જન્માષ્ટમી જણાવે છે કે આનંદનો પ્રકાશ ફેલાતો રહે

article by vijayshankar mehta

પં.વિજયશંકર મહેતા

Sep 04, 2018, 01:25 PM IST

જીવનની સફરમાં ઘણી બધી વસ્તુઓ ગુમ થઇ જાય છે અને ક્યારેક મળી પણ જાય છે. પણ આ સફરના પ્રારંભમાં જ આપણી સાથે એક વસ્તુ એવી આવી હતી જેને આપણે ક્યાંક રાખીને ભૂલી ગયા છીએ. તે છે આપણી ખુશી, આપણી પ્રસન્નતા. જ્યારે આપણે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ઉજવીએ છીએ ત્યારે એક નારો લગાવીએ છીએ - ‘નંદ ઘેર આનંદ ભયો.’ આમ નથી બોલતા કે નંદ કે લાલા ભયો.

તે લાલાને આનંદ માનવામાં આવ્યો છે અને જેમ-જેમ ભગવાન કૃષ્ણની બાળલીલા આગળ વધે છે, આપણને તેમનું વ્યક્તિત્વ સમજમાં આવી જાય છે કે તેઓ આનંદ વિખેરવા માટે આવ્યા છે. પણ કમાલ આ છે કે તેમણે એક કર્મયોગીના રૂપમાં આનંદ વેર્યો હતો. જ્યારે તેઓ ગીતાનું જ્ઞાન આપી રહ્યા હતા ત્યારે એક જ્ઞાનયોગી ખુશ રહીને કઇ રીતે પોતાના વિચારોને વાણી આપી શકે છે, તે શિખવી ગયા. આ વાત માટે શત્રુ પણ તેમની પ્રસંશા કરતા હતા કે કૃષ્ણમાં કંઇ એવું છે કે તેમની સાથે થોડી વાર પણ ઊભા રહી જાવ તો પછી તેઓ જે ચાહે છે, તે આપણે કરવું પડે છે. તે કયું આકર્ષણ હતું? તે માત્ર સંમોહન નહોતું, કોઇ જાદૂ નહોતો.


હકીકતમાં, કૃષ્ણનું રોમે-રોમ પ્રસન્નતાથી ભરેલું હતું. તેમની અંદર એટલી ખુશી હતી કે કોઇપણ કામ કરતા પહેલા આ નક્કી કરી લેતા હતા કે પોતાની આંતરિક પ્રસન્નતાને ગુમાવવી નથી. જન્માષ્ટમી આપણને દેખાડે છે કે આસપાસ દુ:ખ, તકલીફોનું ભલેને ગમે તેટલું અંધારુ છવાયેલું હોય, જીવનમાં ખુશીનો, આનંદનો પ્રકાશ ફેલાતો રહેવો જોઇએ.

X
article by vijayshankar mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી