સ્પોર્ટ્સ / આઈસીસી કરોડો ડૉલર્સનું નુકસાન વેઠવા તૈયાર નથી

article by nirav panchal

નીરવ પંચાલ

Mar 10, 2019, 12:05 AM IST

બીસીસીઆઇએ આઇસીસીને ગયા અઠવાડિયે એક પત્ર લખીને જણાવ્યું હતું કે જે દેશો આતંકવાદ અને આતંકીઓને આશરો આપે છે તે દેશને વર્લ્ડકપમાંથી બહાર કરી દેવામાં આવે અને જ્યાં સુધી આતંકવાદ વિરુદ્ધ સચોટ પગલાં ન લેવાય ત્યાં સુધી તે દેશ સાથેના તમામ સંબંધો રદ કરવામાં આવે. આઇસીસીએ પત્રનો જવાબ હજુ સુધી આપ્યો નથી, પરંતુ તેમનું સ્ટેન્ડ ક્લિયર છે કે પાક.ને વર્લ્ડકપમાંથી બહાર કરી શકાય એમ નથી. પાક. વિરુદ્ધ ભારત સિવાય બાકીના ક્રિકેટ રમતા દેશોએ હજુ સુધી આવી માંગણી કરી નથી અને જો પાક.ને બહાર કરવાનો મતલબ એ થાય કે બાકીના દેશો સામેની પાક.ની તમામ મેચ રદ થાય. વર્લ્ડકપની તૈયારીઓ 2 વર્ષથી ચાલે છે અને જો છેલ્લી ઘડીએ એવો નિર્ણય લેવાય તો આઇસીસી અને ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને કરોડો ડોલર્સનું નુકસાન થઈ શકે છે. ટિકિટ રિફંડ, હોટેલ બુકિંગ તેમજ ટ્રાવેલ એરેન્જમેન્ટ્સ પણ ખોરવાઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે માટે આઇસીસી પાક.ને બહાર કરવાના ફેવરમાં નથી.

  • ટોપ 5 વન ડે મેચ હાઇએસ્ટ વ્યુઅરશિપના સંદર્ભે ભારતનો દબદબો છે, જેમાંથી 4 મેચ પાકિસ્તાન સામેની છે

જ્યારે જ્યારે ભારત પાકિસ્તાનના સંબંધો બગડ્યા છે ત્યારે ક્રિકેટ ટૂર્સ ખોરવાઈ હોય એવા બનાવો પણ બન્યા છે. 1991માં સિરીઝ શરૂ થવાના 2 દિવસ પહેલાં જ મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પીચ ખોદી નાખવામાં આવેલી જેના કારણે પાકિસ્તાને ટૂર કેન્સલ કરી દીધી હતી. ત્યારબાદ 1993 અને 1994માં 1991માં થયેલ બનાવને આગળ ધરીને તેમજ સલામતીના કારણસર પાકે ભારતની ટૂર કેન્સલ કરી હતી. 1998-99માં ફરી ટૂર યોજાઈ હતી અને એ દરમિયાન કારગિલ કોન્ફ્લિક્ટ ચાલુ હતો. એ સમયે ફરી શિવસેનાએ દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાનની પીચ ખોદી નાખી હતી, પરંતુ બીસીસીઆઇએ વેન્યુ ચેઇન્જ કરી પહેલી ટેસ્ટ મેચ ચેન્નાઈમાં રમાડી હતી. આ એ જ સિરીઝ હતી જેમાં કુમ્બલેએ પાકિસ્તાનની 10 વિકેટ લઈને જિમ લેકરના રેકોર્ડની બરાબરી કરી હતી.
ટોપ 5 વન ડે મેચ હાઇએસ્ટ વ્યુઅરશિપના સંદર્ભે ભારતનો દબદબો છે જેમાંથી 4 મેચ પાકિસ્તાન સામે છે. 2011 વર્લ્ડકપ સેમિફાઇનલ 49 કરોડ દર્શકોએ જોઈ હતી જ્યારે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ 38 કરોડ લોકોએ જોઈ હતી, એ ઉપરાંત એ જ ટ્રોફીની લીગ મેચ આશરે 32 કરોડે જોઈ હતી. આમ, આઇસીસીને ભારત અને પાક. વચ્ચેની મેચને પડતી મૂકવી પાલવે એમ નથી.

[email protected]

X
article by nirav panchal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી