નિષ્ફળતાનો ડર કાઢી નાખો

article by vijayshanker mehta

પં. વિજયશંકર મહેતા

Sep 07, 2018, 03:20 PM IST

આપણે સફળતાને આપણું અને નિષ્ફળતાને બીજાનું ઘર માનીને ચાલીએ છીએ. સફળ થઈ જઈએ તો લાગે છે કે પોતાના ઘરમાં રહીએ છીએ, બધું જ આપણું છે અને જ્યારે સફળતાથી દૂર જઈએ, તો તે નિષ્ફળતા એવી લાગે છે, જાણે બીજાનું ઘર હોય. ન તો આપણે તેમાં પ્રવેશીએ કે ન તો એ ઘર આપણા સુધી આવે. નિષ્ફળતા અથવા પરાજયથી દરેક માણસને બચવું હોય છે. એટલા માટે જ્યારે સફળ થઈએ, તો સૌથી પહેલા નિષ્ફળતાને ભૂલી જાઓ. તેના ડરને મગજમાંથી કાઢી નાખો.


અનેક લોકો સફળ થયા પછી પણ એ વાતે ભયભીત હોય છે કે આજે તો સફળ થઈ ગયા, પણ કદાચ કાલે ન થઈ શક્યા તો શું થશે? આજે સફળ થયા છો, તેનો આનંદ લો અને એવું માનીને ચાલો કે તેની ઊર્જા કાલે ફરીથી સફળ થવામાં રહેલી છે. નિષ્ફળતા મળે, ત્યારે પણ એવું ન માનવું કે તે કાયમી રહેશે. કાલે ફરીથી કોઈ સફળતા તમારી રાહ જોઈ રહી છે. પણ, જો માત્ર બીજાઓના આધારે જ વધારે સફળતા હાંસલ કરી હોય, તો પછી તેને તમારી દૂર ચાલ્યા જતા પણ વાર નહીં લાગે.

X
article by vijayshanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી