સ્પોર્ટ્સ / રોજર ફેડરર ઑસ્ટ્રેલિયન ઓપનમાં હેટ્રિક નોંધાવશે?

article by nirav panchal

નીરવ પંચાલ

Jan 20, 2019, 12:05 AM IST

ટેનિસ જગતના ચાર મુખ્ય ગ્રાન્ડ સ્લેમમાંની સૌ પ્રથમ ઇવેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનની મેલબોર્ન ખાતે શરૂઆત થઈ ચૂકી છે. પ્લેક્સીકુશન કોર્ટ પર રમાતી ઓસ્ટ્રેલિયન ઓપનના ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે અત્યારે રોજર ફેડરર અને કેરોલીન વોઝનિયાકી પોતાના ટાઇટલને રિટેન કરવા માટે કોર્ટ પર ઊતરશે.

  • ફેડરર 6 વાર ઓસ્ટ્રેલિયન ઓપન જીતી ચૂક્યો છે. 2017 અને 2018માં સતત જીતીને હવે ટાઇટલ હેટ્રિક માટે મથશે

ઇવેન્ટની શરૂઆતમાં 5 વાર ઓસ્ટ્રેલિયન ઓપન વિજેતા અને બ્રિટિશ ટેનિસ લિજેન્ડ એન્ડી મરેએ 2019ની ઓસ્ટ્રેલિયન ઓપન પોતાની આખરી ઇવેન્ટ હોવાનું જણાવ્યું હતું. મરે પ્રથમ રાઉન્ડમાં સ્પેનના રોબર્ટો બટિસ્ટા સામે હાર્યા બાદ પ્રેસ સામે નિવેદન આપ્યું હતું કે હવે કોઈ ચમત્કાર થાય તો જ ફરી મને ઓસ્ટ્રેલિયન ઓપન રમવાનો મોકો મળશે. લાંબા સમયથી હિપ ઇન્જરીથી પરેશાન હોવાને કારણે મરે વિમ્બલ્ડન બાદ નિવૃત્તિ લે એવી અટકળો શરૂ થઈ ચૂકી છે.


ટેનિસના ફેબ્યુલસ ફોર તરીકે ઓળખાતા નડાલ, ફેડરર, યોકોવિચ અને મરેનું કન્ટેમ્પરરી ટેનિસ પર પ્રભુત્વ છે. છેલ્લા 55 ગ્રાન્ડસ્લેમના મેન્સ ટાઇટલમાંનાં 50 ટાઇટલ આ 4 જણે જીત્યાં છે. બાકીનાં 5 ટાઇટલ સ્ટાન વાવરિંકા, મારિન સિલિક અને યુઆન ડેલ પોટ્રોએ જીત્યાં છે. ફેડરર અગાઉ 6 વાર ઓસ્ટ્રેલિયન ઓપન જીતી ચૂકેલ છે અને તેમાંય 2017 અને 2018માં સતત બે વાર જીતીને ટાઇટલ હેટ્રિકની શોધમાં છે. એ ઉપરાંત ફેડરર રેકોર્ડ બ્રેકિંગ સાતમી વાર ટાઇટલ જીતવા માટે આતુર હશે. ઇવેન્ટના ડ્રો પ્રમાણે ફેડરર અને યોકોવિચ વચ્ચે ફાઇનલ પહેલાં ક્લેશ થાય એવું જણાતું નથી.


યોકોવિચ અત્યાર સુધીમાં 14 વાર ગ્રાન્ડ સ્લેમ ઇવેન્ટ્સ જીતી ચૂકેલ છે, પરંતુ ટોપ સિડેડ પ્લેયર હોવા છતાં વેરેવ, ખશાનોવ અને રોબર્ટો બેટિસ્ટા સામે હાર્યા બાદ ઓસ્ટ્રેલિયન ઓપનમાં મજબૂત શરૂઆત માટે એક દમદાર જીતની શોધમાં છે. નડાલ અગાઉ બ્રિસ્બેન ઇન્ટરનેશનલમાં પોતાના પગમાં સ્ટ્રેન ઇન્જરીને કારણે ખસી ગયો હતો, પરંતુ તેણે ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રથમ રાઉન્ડમાં જેમ્સ ડકવર્થને હરાવી દઈને ફિટનેસનો પરચો આપી દીધો છે.


સેરેના વિલિયમ્સ અગાઉ 7 વાર ઓસ્ટ્રેલિયન ઓપન જીતી ચૂકી છે અને મા બન્યા બાદ સેરેના વિલિયમ્સ એક મેજર ટાઇટલ જીતની શોધમાં છે અને માર્ગારેટ કોર્ટના રેકોર્ડ 24 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાની બરાબરી કરવા માટે આતુર હશે.

[email protected]

X
article by nirav panchal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી