વિકટ સમસ્યાઓના સરળ ઉપાયો

article by prashant patel

પ્રશાંત પટેલ

Sep 06, 2018, 03:04 PM IST

સુખ-દુ:ખ જીવનરૂપી સિક્કાની બે બાજુઓ છે. જીવનમાં જ્યારે દુ:ખ, કષ્ટ, અંતરાયો, નિષ્ફળતાઓ, આર્થિક મુશ્કેલીઓ વગેરે આવી પડે ત્યારે નિરાશ થયા વગર જ્યોતિષશાસ્ત્રમાં વર્ણિત વિવિધ સમસ્યાઓના ઉપાયો કરવા જોઇએ. જે ખૂબ જ સરળ અને સાત્ત્વિક છે. તેને કોઇ પણ કરી શકે છે અને ઇચ્છિત લાભ મેળવી શકે છે.


ગ્રહ દોષ નિવારણના રામબાણ ઉપાયો:
નવ ગ્રહોની અનુકૂળ કે પ્રતિકૂળ અસર મનુષ્ય પર થતી જોવા મળે છે. કુંડળીમાં જાતકનો જે ગ્રહ ખરાબ હોય તેને શાંત કરવા તે ગ્રહ સંબંધિત વિવિધ પ્રકારના ઉપાયો કરવામાં આવે છે. ગ્રહ વિશેષના ઉપાયો અલગ અલગ હોય છે, પણ જ્યોતિષશાસ્ત્રમાં એવો રામબાણ ઉપાય પણ છે જે કોઇ પણ ગ્રહની પ્રતિકૂળતાને દૂર કરી શકે છે.

મોરપંખ ઘરમાં રાખવાથી સર્વત્ર સુખ અને સન્માનની પ્રાપ્તિ થાય છે. તેનાથી ભોજપત્ર પર લાલ ચંદનની શ્યાહીથી કોઇ મંત્ર લખાય તો તાત્કાલિક ફળ મળે છે

આકડો, ધતૂરો, અપામાર્ગ, વડ અને પીપળાનું મૂળ, શમી વૃક્ષ, આંબો તથા ગૂલરનાં પાન માટીના એક નવા વપરાશ ન કર્યો હોય તેવા કળશમાં ભરીને તેમાં ગાયનું દૂધ, ઘી તથા ગૌમૂત્ર નાખો. ચોખા, ચણા, મગ, ઘઉં, કાળા તથા સફેદ તલ, સફેદ કે પીળા સરસવ અને મધ પણ તે કળશમાં નાખીને માટીના જ ઢાંકણ વડે બંધ કરીને કોઇ પણ શનિવારે સંધ્યાકાળે પીપળાના મૂળની પાસે એક ખાડો ખોદીને જમીનમાં આશરે એક ફૂટ નીચે દાટી દો. ત્યારબાદ તે જ પીપળાની નીચે અથવા કોઇ મંદિરમાં બેસીને ગાયના ઘીનો દીવો પ્રગટાવી અગરબત્તી કરવી. આટલું કર્યા પછી નીચે જણાવેલા મંત્રનો એક માળા જાપ કરવો. મંત્રમાં અમુકંની જગ્યાએ જે ગ્રહથી પીડાતા હો તે ગ્રહનું નામ બોલવું.


મંત્ર: ૐ નમો ભાસ્કરાય (અમુકં) સર્વ
ગ્રહાણાં પીડા નાશમ્ કુરુ કુરુ સ્વાહા


ઉપરોક્ત તંત્ર, મંત્ર સર્વે ગ્રહોની અનિષ્ટતા દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. તેથી કોઇપણ ગ્રહની ખરાબ દશામાં શનિવારના દિવસે સંધ્યાકાળે આ પ્રયોગ કરવો. આ પ્રયોગ કે ક્રિયા ગ્રહપીડિત જાતકે પોતાના ઘરમાં જ કરવી. જરૂરી વિધિ માટે બહાર જઇ શકાય.


આ પ્રયોગમાં જાતકે મૌન રહીને બધી જ વસ્તુઓ કળશમાં નાખવી જોઇએ. એક વાર ઢાંકણ ઢાંક્યા પછી ફરીથી ન ખોલવું. આ સિવાય વૃક્ષના મૂળને ભેગા કરતી વખતે મૂળને હાથથી જ તોડવું અથવા કોઇની પાસે તોડાવીને મંગાવો.


આ ઉપાયના પ્રભાવે બધા જ ગ્રહોનો ઉપદ્રવ નષ્ટ થઇ જાય છે તથા દરિદ્રતાનો પણ નાશ થાય છે. રોગ, કષ્ટ, ઉપદ્રવ તથા નિષ્ફળતાઓ દૂર થાય છે. આ ક્રિયા કર્યા પછી જાતકને કોઇ ગ્રહ વિશેષની પીડાનો ભય નહીં રહે. આ પ્રયોગ ખૂબ જ સરળ છે અને કોઇ પણ કરી શકે છે.


વ્યાપારમાં લાભ મેળવવા:
ઓફિસમાં કે દુકાનમાં પ્રવેશદ્વાર અથવા કોઇપણ એક ખૂણાને ગંગાજળથી ધોઇને ત્યાં સ્વસ્તિકનું ચિહ્્ન બનાવવું. આ જગ્યાએ દરરોજ ચણાની દાળ તથા ગોળ મૂકીને પૂજન કરવું. આ પ્રયોગ કોઇપણ માસના સુદ પક્ષના ગુરુવારે શરૂ કરવો અને સળંગ અગિયાર ગુરુવાર સુધી કરવો. ગણેશજીના મંદિરમાં જઇને તેમને સિંદૂર તથા લાડુનો ભોગ ધરાવવો. આ દરમિયાન ‘જય ગણેશ કાટો કલેશ’ ઉચ્ચારણ કરતા રહેવું. આટલું કરવાથી વ્યાપારમાં ઉન્નતિ અને લાભ થશે.


ધનવૃદ્ધિ માટે:
દરેક વ્યક્તિ નોકરી, વેપાર, વ્યવસાય, ખેતી વગેરે દ્વારા ધનપ્રાપ્તિ કે પોતાના ધનમાં વૃદ્ધિ કરતી હોય છે. ગમે તેટલી મહેનત કરવા છતાં પણ ધનમાં વૃદ્ધિ ન થઇ રહી હોય તો દરરોજ ભગવતી માતા લક્ષ્મીનું ધૂપ-દીપ સાથે વિધિવત્ પૂજન કરવું ત્યારબાદ માતાજીને આહ્્વાન કરવા પ્રાર્થના કરવી કે ‘હે દેવી, મારા ઘરના દારિદ્રયનો નાશ કરો. મારા પરિવારને ધન-ધાન્યથી સમૃદ્ધ કરો.’ આ સિવાય નીચેના મંત્રનો સવાર-સાંજ એક-એક માળા જાપ સતત 43 દિવસ સુધી કરો.
મંત્ર: ૐ હ્રીં હ્રીં ૐ દક્ષિણાય પશ્ચિમાય ઉત્તરાયણ પૂર્વ સર્વજન વશ્યમ કુરુ કુરુ સ્વાહા|


સુખ અને સન્માનની પ્રાપ્તિ માટે:
મોરપંખ ઘરમાં રાખવાથી સર્વત્ર સુખ અને સન્માનની પ્રાપ્તિ થાય છે. તેનાથી ભોજપત્ર પર કોઇ મંત્ર લખાય તો તેનું તાત્કાલિક ફળ મળે છે. મંત્ર લખવા માટે લાલ ચંદનની શ્યાહીનો ઉપયોગ કરવો જોઇએ.


કાર્યમાં સફળતા માટે:
કોઇપણ કાર્ય વિશેષ માટે જતાં પહેલાં એક ડાઘ વિનાના લીંબુને ગાયના છાણમાં દબાવીને તેના પર સિંદૂર છાંટી દેવું પછી પોતાના કાર્યમાં સફળતા મળે તેવી પ્રાર્થના કરવી. આ સરળ પ્રયોગના પ્રભાવે ચોક્કસ કાર્ય સફળ થશે.


ઋણ મુક્તિ માટે:
સુદ પક્ષના પ્રથમ મંગળવારે સ્નાન કરીને પ્રાત:કાળે શિવાલય જવું. શિવલિંગ પર જળાભિષેક કરીને મસૂરની દાળ નીચેના મંત્રનું ઉચ્ચારણ કરતાં કરતાં ચઢાવવી. આવું દર મંગળવારે કરવું. ધીરે ધીરે બધું જ દેવું ઉતારી શકશો. જાપ પછી ઋણમુક્તિ માટે પ્રાર્થના કરવી.
મંત્ર : ૐ ઋણ મુક્તેશ્વર મહાદેવાય નમ:
[email protected]

X
article by prashant patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી