સ્પોર્ટ્સ / રમતવીરોની રોમાંચક લવસ્ટોરીઝ

article by niravl panchal

નીરવ પંચાલ

Feb 10, 2019, 06:31 PM IST

વેલેન્ટાઇન્સની મોસમમાં જ્યારે ચારેકોર પ્રેમ છલકાતો જોવા મળતો હોય ત્યારે સ્પોર્ટ્સ જગત પણ કઈ રીતે બાકાત રહી શકે. એથ્લિટ્સને તો આખું વર્ષ મેડલ્સ અને ટ્રોફી જીતવાની રેસની જદ્દોજિહાદ તો ચાલતી જ હોય છે અને એમ જ ક્યાંક ને ક્યાંક પોતાના સ્પોર્ટ્સ કે પછી બીજા સ્પોર્ટ્સના એથ્લિટ્સ સાથે એમની આંખો મળે ત્યારબાદ એકબીજાનાં સપનાં સાથે જીવવાની કોશિશ કરતા રહે છે. ચાલો આજે જાણીએ એવા સ્પોર્ટ્સ કપલ વિશે કે જેમને પોતાનો વેલેન્ટાઇન મળી ગયા બાદ એકબીજાની કરિયરમાં આગળ વધવા માટે ભરપૂર સાથ આપે છે.

  • સાથી એથ્લિટ્સ સાથે એમની આંખો મળે ત્યારબાદ એકબીજાનાં સપનાં સાથે જીવવાની કોશિશ કરતા રહે છે

પુલેલ્લા ગોપીચંદ અને પીવીવી લક્ષ્મી: રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર વિજેતા પુલેલ્લા ગોપીચંદ એક લિજેન્ડ છે. અર્જુન એવોર્ડ તેમજ દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા એવા ગોપીચંદનાં લગ્ન પીવીવી લક્ષ્મી સાથે 2002માં થયાં. અહીં નોંધનીય છે કે લક્ષ્મી એ 1992 ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલું અને ત્યારબાદ 1996 ઓલિમ્પિક્સમાં પણ ભારતની ટીમની એક મહત્ત્વપૂર્ણ બેડમિન્ટન પ્લેયર રહી ચૂકી છે.
સાઇના નેહવાલ અને પી. કશ્યપ: ભારતની સુપરસ્ટાર શટલર અને ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિનર સાઇના નેહવાલે પણ ગત વર્ષે બેડમિન્ટન સ્ટાર પી. કશ્યપ સાથે લગ્ન કર્યાંના સમાચાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફેન્સને આપ્યા હતા. ‘બેસ્ટ મેચ ઓફ માય લાઇફ’ તરીકે ઓળખાવીને સાઇના નેહવાલે ઘણા ફેન્સને સરપ્રાઇઝ આપ્યું હતું. કશ્યપ મેન્સ ટીમનો એક પ્રતિભાશાળી ખેલાડી છે અને કોમનવેલ્થ ગેમ્સનો ગોલ્ડ મેડાલિસ્ટ છે.
હીના સિંધુ અને રોનક પંડિત : 2013માં જર્મની વર્લ્ડકપમાં 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડાલિસ્ટ હીના સિંધુ ભારતની પિસ્તોલ શૂટિંગ ટીમની સૌથી મહત્ત્વની ખેલાડી છે. તેણે મેન્સ શૂટિંગ ટીમના ખેલાડી રોનક પંડિત સાથે 2013માં લગ્ન કર્યાં હતાં. રોનક પંડિતે 2006 કોમનવેલ્થ ગેમ્સમાં સમરેશ જંગ સાથે પેર ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

સાક્ષી મલિક અને સત્યવ્રત : સાક્ષી મલિક ભારતની પહેલી મહિલા રેસલર કે જેણે ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે ભારતની મેન્સ ટીમના રેસલર સત્યવ્રત કડિયા સાથે લગ્ન કર્યાં છે. સત્યવ્રત પણ ચેમ્પિયન રેસલર છે અને તેને 2014ની કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

[email protected]

X
article by niravl panchal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી