ક્રોધ-અહંકાર પર કાબૂ

article by vijay shanker mehta

પં. વિજયશંકર મહેતા

Sep 14, 2018, 01:31 PM IST

બાળકોનો ઉછેર બે રીતે થતો હોય છે. દુન્યવી સ્તરે શિક્ષણ, કરિયર અને ભવિષ્યમાં તેમનો પરિવાર. પુત્રી હોય તો સારો જમાઈ શોધવો, પુત્ર હોય તો પુત્રવધૂ લાવવી એ તેમનો ભાવિ પરિવાર છે. તેમાં માતા-પિતાની ભૂમિકા હોય જ છે. આવું જ એક આંતરિક સ્તર પણ હોય છે, જે દુન્યવી કરતાં વધારે મહત્ત્વનું છે. અંદર કશુંક બનવા માટે માતા-પિતાએ પ્રયાસો કરવા પડશે.


આંતરિક ઉછેરમાં બાળકોના ગુસ્સા અને અહંકાર પર આંતરિક સ્તરે કામ કરવું પડશે. આ ઘટનાઓ દેખાતી હોય છે દુન્યવી, પણ બને છે અંતરમાં. જો દુન્યવી ઉછેરમાં બાળકોની અંદરના ક્રોધ અને અહંકાર પર કામ ન થયું, તો સૌથી મોટી કિંમત તેઓ ત્યારે ચૂકવશે, જ્યારે તેમનો પરિવાર વસશે. બાળકોના પારિવારિક ભવિષ્ય માટે તેમની અંદરના ક્રોધ-અહંકારને કાબૂ કરો. આના માટે અમે હનુમાન ચાલીસા દ્વારા મેડિટેશનનો ચોવીસ મિનિટનો કોર્સ દેશ-દુનિયામાં શીખવી રહ્યા છીએ. તમે પણ શીખો. ક્રોધ અને અહંકાર પર અંકુશ માટેનો આ સૌથી અસરકારક ઉપાય હોઈ શકે છે.

X
article by vijay shanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી