સિરીઝ ડાઉન અંડર! મૌકા મૌકા..

article by nirav panchal

નીરવ પંચાલ

Nov 25, 2018, 12:05 AM IST

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આખરી ટી-20 મેચ રમાશે અને પછી ઓસ્ટ્રેલિયન સમરની રેડ બોલ ક્રિકેટની શરૂઆત થશે. આ વર્ષે ભારત બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતવા માટે પ્રબળ દાવેદાર છે. 2014-15માં જ્યારે ભારતે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો ત્યારે 4 મેચની સિરીઝમાં 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. એ જ સિરીઝ શરૂ થાય એ પહેલાં ડોમેસ્ટિક શિલ્ડ ગેમમાં ઓસ્ટ્રેલિયન ટેસ્ટ બેટ્સમેન ફિલિપ હ્યુજીસનું બોલ વાગવાથી આકસ્મિક મૃત્યુ થયું હતું.

સ્મિથ તેમજ વોર્નરને સસ્પેન્ડ કરાયા પછી ટિમ પેઈનને કેપ્ટનશિપ સોંપાઈ છે, પરંતુ તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે

ભારત અત્યારે ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 સ્થાન પર છે જ્યારે ઓસ્ટ્રેલિયા હાલ 5 નંબર પર છે. માર્ચ 2018માં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સની કેપટાઉન ટેસ્ટ દરમિયાન થયેલ સેન્ડપેપર ગેટ કાંડમાં સંડોવણી સાબિત થયા બાદ સ્ટીવ સ્મિથ તેમજ ડેવિડ વોર્નરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ટિમ પેઈનને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. લેહમેનના સ્થાને જસ્ટિન લેન્ગરને કોચગીરી સોંપાઈ છે. ટિમ પેઈનની કેપ્ટનશિપ હેઠળ ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. યુ.એ.ઈ.માં ટેસ્ટ મેચ અને ટી-20 હાર્યા બાદ ઘર આંગણે સાઉથ આફ્રિકા સામે વન ડે અને ટી-20માં હારનો સામનો કરવો પડ્યો છે. એક આંકડા મુજબ જસ્ટિન લેન્ગરે પોતાની 14 વર્ષની સમગ્ર કેરિયરમાં એક ખેલાડી તરીકે 22 ગેમ્સમાં હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે કોચ તરીકેના 5 મહિનામાં જ 13 ગેમમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.


ભારતનું ઓસ્ટ્રેલિયામાં આગમન એવા સમયે થયું છે જ્યારે ‘લોન્ગસ્ટાફ કમિટી’નો રિવ્યૂનો રિપોર્ટ બહાર આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે એવું માનવામાં આવે છે કે ઓસ્ટ્રેલિયાની ટીમ જીતવા માટે માનસિક રીતે તૈયાર નથી. ભારત તરફથી કૃણાલ પંડ્યા, ખલિલ અને ઋષભ પંતના પરફોર્મન્સ પર લિમિટેડ ઓવર્સ ફોર્મેટમાં નજર રહેશે. બોર્ડ આ વર્ષે ફાસ્ટ બોલર્સની ફિટનેસને ધ્યાનમાં લઇને નવી પોલિસી બનાવી રહ્યું છે, જેમાં તે રણજી ટ્રોફીમાં ભાગ લેનારા ફાસ્ટ બોલરો દિવસમાં અમુક ઓવરથી વધુ ન નાખે એ માટે તમામ ટીમ્સને નોટિસ જાહેર કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયન પીચોના પેસ તથા બાઉન્સથી ફેમિલીયર થવા માટે અને મેચના શિડ્યુલને ધ્યાનમાં રાખીને ટીમના પ્રેક્ટિસ સેશન યોજાઈ રહ્યાં છે. વોર્નર ને સ્મિથ જેવા દિગ્ગજ ખેલાડીઓની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયન ટીમ નબળી પડી છે.

[email protected]

X
article by nirav panchal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી