Back કથા સરિતા
એન. રઘુરામન

એન. રઘુરામન

(પ્રકરણ - 10)
લેખક વરિષ્ઠ પત્રકાર છે. તેમની ડેઇલી કોલમ ‘મેનેજમેન્ટ ફંડા’ દરરોજ સાડા ત્રણ કરોડ લોકો વાંચે છે.

કમ્પોસ્ટિંગ માટે કચરાના ક્રાઉડસોર્સિંગનો નવો આઇડિયા

  • પ્રકાશન તારીખ24 Sep 2018
  •  

ક્રાઉડસોર્સિંગ અંગ્રેજી શબ્દ છે, જેનો આજકાલ ખૂબ વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, કારણ કે ઘણા લોકો કોઇ ગરીબ દર્દીની સારવાર અથવા ગરીબ વિદ્યાર્થીનો અભ્યાસ પૂરો કરવામાં મદદ માટે અથવા કોઇ ફિલ્મના નિર્માણ અથવા તેને પૂરી કરવા અથવા કોઇ એવી ફેક્ટ્રી શરુ કરવામાં મદદ માટે લોકો પાસેથી પૈસા એકઠા કરે છે, જેનો આઇડિયા તો ખૂબ સારો છે પણ તે વ્યક્તિ પાસે પૈસા નથી. લોકો તેમાં નાણા રોકે છે અને પછી તેમને તેનો ફાયદો મળે છે. તે સિવાય સ્ટાર્ટઅપ પણ સંપૂર્ણપણે આવા જ ક્રાઉડસોર્સિંગ પર આધારિત હોય છે.


પણ કચરાના સંગ્રહણ માટે ક્રાઉડસોર્સિંગ શબ્દનો ઉપયોગ તે પણ તેવા દિવસે જ્યારે મોટાભાગના જળાશયો અથવા ઓછામાં ઓછો મુંબઈનો સમુદ્ર તો અનંત ચતુર્દશી ઉજવ્યા બાદ ટનબંધ કચરો કિનારા પર છોડતો હોય, આવી કોઇ વાત તો સાંભળવામાં જ નથી આવી. વ્યવસાયિક અર્થમાં શક્ય છે, આ કોઇ સફળતાની કહાણી ન હોય પર અમોલ મુકેવાર પાસે તેનો નિશ્ચિત પ્લાન છે અને તેમનો પાઇલટ પ્રોજેક્ટ સફળ પણ થઇ ગયો છે. બેંગલુરુ નિવસી કેમિકલ એન્જીનિયર મુકેવાર અને તેમના સાત અન્ય મિત્ર છેલ્લા ચાર મહિનાથી પોતાના ઘરની નજીક કમ્પોસ્ટ તૈયાર કરનારા એપાર્ટમેન્ટ અને ઘરોમાંથી તેને એકત્ર કરી રહ્યા છે..

એવા લોકો પણ છે, જેઓ કમ્પોસ્ટ તૈયાર કરે છે પણ નથી જાણતા કે આ વધારાના કમ્પોસ્ટનું શું કરીએ? તેથી મુકેવાર તેમની પાસેથી કમ્પોસ્ટ એકત્ર કરે છે અને નજીકના ગામમાં આવેલા પોતાની જમીનના નાના ટુકડા પર અને ત્યાંના તમામ ખેડૂતોને મોકલી આપે છે. તેઓ તેમને ઓર્ગેનિક શાકભાજી પેદા કરવાનું શિખવે છે અને તેમાં તેમની મદદ કરે છે. જે શાકભાજી પેદા થાય છે તે પડતર કિંમતે આઠેય મિત્રો વચ્ચે વહેંચી દેવામાં આવે છે, જ્યારે બાકીની વ્યવસાયિક વેચાણ માટે મોકલી આપવામાં આવે છે. જેથી ગામના ખેડૂતો ઓર્ગેનિક બની રહેવા માટે પ્રોત્સાહિત થતાં રહે.

તેમનો આઇડિયા છે કે કમ્પોસ્ટ તૈયાર કરવામં યોગદાન આપનારા પરિવારોને સસ્તી કિંમતો પર ઓર્ગેનિક શાકભાજી તે રીતે જ આપવામાં આવે જેમ કંપનીના શેરધારકોને લાભાંશ મળે છે, જ્યારે કામદારો (અહીં ખેડૂતો)ને પગાર અને બોનસ (નફો) મળે છે.


બેંગલુરુના જ 38 વર્ષીય મુરલીકૃષ્ણે જોયું કે લોકો કમ્પોસ્ટિંગ અને તેના ફાયદાઓ વિશે જાણે છે. પણ કોઇપણ એક સ્તરથી આગળ પહેલ કરવા તૈયાર નથી. 2014માં અમેરિકાથી ભારત પરત ફર્યા બાદ મુરલીકૃષ્ણે માત્ર પોતાના ઘરમાં જ પેદા થતાં ભીના કચરાથી જ નહીં, બલકે સમગ્ર કૉલોનીમાંથી કચરો એકઠો કરીને કમ્પોસ્ટિંગ શરૂ કર્યુ હતું. લગભગ 75 ક્રેટ્સમાં 500-600 કિલો ભીનો કચરો સમાઇ જાય છે.


તેમણે આમાં 5 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે અને કમ્પોસ્ટના વેચાણથી 10 લાખ રૂપિયા કમાયા છે. તેઓ 8 રૂપિયા કિલોના ભાવે કમ્પોસ્ટ વેચે છે અને નફાને વિસ્તારને સ્વચ્છ રાખવા અને કર્મચારીઓના પગાર પાછળ ખર્ચ કરે છએ. તેઓ અમેરિકાથી પરત ફર્યા બાદથી પાંચ વર્ષથી આમ કરી રહ્યા છે. કૉલોનીના લોકો તેમને ‘કમ્પોસ્ટિંગ સ્ટાર’ કહે છે અને સ્વેચ્છાએ ઘરનો ભીનો કચરો તેમના સુધી પહોંચાડે છે. તેઓ મહિનામાં 700 કિલો કમ્પોસ્ટ તૈયાર કરે છે 300 કિલો કમ્પોસ્ટ વેચી દે છે, જ્યાં 1500 મકાન છે. એક અન્ય બેંગલુરુ નિવાસ અને આઇટી ફર્મમાં કામ કરનારા પ્રવીણ કુમાર પાંચ વર્ષથી વીકેન્ડ કમ્પોસ્ટર છે. તેમણે પોતાના જ ટેરેસ ગાર્ડન માટે તેની શરૂઆત કરી હતી અને આજે તેઓ કૉલોનીના દરેક તે સભ્ય માટે આમ કરી રહ્યા છે, જેઓ વીકેન્ડમાં તેમની પાસે ભીના કચરાની આખી ડોલ ભરીને આવે છે. તેઓ તેમને કમ્પોસ્ટિંગ વિશે સલાહ પણ આપે છે.

ફંડા એ છે કે અત્યારસુધી વ્યવસાયિક સ્તરે ઉપેક્ષિત કચરાના ક્ષેત્રથી એક નવા હોદ્દાનું નામ સામે આવી રહ્યું છે - કમ્પોસ્ટિંગ ઓર્ગેનાઇઝર- અને નિશ્ચિત રીતે તે સ્ટાર આઇડિયા છે.

raghu@dbcorp.in

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP