સ્પોર્ટ્સ / માંકડિંગ વિવાદ નિયમ મોટો કે સ્પિરિટ?

article by nirav panchal

નીરવ પંચાલ

Apr 01, 2019, 03:57 PM IST

રાજસ્થાન અને પંજાબ સામે ગયા સોમવારે રમાયેલી લીગ મેચમાં જોસ બટલરને અશ્વિને માંકડિંગ દ્વારા આઉટ કર્યો અને એ સાથે વિવાદોનું ઘોડાપૂર ઉમટ્યું. ક્રિકેટ ચાહકોએ સ્પિરિટ ઓફ ધ ગેમ અને ફેર પ્લેની તરફેણમાં દલીલો રજૂ કરીને સોશિયલ મીડિયા પર અશ્વિનની ટીકા કરી.
1947 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાયેલી ટેસ્ટમેચમાં વિનુ માંકડે નોન સ્ટરાઇકર બિલ બ્રાઉનને પોતાની બોલિંગમાં બોલ રિલીઝ કરતા પહેલાં આઉટ કર્યો હતો એ સાથે ઇતિહાસમાં આ આઉટ કરવાના પ્રકારને માંકડિંગ કહેવામાં આવે છે. 1947થી 2019 સુધી કુલ મળીને આંગળીને વેઢે ગણી શકાય એટલી વાર માંકડિંગના બનાવ બન્યા છે. કપિલ દેવ, દીપક પટેલ, ચાર્લી ગ્રિફિથ, ઇવાન ચેટફિલ્ડ જેવા મહાન બોલરો પણ ક્યારેક ને ક્યારેક માંકડિંગ સાથે સંકળાયેલા છે.
એક દલીલ એવી છે કે જ્યારે નોન સ્ટરાઇકર બોલરે બોલ નાખ્યા પહેલાં ક્રિઝ છોડતો હોય ત્યારે બોલરે તેને એક વોર્નિંગ આપવી જોઈએ અને પછી આઉટ કરે એ યોગ્ય છે. એમસીસીના નવા નિયમ પ્રમાણે હવે નોન સ્ટરાઇકરની જવાબદારી છે કે પોતે ક્રિઝમાં રહે અને જો એ બહાર નીકળે તો બોલર વોર્નિંગ આપવા માટે બંધાયેલો નથી.

  • બેટ્સમેનને ક્રિઝની બહાર નીકળવાનો હક છે, પરંતુ એ સામે સ્ટમ્પ આઉટ કે માંકડિંગ થવાનું જોખમ લેવું હોય તો જ નીકળવું

જ્યારે નોન સ્ટરાઇકર ક્રિઝ પર બેકિંગ કરે છે ત્યારે એને ગેરવાજબી રીતે રન લેવાનો લાભ મળે છે, જ્યારે કટોકટીની ક્ષણો હોય ત્યારે બેકિંગ કરતા બેટ્સમેન આપણે ઘણીવાર જોઈએ છીએ, બોલરનો પગ લેન્ડ કરે એ સાથે રન લેવા દોડતા નોન સ્ટરાઇકરને સ્પિરિટ ઓફ ધ ગેમ યાદ નથી આવતી. જ્યારે બેટ્સમેન સ્ટમ્પ આઉટ થાય છે ત્યારે ટેક્નિકલી એ ક્રિઝ બહાર હોય છે, એને આઉટ કરવા માટે વિકેટકીપર વોર્નિંગ નથી આપતો. બેટ્સમેનને ક્રિઝની બહાર નીકળવાનો હક છે, પરંતુ એ સામે સ્ટમ્પ આઉટ કે માંકડિંગ થવાનું જોખમ લેવું હોય તો જ બહાર નીકળવું એ કોમન સેન્સ છે. સ્પિરિટ ઓફ ધ ગેમ જાળવવાનું કામ ખાલી બોલર્સનું નથી, બેટ્સમેનનું પણ છે. સ્નિકોમિટરમાં ન પકડાતી નિક કેચ થતાંની સાથે પેવેલિયન તરફ ચાલનારા બેટ્સમેન ઘણા ઓછા છે, જ્યાં સુધી અમ્પાયર આંગળી ઊંચી ન કરે ત્યાં સુધી ક્રિઝ ન છોડનાર બેટ્સમેન પણ છે. નિયમ પ્રમાણે ક્રિકેટ રમાય ત્યારે સ્પિરિટ આપોઆપ જળવાઈ જતી હોય છે.
[email protected]

X
article by nirav panchal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી