નીતિથી કમાઓ, રીતિ થી ખર્ચો

article by vijayshankar mehta

પં. વિજયશંકર મહેતા

Sep 22, 2018, 03:42 PM IST

દુનિયાના તમામ ધર્મોએ ધનના મહત્ત્વને પોત-પોતાની રીતે સ્વીકાર કર્યુ છે. કોઇ પણ દેશનો, કોઇ પણ ધર્મ, કોઇને નાણા કે ધન કમાતા રોકતો નથી. તો આ વાત એકદમ નક્કી છે કે ધન કમાવવું જોઇએ, પણ જ્યારે ધન અને ધર્મ સાથે જોડાઇ જાય છે, ત્યારે ધર્મ કહે છે કે ધનને નીતિથી કમાવવામાં આવે. જો ધર્મથી વિમુખ થશો તો, ધન-સંપત્તિ તમને જ્વાળામુખીના ઢગલા સમાન દેખાશે, તેથી તેમાં ધર્મનો અંશ જરૂર રહેવો જોઇએ. શાસ્ત્રોમાં કહેવાયું છે કે,‘ વયં સ્યામ પતયો રયીણામ્.’ આ પંક્તિમાં કહેવાયું છે કે આપણે પોતાના ધન, ઐશ્વર્ય વગેરેના સ્વામી બનીએ. પણ હાલ આપણું ધન, આપણો વૈભવ આપણો માલિક બની ગયો છે.

આપણે તેમના ગુલામ બની ગયા છીએ. જો ધન ધર્મ સાથે જોડાય તો જ બધુ સાચું અને સારુ થઇ શકે છે અને જો ધન અધર્મતા સાથે જોડાયેલું રહેશે, તો જે કંઇપણ થશે તે ખોટું જ થશે. તો ધનનું મહત્ત્વ તો રહે પણ તે ધર્મની સાથે રહેવું જોઇએ. તે કારણે જ આધ્યાત્મ કહે છે કે નીતિથી કમાણી કરો, રીતિથી ખર્ચ કરો. ફકીરોએ કહ્યું છે કે આ દુનિયામાં જેટલી પવિત્રતાઓ છે, તેમાં સૌથી મોટી છે ધનની પવિત્રતતા. ધન અપવિત્ર હોય તો ઘણી બધી વાતો આપોઆપ અશુભ થઇ જશે. જીવનમાં અશુભથી બચવું હોય તો ધનને પોતાના કર્મ સાથે જોડી રાખો. ખૂબ કમાણી કરો, પરંતુ નીતિ સાથે.

feedback : [email protected]

X
article by vijayshankar mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી