આડંબર રહિત આસ્તિકતા

article by vijayshankarm mehta

પં. વિજયશંકર મહેતા

Sep 19, 2018, 03:11 PM IST

ધર્મમાં રહીને વધારે પડતો દેકારો, દેખાડો, પ્રદર્શન એક પ્રકારની નાસ્તિકતા જ ગણાશે. આજકાલ મંદિરોમાં, ધાર્મિક કાર્યક્રમો, શોભાયાત્રા, ધાર્મિક જુલૂસ વગેરેમાં અત્યંત વધારે પડતી ભીડ રહેવા માંડી છે. તો શું એવું માની લેવું જોઈએ કે નાસ્તિકતા ઓછી થઈ રહી છે, આસ્તિકતા વધી રહી છે? આસ્તિકતા એક પ્રકારનો સ્વાદ છે, નાસ્તિકતા બીમારી છે, પણ દેખાડો નાસ્તિકતા કરતાં પણ વધારે ખતરનાક છે. જે લોકો ભગવાનને નથી માનતા, કમ સે કમ તેઓ એ બાબતે તો સ્પષ્ટ છે કે તેઓ ભગવાનને નથી માનતા, પણ જે રીતે અત્યારે ભગવાનને માનવામાં આવી રહ્યા છે, તેમની પૂજા કરવામાં આવી રહી છે, તેમને અપનાવવામાં આવી રહ્યા છે, વહેંચવામાં આવી રહ્યા છે, આ બધું જ નાસ્તિકતા કરતાં પણ વધારે ખતરનાક છે.

સૌથી પહેલા તો ધર્મમાંથી પાખંડ, દેખાડાને દૂર કરવા જોઈએ, ત્યારે ધર્મ જીવવાનો મુદ્દો બની શકશે. નવી પેઢીની ફરિયાદ છે કે આટલી ભીડભાડ, આટલો પાખંડ જો ધર્મમાં છે, તો આવા ધર્મથી આપણે બચવું જોઈએ. હકીકતમાં તેઓ દેખાડાના ધર્મથી બચવાની પળોજણમાં ધર્મના વાસ્તવિક સ્વરૂપથી દૂર થઈ જાય છે અને આનું નુકસાન તેમને ભવિષ્યમાં ઉઠાવવું પડશે, જ્યારે જીવનમાંથી શાંતિ દૂર થઈ જશે. સફળતા તો તેમને મળી જશે, ખ્યાતિ પણ તેઓ મેળવી લેશે, પણ તેઓ ધર્મના મૂળ તત્ત્વ એવા પ્રાણને ગુમાવી બેસશે.

feedback : [email protected]

X
article by vijayshankarm mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી