સ્પોર્ટ્સ / સિંધુ - સાત ફાઇનલની હાર પછીની જીતનો સ્વાદ

article by nirav panchal

નીરવ પંચાલ

Dec 23, 2018, 12:05 AM IST

ગંગઝો (ચાઈના)માં યોજાયેલી બેડમિન્ટન વર્લ્ડ ટૂર ફાઇનલ્સ જીતીને ભારતીય શટલર સ્ટાર પી.વી. સિંધુએ 2018 વર્ષનું સમાપન ઉમદા રીતે કર્યું છે.

હવે પી.વી. સિંધુની નજર ફિટનેસ જાળવી રાખીને આગામી એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવા પર છે

સિંધુએ જાપાનીઝ બેડમિન્ટન સ્ટાર નૉંઝોમી ઓકુહારાને 21-19, 21-17થી હરાવીને વર્લ્ડ ટૂર જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન પ્લેયર બનવાનું બહુમાન મેળવ્યું છે. વર્લ્ડ બેડમિન્ટન ટૂરનું આયોજન 2008થી થાય છે અને અત્યાર સુધી જ્વાલા ગટ્ટા અને વી. દિજુ ડબલ્સ ગેમ્સમાં 2009માં રનર્સ અપ રહ્યાં હતાં જ્યારે સાઈના નેહવાલ 2011માં ફાઇનલ સુધી પહોંચ્યાં હતાં. ગત વર્ષે સિંધુને વર્લ્ડ ટૂર ફાઇનલ્સમાં અન્ય એક જાપાનીઝ બેડમિન્ટન પ્લેયર અકાને યમાગુચીએ 21–15, 12–21, 19–21થી હાર આપી હતી.


સિંધુ એ અગાઉ સતત 7 ચેમ્પિયનશિપ ટાઇટલ્સની ફાઇનલમાં પરાજયનો સ્વાદ ચાખ્યો છે. કોરિયા ઓપન 2017માં નૉંઝોમીને હરાવ્યા બાદ સિંધુને હોંગકોંગ ઓપન, વર્લ્ડ ટૂર ફાઇનલ, ઇન્ડિયા ઓપન, કોમનવેલ્થ ગેમ્સ, થાઈલેન્ડ ઓપન, વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ અને એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલથી જ સંતોષ માણવો પડ્યો હતો.


સિંધુના કોચ પુલેલા ગોપીચંદના કહેવા પ્રમાણે અગાઉ સિંધુના ફાઇનલ ન જીતી શકવા માટે કોઈ એવા પુરાવા નથી મળ્યા કે જેનાથી કોઈ ચોકસાઈપૂર્વક કશું કહી શકાય. છતાંય બાકીના લોકોનું એમ માનવું હતું કે સિંધુ ફાઈનલ જીતી શકે એવી ખેલાડી નથી. આ ગોલ્ડ મેડલ જીત્યા બાદ સિંધુએ પ્રેસ કોન્ફરન્સમાં કૈંક એવા મતલબનો જવાબ આપ્યો હતો કે ‘લોકો એમ માને છે કે સિંધુ ફાઇનલ જીતી શકતી નથી અને તેથી આ ગોલ્ડ મેડલ એ વાતની સાબિતી છે કે હું ફાઇનલ જીતી છું અને હવે લોકો મારી હારના બદલે જીત વિષયક વાતો કરે. મારા માટે એક એક પોઇન્ટ મહત્ત્વનો હતો’.


સિંધુ એ જીત સાથે 2018નું સમાપન કર્યું છે. આવતા વર્ષે મલેશિયા તેમજ ઇન્ડોનેશિયા ઓપન પર લક્ષ્ય સાધવાની સાથે ઓલિમ્પિક ક્વોલિફિકેશન માટે ફિટનેસ જાળવી રાખવાનો સિંધુનો ગોલ છે. ઓલ ઇંગ્લેન્ડ ઓપનમાં જીતવા પર ધ્યાન આપવાની સાથે હવે તેની નજર આગામી એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવા પર છે. પ્રકાશ પાદુકોણે 1980માં ઓલ ઇંગ્લેન્ડ ઓપન જીત્યા બાદ પી.ગોપીચંદે 2001માં ઓલ ઇંગ્લેન્ડ ઓપન જીતી હતી.

[email protected]

X
article by nirav panchal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી