સ્પોર્ટ્સ / અમ્પાયરિંગ : પરિણામો બદલી શકતું પરિબળ

article by nirav panchal

નીરવ પંચાલ

Apr 07, 2019, 05:17 PM IST

આઇપીએલ 2019ની શરૂઆત વિવાદોથી થઈ છે. અશ્વિનના માકડિંગ બાદ મુંબઈ ને બેંગ્લોરની મેચમાં ટાઇટ ચેઝ દરમિયાન અમ્પાયરે 20મી ઓવરમાં 7 રન બાકી હતા ત્યારે મલિંગાનો આખરી બોલ નો બોલ ડિક્લેર ન કરતાં મુંબઈ મેચ જીતી ગયું હતું. ત્યાર બાદ કોહલી દ્વારા ખાસો ઊહાપોહ મચાવવામાં આવેલો. રિપ્લેમાં સ્પષ્ટપણે જોઈ શકાતું હતું કે મલિંગાનો ફ્રન્ટ લેગ બોલિંગ લાઇનથી ખાસો આગળ લેન્ડ થયો હતો. અમ્પાયરિંગ દ્વારા થતી ભૂલો આજકાલની નથી. છેલ્લા કેટલાય સમયથી ભારતીય ડોમેસ્ટિક ગેમ્સમાં પણ અમ્પાયરિંગનું સ્તર કથળતું ગયું છે. અમ્પાયરની એક ભૂલ મેચનું પરિણામ ફેરવી નાખવા પૂરતી છે. કોહલીના દાવા પ્રમાણે જો અમ્પાયરે નો બોલ જાહેર કર્યો હોત તો સ્ટ્રાઇક પર એબી ડિવિલર્સ આવત અને તેની ટીમ ગેમ આસાનીથી જીતી શકત. વિરોધી ટીમના કેપ્ટન રોહિત શર્માના મતે બુમરાહની ઓવરનો એક બોલ વાઇડ લાઇનથી અંદર હોવા છતાં વાઇડ ડિક્લેર કરાયો હતો. બંને કેપ્ટનના મત પ્રમાણે ઊતરતી કક્ષાના અમ્પાયરિંગની અસર ક્રિકેટ પર પડી. અગાઉ રણજી ટ્રોફીમાં કર્ણાટકે ચેતેશ્વર પુજારાની વિકેટ માટે કોટ બિહાઇન્ડ અપીલ કરી હતી ત્યારે ઓન ફિલ્ડ અમ્પાયરે નોટ આઉટનો નિર્ણય આપ્યો હતો, બાદમાં રિપ્લે દરમિયાન પુરવાર થયું હતું કે પુજારા નિ:શંકપણે આઉટ હતો.

  • અમ્પાયરિંગ દ્વારા થતી ભૂલો આજકાલની નથી. દેશમાં છેલ્લા કેટલાય સમયથી અમ્પાયરિંગનું સ્તર કથળતું ગયું છે

એસ વેન્કટરાઘવનના રિટાયર થયા પછી 11 વર્ષના અંતરાલ બાદ એક ભારતીય અમ્પાયર એસ રવિ પોતે આઇસીસીની એલિટ પેનલમાં સ્થાન પામ્યા છે. એસ રવિના નો બોલ ડિક્લેર ન કરવા પાછળ ઘણાં કારણો હોઈ શકે. જેમ કે આઇસીસીના નિર્ણય પ્રમાણે જ્યારે ઓન ફિલ્ડ અમ્પાયર કોઈ નિર્ણય લેવા માટે ખાતરીપૂર્વક નિર્ણય નથી લઈ શકતો ત્યાં સુધી એ ટીવી અમ્પાયરને રિફર ન કરી શકે, કારણ કે રિપ્લેમાં જો એવું સાબિત થાય કે ઓન ફિલ્ડ અમ્પાયરનો નિર્ણય ખોટો છે તો એ નિર્ણય પાછો ખેંચી શકાય નહીં. બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝની ટી-20 સિરીઝમાં આવું બની ચૂક્યું છે. ઓશેનની લીગલ ડિલિવરી દરમિયાન લિટન દાસને આઉટ કરવાના પ્રયાસમાં દાસ આઉટ હોવા છતાં અમ્પાયર તન્વીર એહમદે લીગલ બોલને નો બોલ જાહેર કરી દેવાતા લિટન દાસને જીવનદાન મળ્યું હતું, રિપ્લેમાં પૂરતી સાબિતી હોવા છતાં ઓન ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને પાછો ખેંચવાં આવ્યો નહોતો.

[email protected]

X
article by nirav panchal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી