રામાયણ કથા / રામચરિતમાનસનો કિષ્કિંધાકાંડ

article by vijay shanker mehta

પં. વિજયશંકર મહેતા

Mar 14, 2019, 06:19 PM IST

રામકથાની આ શ્રેણી અંતર્ગત ગત અંકમાં આપણે શ્રીરામચરિતમાનસનાે ત્રીજો કાંડ અરણ્યકાંડ પૂરો કર્યો. વધુ એક વાર યાદ કરી લઈએ કે શ્રીરામચરિતમાનસમાં કુલ સાત કાંડ છે અને દરેક કાંડ સાથે જીવન સાથે જોડાયેલાં મહત્ત્વનાં સૂત્રો સંકળાયેલાં છે. સૌથી પહેલો બાલકાંડ છે. તેમાં જોયું, જાણ્યું અને સમજ્યા કે જીવન સહજતાથી કેવી રીતે જીવી શકાય? બીજો કાંડ અયોધ્યાકાંડ છે. તેમાં જાણ્યું કે જીવનમાં સત્યને કેવી રીતે અપનાવી શકીએ. ત્યાર પછી અરણ્યકાંડમાં જાણ્યું કે જીવનમાં સંતુલન કેટલું અગત્યનું છે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય આ ત્રણેયનું સંતુલન સાધીને કઈ રીતે આગળ વધી શકાય.

  • કિષ્કિંધાકાંડ રામચરિતમાનસનો દિવ્ય કાંડ છે. આ કાંડમાં રામકથામાં પહેલી વાર હનુમાનજી પ્રવેશે છે. એ સાથે જ રામકથાનો ભાવ બદલાઈ જાય છે

આ દિવ્ય ગ્રંથનો ચોથો ભાગ કિષ્કિંધાકાંડ છે. આ અંકથી આપણે કિષ્કિંધાકાંડના વિવિધ પ્રસંગોના માધ્યમથી જાણીશું કે મનુષ્યના જીવનમાં કેવા સ્વરૂપે સંઘર્ષ આવે છે. આ આખા કાંડમાં સંઘર્ષની કથા આવે છે. તેમાં ભગવાન શ્રીરામ સંઘર્ષની જુદી જુદી વ્યાખ્યાઓ આપતા જણાવે છે વ્યક્તિ પોતાના લક્ષ્ય પર જ્ઞાન, કર્મ અને ભક્તિ એમ ત્રણ માર્ગેથી પહોંચે છે. કોઈ પણ એક માર્ગથી ન ચાલી શકે. આ ત્રણેયને નાના-મોટા કરીને જીવવું પડે છે. કોઈ એક જ દિવસે એવું બને કે આપણે સવારે જ્ઞાન માર્ગે થોડા આગળ વધીએ, બપોરે કર્મના માર્ગે અને સાંજે ભક્તિમાં ડૂબી જઈએ, પરંતુ ત્રણેય માર્ગે જવું પડે અને આ ત્રણેય માર્ગોમાં સંઘર્ષ આવે છે.

કિષ્કિંધાકાંડ રામચરિતમાનસનો ખૂબ દિવ્ય કાંડ છે. આ કાંડમાં રામકથામાં પહેલી વાર હનુમાનજી પ્રવેશે છે. તેમના પ્રવેશ સાથે જ રામકથાનો ભાવ બદલાઈ જાય છે. સુંદરકાંડમાં હનુમાનજી જે સફળતા મેળવે છે તેની પૃષ્ઠભૂમિ, તેની યોજના કિષ્કિંધાકાંડમાં જ ઘડાઈ હતી. તેથી જે લોકોને સફળતાનો અર્થ જાણવો છે, સફળતા મેળવવી છે તેને શ્રીરામચરિતમાનસના કિષ્કિંધાકાંડમાંથી ચોક્કસપણે પસાર થવું જોઈએ. સંઘર્ષ કર્યા વગરની સફળતા તકલાદી હોય છે.

કિષ્કિંધાકાંડનું દરેક પાત્ર જેમ કે ભગવાન શ્રીરામ, વાનરરાજ સુગ્રીવ વગેરે સમસ્યાથી ઘેરાયેલા અને હેરાન-પરેશાન જોવા મળશે. કોઈ વિરહથી પરેશાન, કોઈ હતાશાથી પરેશાન, પણ એક દિવસ બધાની મુશ્કેલીઓનો અંત આવે જ છે. ભગવાન કહે છે મુશ્કેલીઓ દરેકના જીવનમાં આવતી રહે છે. આપણી મુસીબતોનું કારણ આપણે પોતે છીએ અને તેનો ઉકેલ પણ આપણે જ લાવવાનો છે. એટલા માટે મુશ્કેલીનું કારણ કે સમસ્યાનો ઉકેલ તમારી ભીતરમાં રહેલો છે. તેને શોધવો જોઈએ. સમસ્યાઓના અંતે મળતું સુખ જીવનને આનંદથી છલકાવી દે છે.
સાર: જે લોકોને સફળતાનો અર્થ જાણવો છે, સફળતા મેળવવી છે તેને શ્રીરામચરિતમાનસના કિષ્કિંધાકાંડમાંથી ચોક્કસપણે પસાર થવું જોઈએ.

X
article by vijay shanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી