સ્પોર્ટ્સ / વર્લ્ડ કપમાં કોને મળશે ટીમ ઇન્ડિયામાં સ્થાન?

article by nirav panchal

નીરવ પંચાલ

Feb 24, 2019, 05:51 PM IST

બીજી માર્ચથી શરૂ થનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વનડે સિરીઝ 2019 ક્રિકેટ વર્લ્ડ કપ પહેલાંની આખરી સિરીઝ બની રહેશે. આ સિરીઝની 5 વનડેમાં રમનાર પ્લેઇંગ ઇલેવનના પરફોર્મન્સ અને તેમાંય ખાસ કરીને મિડલ ઓર્ડરમાં રમનાર ખેલાડીઓનાં પ્રદર્શન પરથી વર્લ્ડકપની પ્રોબેબલ ઇલેવન નક્કી થાય એવી પરિસ્થિતિ સર્જાઈ છે.

  • કોચ શાસ્ત્રીએ આપેલ મુલાકાતમાં જણાવ્યું છે કે ટીમ કોમ્બિનેશન અને સ્થિતિ મુજબ કોહલી નં. 4 પર પણ બેટિંગ કરી શકે છે

શર્મા, ધવન અને કોહલી સાથે ઓપનિંગ સ્લોટ અને વન ડાઉન સ્પોટ નક્કી છે. કોચ શાસ્ત્રીએ આપેલ એક ઇન્ટરવ્યૂમાં એવું પણ જણાવ્યું કે ટીમ કોમ્બિનેશન અને પરિસ્થિતિ મુજબ કોહલી નંબર 4 પર પણ બેટિંગ કરી શકે છે. મિડલ ઓર્ડરમાં રાયુડુ, જાધવ અને હાર્દિક પંડ્યા નક્કી રહેશે અને ધોનીના વર્લ્ડકપ રમવાના અનુભવને કારણે સ્ટેબિલિટી મળી રહે એવી અપેક્ષાઓ રહેશે.
કુલદીપ અને ચહલના કારણે સ્પિન એટેક બેલેન્સ્ડ રહેશે અને કેદાર જાધવની સ્લોઅર ધેન સ્લો બોલિંગ ખૂબ સારી રીતે કોમ્પ્લિમેન્ટ કરી રહી છે એટલે કદાચ એ કોમ્બિનેશનને ડિસ્ટર્બ નહીં કરાય. હાર્દિક પંડ્યા પરના બેનને કારણે ટીમમાં આવેલા વિજય શંકરની સ્કિલ્સ અને ક્ષમતા પર હજી સવાલો ઊભા છે. ચેમ્પિયન્સ ટ્રોફી બાદ 11 વનડે સિરીઝમાંથી 10 જીતીને ભારતે વર્લ્ડકપ જીતવાના મજબૂત દાવેદાર તરીકે ઉમેદવારી નોંધાવી દીધી છે, પરંતુ હજી મિડલ ઓર્ડર અને ત્રીજા ફાસ્ટ બોલર તરીકે સ્પેશિયાલિસ્ટ બોલર સમાવવો કે પછી હાર્દિક પંડ્યાને ત્રીજા ફાસ્ટ બોલર તરીકે રમાડીને હજુ એક સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન રમાડવો એ મૂંઝવણ છે. એ સંજોગોમાં ઋષભ પંત કે પછી કે. એલ. રાહુલને રમાડી શકાય. જો રિષભ પંતને વન ડાઉન મોકલવામાં આવે તો એની પાવર હિટિંગને કારણે વધુ ઉપયોગી નીવડી શકે અને એ મુજબ કોહલી નંબર 4 અને રાયુડુ 5 અને જાધવ 6 નંબર પર હાર્દિક સાથે ફિનિશિંગ રોલ નિભાવી શકે, પરંતુ જો એમ ન થાય તો સેટ કોમ્બિનેશન મુજબ રાયુડુ 4 અને પંતને 6 નંબર પર બેટિંગ કરવાનો વારો આવે, જે એક જોતાં સારી સ્ટ્રેટેજી ન ગણી શકાય.
પ્રથમ 2 વનડે માટે ભુવનેશ્વર કુમારને આરામ અપાયો છે, માટે જસપ્રીત બુમરાહ, મહંમદ શમી અને સિદ્ધાર્થ કૌલને રોટેશનમાં ચાન્સ મળે એવી શક્યતા છે. ઓસ્ટ્રેલિયાની ટીમ રિબિલ્ડ ફેઝમાં છે તેથી સિરીઝ અત્યારે તો એક તરફી બની રહેશે એવું જણાઈ રહ્યું છે.
nirav219[email protected]

X
article by nirav panchal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી