સ્પોર્ટ્સ / વર્લ્ડ કપમાં બોર્ડ કોઈ જોખમ ઉઠાવવા માગતું નથી

article by nirav panchal

નીરવ પંચાલ

Apr 21, 2019, 05:01 PM IST

બીસીસીઆઇએ વર્લ્ડકપના સંભવિતો ઘોષિત કરી દીધા છે. શંકર, કાર્તિક અને કે. એલ. રાહુલના સમાવેશ સાથે પંત, રહાણે અને ઉમેશ યાદવનું સ્થાન કોણ લેશે, એ અટકળોનો અંત આવી ગયો છે. સિલેક્શન કમિટીએ બેકઅપ વિકેટ કીપરના સ્થાન માટે દિનેશ કાર્તિકની વિકેટ કીપિંગ સ્કિલ્સને ધ્યાન રાખીને એને સિલેક્ટ કર્યો છે, જે તે મેચની પરિસ્થિતિ મુજબ તેને સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે પણ રમાડી શકાય એવા સંજોગો બને તો પણ વાંધો આવે એમ નથી. ઋષભ પંતનું સિલેક્શન ન થવું એ આશ્ચર્યજનક નિર્ણય છે. એક અહેવાલ મુજબ ઋષભ પંતની લિમિટેડ ઓવર્સમાં અને ડોમેસ્ટિક ગેમ્સમાં વિકેટ કીપિંગ ચર્ચાનો મુદ્દો બની હતી માટે બની શકે કે વર્લ્ડકપ જેવી મોટી ઇવેન્ટ માટે સિલેક્શન કમિટી કોઈ જોખમ ઉઠાવવા માગતી નથી.

  • વિજયશંકર પોતાના પરફોર્મન્સને કારણે નહીં, પણ રાયુડુની નિષ્ફળતાને કારણે ટીમમાં સિલેક્ટ થયો છે એવું કહી શકાય

એમ.એસ.કે. પ્રસાદના કહેવા પ્રમાણે સિલેક્શન મિટિંગના આગળના દિવસે તમામ સિલેક્ટર્સને એક પ્રેઝન્ટેશન આપવામાં આવેલું. જેમાં 2017ની ચેમ્પિયન્સ ટ્રોફી બાદ રમાયેલી તમામ મેચનું ડેટા એનાલિસિસ સરળ રીતે દર્શાવવામાં આવેલું. જેમ કે, દિનેશ કાર્તિકનું સ્ટ્રાઇક રોટેશન, ઋષભ પંતની ડેથ ઓવર્સમાં હિટિંગ, ટોપ ઓર્ડરની નિષ્ફળતાના સમયે મિડલ ઓર્ડરમાં કેદાર જાધવનો સ્ટ્રાઇક રેટ, વિરોધી ટીમના બોલર્સ સામે બેટ્સમેનનું એક ટીમ તરીકેનું પરફોર્મન્સ, પહેલાં બેટિંગ લઈને કરેલો એવરેજ સ્કોર તેમજ સ્કોર ચેઝ કરતી વખતે મિડલ ઓર્ડરનું કોન્ટ્રિબ્યુશન જેવા અલગ અલગ ડેટા પોઇન્ટ્સને ધ્યાનમાં રાખીને સ્ક્વોડ સિલેક્ટ કરવામાં આવી છે.
રાહુલ બેકઅપ ઓપનર તરીકે રમશે જ્યારે વિજયશંકર નંબર 4 પર બેટિંગ કરશે. રાયુડુના ફોર્મને લઈને અટકળો ચાલી રહી હતી, કારણ કે રાયુડુ છેલ્લા કેટલાક સમયથી આઉટ ઓફ ફોર્મ છે. આમ, વિજયશંકર પોતાના પરફોર્મન્સને કારણે નહીં, પણ રાયુડુની નિષ્ફળતાને કારણે ટીમમાં સિલેક્ટ થયો છે એવું કહી શકાય. કુલદીપ, ચહલ અને જાડેજાનું સિલેક્શન થવું સ્વાભાવિક છે. બુમરાહ, શમી અને ભુવનેશ્વર છેલ્લાં 2 વર્ષથી સતત સાથે રમવાને કારણે એકબીજાની બોલિંગ સ્કિલ્સથી પરિચિત છે. હાર્દિક એક બોલર તરીકે સાતત્યતાથી 135+ની ઝડપથી બોલિંગ કરે છે માટે આધારભૂત રીતે ચોથો ફાસ્ટ બોલર બનશે.
[email protected]gmail.com

X
article by nirav panchal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી