જ પુરુષ સાથે કરો. પછી કદાચ બંનેની ખુશી એક-બીજાના આનંદને પ્રોત્સાહન આપશે.

X
article by vijayshanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી