નવી ભૂલ સમજદારીનું માધ્યમ છે

article by vijayshanker mehta

પં. વિજયશંકર મહેતા

Sep 06, 2018, 01:59 PM IST

જો સૂર્યોદય થાય ત્યાં સુધી પ્રકાશની રાહ ન જોઇ શકતા હો તો, રાત્રે પ્રકાશની સંભાવના જરૂર શોધજો. જ્યારે તમે રાતમાં પ્રકાશને શોધવા જશો, તો આગિયા સાથે આવશે, ચંદ્રનો સહયોગ મળી જશે. અન્યથા કૃત્રિમ પ્રકાશ પેદા કરવો પડશે. પણ જે કંઇ પણ કરવું પડે, અંધકારમાં જ કરવું પડશે અને અંધકારમાં તમે અથડાઇ શકો છો, ભૂલ કરી શકો છો.


ઋષિ-મુનીઓએ તો કહ્યું છે કે માનવી અંધકારને કારણે જ ભૂલ કરે છે. અંધકાર એક પ્રકારની બેભાન અવસ્થા છે. તે જીવનમાં ઉતરે કે તમે અથડાશો. પણ આપણે વાત આ કરી રહ્યા છીએ કે સવારે સૂર્યના પ્રકાશની રાહ ન જુવો, અંધારામાં પણ પ્રયત્ન કરો.


પોતાનું અંધારુ કઇ રીતે દૂર કરી શકો છો. તે માટે તે સમયે જ સક્રિય થઇ જાવ. ભૂલ કરવાથી ભયભીત ન થાવ. સીધે-સીધુ સમજાવવામાં તો આમ આવે છે કે જીવનમાં ભૂલ ન કરવી જોઇએ પણ ઊંડાણમાં જઇએ તો આ સંવાદ ખોટો સાબિત થાય છે.


ભૂલ વિના કોઇ મોટું કામ થઇ જ નથી શકતું. ભૂલ થવાના ભયે કોઇ કામ જ ન કરે તો, તે મૂર્ખતા છે. કંઇ કામ કરશો તો ભૂલ તો થશે જ. એક બાદ બીજી ભૂલ થઇ જાય તો પણ ડરશો નહીં. પણ એક વાત હંમેશા ધ્યાનમાં રાખજો, તમે જે પહેલી ભૂલ કરી હતી તેવી જ બીજી ભૂલ ન થાય. એક વાર કરેલી ભૂલનું પુનરાવર્તન ન થાય. એક સમાન ભૂલ મુર્ખતા છે, કોઇ નવી ભૂલ સમજદારીનું માધ્યમ છે. તેથી જ્યારે અંધકારમાં ભૂલની સંભાવના વધી જાય છે, તેથી જીવનમાં જ્યારે પણ અંધકાર આવે, તે ક્ષણે પ્રકાશનું જે પણ સાધન મળે, તેને અપનાવી લો. ભૂલ કરવાથી ડરશો નહીં પણ એક સમાન ભૂલ વારં-વાર ન કરશો.
feedback : [email protected]

X
article by vijayshanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી