એશિયા કપ 2018 - એશિયામાં સિંહ કે શિયાળ?

article nirav panchal

નીરવ પંચાલ

Sep 16, 2018, 12:05 AM IST

ભારતીય ક્રિકેટ ટીમની ઇંગ્લેન્ડ ટૂરનાં ધાર્યાં મુજબ પરિણામ આવ્યાં છે. જો અને તો વચ્ચેનાં સમીકરણો વચ્ચેથી હજુ પણ ટીમ બહાર આવી શકી નથી. પ્રથમ, ચોથી તેમજ પાંચમી ટેસ્ટની ઓછામાં ઓછી એક ઇનિંગ દરમિયાન બંને ટીમ વચ્ચેનો તફાવત પૂંછડિયા બેટ્સમેનના રન કોન્ટ્રિબ્યુશનનો રહ્યો. આજથી એશિયા કપ શરૂ થાય છે. ભારતીય ટીમ હવે 2 અઠવાડિયા સુધી સફેદ કિટને બદલે લિમિટેડ ઓવર્સની બ્લુ કિટ અપનાવશે અને ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ટુર્નામેન્ટમાં ભાગ લેશે. અગાઉથી જાહેર થઇ ગયું છે એ મુજબ વિરાટ કોહલીના વર્કલોડને ધ્યાનમાં રાખતાં ટીમ મેનેજમેન્ટે એને આરામ આપ્યો છે અને એના સ્થાને હવે રોહિત શર્માની કપ્તાની હેઠળ મેન ઈન બ્લુ એશિયામાં લિમિટેડ ઓવર્સ ગેમમાં પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે પ્રયત્નો કરશે. એશિયા કપમાં આ વર્ષે હોંગકોંગનો પણ સમાવેશ થયેલો છે. હોંગકોંગ, અફઘાનિસ્તાન જેવી એસોશિયેટ ટીમ અને 4 ફૂલ આઈસીસી મેમ્બર્સ સાથે આ વર્ષે એશિયા કપ રમાશે. અહીં ઉલ્લેખનીય છે કે 2016માં બાંગ્લાદેશમાં યોજાયેલ એશિયા કપમાં ફાઇનલ પહેલાં મહેન્દ્રસિંહ ધોનીનું કપાયેલ માથું લઇને દોડતા તાસ્કિન એહમદના ફોટોગ્રાફને લઇને કોન્ટ્રોવર્સી ઊભી થઇ હતી અને જેમ વર્ષોથી ચાહકો જોવા ટેવાયેલા છે તેમ મહેન્દ્રસિંહ ધોનીએ સિક્સ મારીને મેચ ફિનિશ કરી હતી.

એશિયા કપની શરૂઆત 1984થી થઈ હતી જેમાં ભારતે 6 વાર જીત હાંસલ કરેલી છે

2015માં ત્યારના બી.સી.સી.આઈ. પ્રેસિડેન્ટ અનુરાગ ઠાકુરે જાહેર કર્યું હતું કે 2018નો એશિયા કપ ભારતમાં યોજાશે. પરંતુ, ભારત અને પાકિસ્તાન વચ્ચેના પોલિટિકલ ટેન્શનને કારણે એશિયા કપ ભારતમાં ન યોજાઈ ન શકે એવું વાતાવરણ સર્જાયું હતું। એ સમયે યુએઈએ બીસીસીઆઈને એશિયા કપ યુએઈમાં યોજવા માટે આમંત્રણ આપ્યું અને એ મુજબ હવે એશિયા કપ યુએઈમાં રમાશે. એશિયામાં ક્રિકેટ રમતા દેશોમાં સૌહાર્દપૂર્ણ સંબંધો જળવાઈ રહે એના પ્રતીક રૂપે એશિયા કપની શરૂઆત 1984થી થઇ હતી જેમાં ભારતે 6 વાર જીત હાંસલ કરેલ છે જ્યારે શ્રીલંકાએ 5 વાર તેમજ પાકિસ્તાને 2 વાર એશિયા કપ જીત્યો છે. ચાલો જોઈએ દરેક ટીમનું બેલેન્સ આ વર્ષે કેવુંક છે.


ભારત: ટેસ્ટમેચમાં ભારતીય બેટ્સમેનનું ફોર્મ ભલે કંગાળ રહ્યું હોય પણ એશિયન કન્ડિશન્સ અને લિમિટેડ ઓવર્સ ફોર્મેટમાં ભારતીય બેટિંગ લાજવાબ છે. કિંગ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમની બેટિંગનો મદાર રોહિત શર્મા, ધવન, રાહુલ, જાધવ, રાયડુ અને ધોની ઉપર રહેશે. મનીષ પાંડે તેમજ હાર્દિક પંડ્યા ઉપર પણ નજર રહેશે. સ્પિન ડિપાર્ટમેન્ટમાં ચહલ, કુલદીપ અગ્રેસર રહેશે, અક્ષર પટેલને એના કાઉન્ટી ક્રિકેટના પરફોર્મન્સ બાદ પુનરાગમન પર ભરપૂર આશાઓ હશે.


પાકિસ્તાન: આમિર અને હસન અલી જેવા વર્લ્ડક્લાસ બોલર્સવાળી મરક્યૂરીઅલ પાકિસ્તાન ટીમ સરફરાઝ એહમદની કેપ્ટનશિપ હેઠળ ખૂબ આગળ વધી ગઈ છે. ઓપનિંગમાં ફકર ઝમાન, બાબર આઝમ અને શોએબ મલિક, તેમજ મોહંમદ હાફિઝ જેવા નવોદિત અને અનુભવી એમ બંને ખેલાડીઓનું પરફેક્ટ કોમ્બિનેશન ધરાવતી ટીમ આ વર્ષે એશિયા કપ જીતવા માટે પોતાને સ્ટ્રોંગ કન્ટેન્ડર માને છે.


બાંગ્લાદેશ: બાંગ્લાદેશ માટે સૌથી મોટી સમસ્યા શાકિબની ફિટનેસ છે. આ પહેલાં સબ્બીર રેહમાનના સસ્પેન્શનને કારણે બાંગ્લાદેશની તકલીફો વધેલી છે. તમીમ ઇકબાલ, રુબેલ હુસેન, મહેંદી હસન તેમજ મહમુદુલ્લાહ પર ટીમનો મદાર રહેશે.


શ્રીલંકા: સાઉથ આફ્રિકા સામે 3-2થી હાર્યા પછી પણ શ્રીલંકાનું પરફોર્મન્સ ખૂબ સુધર્યું છે. એશિયા કપ જીતવા માટે ચંદીમલ, એન્જેલો મેથ્યુસ, લસિથ મલિંગા, થિસારા પરેરા તેમજ ઉપુલ થરંગા જેવા અનુભવી ખેલાડીઓના પરફોર્મન્સની જરૂર પડશે.
[email protected]

X
article nirav panchal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી