સ્પોર્ટ્સ / આવી ગઈ આઈપીએલ આરંભ હૈ પ્રચંડ!

article nirav panchal

નીરવ પંચાલ

Mar 24, 2019, 04:02 PM IST

આઇપીએલ 2019નું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. દરેક ફ્રેન્ચાઇઝ ટ્રોફી પર પોતાનો અધિકાર સાબિત કરવા માટે પૂરું જોર લગાવશે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી લોકસભાની ચૂંટણી સાથે ક્લેશ થવાને કારણે શરૂઆતની 17 મેચનું શિડ્યુલ જાહેર થયું છે. અગાઉ 2009માં આવી પરિસ્થિતિ ઉદ્્ભવવાને કારણે કેન્દ્ર સરકારે સુરક્ષના મુદ્દે અસમર્થતા દર્શાવી હતી જેના કારણે આઇપીએલ સાઉથ આફ્રિકામાં યોજવામાં આવી હતી.

  • આઈપીએલમાં રસાકસી જામતી હોય છે. આજે વાત કરીએ એવી ટીમ્સની કે જેઓ પોતાની ક્ષમતા પ્રમાણે રમી શકી નથી

આઇપીએલ 2018 ઓક્શનમાં ઘરડાઓની ટીમ જેવા શબ્દો કહીને ચેન્નાઈની ટીમને ઓછી આંકવામાં આવી હતી, પરંતુ ટ્રોફી જીતીને પોતાના તમામ ટીકાકારોને ચેન્નાઈની ટીમે ચૂપ કરાવી દીધા હતા. આ વર્ષે બધી જ ફ્રેન્ચાઇઝે ઓક્શનમાં કુલ મળીને 106.80 કરોડ જેટલી માતબર રકમ ખર્ચીને 60 ખેલાડીઓ ખરીદ્યા છે. જેમાં જયદેવ ઉનડકટ અને અનકેપ્ડ વરુણ ચક્રવર્તીને સૌથી વધુ 8.4 કરોડ ચૂકવાયા છે. કિંગ્સ ઇલેવન પંજાબે 32.50 કરોડ ચૂકવીને નવા 13 ખેલાડીઓ ખરીદ્યા છે, જે સૌથી વધુ છે. દિલ્હી કેપિટલ્સ (પહેલાં ડેરડેવિલ્સ), રોયલ ચેલેન્જર બેંગ્લોર અને પંજાબ હજુ સુધી એકય ટાઇટલ જીતી શકી નથી.
રોયલ ચેલેન્જર બેંગ્લોર સ્ટાર્સથી ભરપૂર ટીમ હોવા છતાં પોઇન્ટ ટેબલના તળિયે જ જોવા મળતી હોય છે. કેપ્ટન કોહલી, ડી વિલર્સ અને ચહલ જેવા ટી 20ના સ્ટાર ખેલાડીઓ હોવા છતાં ટીમ છેલ્લાં 2 વર્ષથી પ્લે ઓફમાં પણ ક્વોલિફાય થઈ શકી નથી. આ વર્ષે કોલીન ડી ગ્રાન્ડહોમ અને વોશિંગ્ટન સુંદર સાથે ચહલ પર મજબૂત પરફોર્મન્સ આપવાની જવાબદારી રહેશે.

દિલ્હી કેપિટલ્સ પાસે આ વર્ષે અદ્્ભુત બેટિંગ લાઇનઅપ છે. શિખર ધવન, પૃથ્વી શો, રિષભ પંત અને શ્રેયસ ઐયર જેવા એગ્રેસિવ બેટ્સમેનને લીધે આ વર્ષે સાતત્યપૂર્વક દેખાવ કરી શકે એવી પોઝિશનમાં ટીમ આવી ગઈ છે.
કિંગ્સ ઇલેવન પંજાબ છેલ્લે 2014 ફાઇનલમાં પહોંચી હતી, એ પછી ટીમનો દેખાવ પ્રભાવશાળી રહ્યો નથી. અશ્વિનની કેપ્ટનશિપ હેઠળ ક્રિસ ગેઇલ, રાહુલ, મયંક અગરવાલ, ડેવિડ મિલર જેવા બેટ્સમેન અને સેમ કુરાન, અંકિત રાજપૂત અને શમી જેવા બોલર્સ સાથે ટીમ પહેલાં કરતાં વધુ બેલેન્સ્ડ લાગે છે. અશ્વિન અને મુજિબની ઘાતક સ્પિન બોલિંગ કોઈ પણ વિરોધી ટીમના સમીકરણ વીંખી નાખવા જેટલા સક્ષમ છે.
[email protected]

X
article nirav panchal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી