બીમારીમાં પણ યોગ જરૂર કરો

article by vijayshanker mehta

પં. વિજયશંકર મહેતા

Sep 01, 2018, 03:21 PM IST

હવે એવો સમય આવી ગયો છે કે તમે બીમાર ન હો તે પુરતુ નથી. રોગ કે બીમારીથી દૂર રહેવું ખૂબ સુખદ વાત છે. પણ તેના કરતા વધારે જરૂરી છે તમારુ આનંદિત રહેવું. બીમાર માનવી ખુશ ના રહી શકે તો તે સમજી શકાય કે તેના શરીરમાં કોઇ તકલીફ છે.


પણ જે સ્વસ્થ છે, જેઓ આ જાહેરાત કરે છે કે અમને કોઇ બીમારી નથી તેઓ પણ અંદરથી ખુશ નથી જણાતા. બીમારી અને આનંદ બિલકુલ અલગ-અલગ મામલો છે.


જ્યારે તમે બીમાર પડો છો ત્યારે મેડિકલ સાઇન્સના ભરોસે બેસી જાવ છો. મેડિકલ સાઇન્સ કહે છે કે તમને બીમારીનો કાંટો વાગ્યો છે તો અમે તે કાંટાને કાઢી નાખીશું પણ, ધ્યાન રાખો. બીમારીના સમયે દવાની સાથે યોગ પણ જરૂર કરો. કારણ કે દવાઓ કહેશે કે બીમારીનો કાંટો વાગવા પર અમે કામ લાગીશું, યોગ કહેશે કે અમે કાંટો વાગવા જ નહીં દઇએ. તમે જેવા યોગ કરો છો, સામાન્ય ભાષામાં તેને કહીશું કે ધુન વિના નાચવું.

એમ કહેવાય છે કે નાચવા માટે કોઇને કોઇ ધુન હોવી જોઇએ. જરૂરી પણ છે, પણ સાથે જ આ વાત પણ સત્ય છે કે ધુન વિના પણ નાચી શકાય છે. તે સમયની જે મસ્તી તમારી અંદર ઉતરે છે તે જળવાઇ રહે છે અને તેનું જ નામ જીવન છે. જન્મનો માનવીનો લઇ લીધો, મોત પણ માનવીની જેમ થઇ જશે અને આ બંને કામ પશુઓ સાથે પણ થાય છે. પણ આ આઝાદી તો માનવી પાસે જ છે કે તે દરેક સ્થિતિમાં પોતાના જીવનને બચાવી શકે છે. પ્રસન્નતા સાથે જીવી શકે છે. તેથી તમામ વ્યસ્તતા બાદ ચોવીસ કલાકમાં થોડો સમય યોગ માટે
જરૂર કાઢો.
feedback: [email protected]

X
article by vijayshanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી