ટેસ્ટ મેચ ક્રિકેટમાં હવે પાંચ દિવસની જરૂર છે ખરી?

article by nirav panchal

નીરવ પંચાલ

Oct 21, 2018, 01:06 PM IST

ગયા અઠવાડિયે ક્રિકેટમાં બે વિરોધાભાસી પરિણામો જોવા મળ્યાં. ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ સિરીઝમાં બંને મેચ 3 દિવસમાં જીતી લીધી, જ્યારે પાકિસ્તાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી. 2018ની આ માત્ર ચોથી ડ્રો મેચ હતી. 2014 થી ઓક્ટોબર 2018 સુધીમાં કુલ મળીને 210 ટેસ્ટ મેચ રમાઈ છે જેમાં 35 મેચ ડ્રો થઇ છે જ્યારે 175 મેચનાં પરિણામો આવ્યાં છે. 1980/90ના દાયકામાં 60% ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમતી હતી જે આંક હવે 20% થી પણ નીચો છે. ટેસ્ટ મેચ હવે પરિણામલક્ષી થવાને કારણે હવે પાંચમા દિવસે રસાકસી જામતી નથી.

વનડે અને ટી-20 ક્રિકેટમાંબેટિંગને ફેવર કરતા નિયમો બનતાં તેની સીધી અસર હવે ટેસ્ટ મેચ પર જોવા મળે છે

1985માં વિન-લોસનું પ્રમાણ 57% જેટલું હતું જે વધીને 1995માં 71% જેટલું થયું, 2005માં 75% જેટલું થયું જે 2017માં 89% જેટલું જોવા મળ્યું. અર્થાત્, ક્રિકેટનું પ્રમાણ જેટલું વધ્યું એટલી ઝડપથી એમાં ડ્રોનું પ્રમાણ ઘટ્યું છે. અગાઉ બે દેશો વચ્ચે રમતા ક્રિકેટનું પ્રમાણ હાલના પ્રમાણ કરતાં ઓછું હતું. 2014થી 2018 સુધીમાં શ્રીલંકા જેટલી વાર ટેસ્ટ મેચ રમ્યું છે, 95% મેચમાં રિઝલ્ટ જોવા મળ્યું છે જ્યારે બાંગ્લાદેશમાં તે પ્રમાણ 64% જેટલું જોવા મળ્યું છે. ભારત માટે આ અંક 82% જેટલો છે. એમાં ય જો ત્રીજી ઇનિંગમાં ધીમો રન રેટ હોય તો જ મેચ પાંચમા દિવસે જવાની શક્યતા રહે છે.


1992ના વર્લ્ડકપ બાદ વનડે ક્રિકેટના દબદબાને કારણે તેમજ બેટિંગને ફેવર કરતા નિયમો બનતા તેની સીધી અસર હવે ટેસ્ટ મેચ પર જોવા મળે છે અને એમાંય ટી 20ની વ્યાપક અસરો તો ખાસ કરીને જોવા મળે છે. પ્રથમ દિવસે 275 રનનો સ્કોર હવે સામાન્ય થઇ ગયો છે. હજુ ગયા વર્ષે જ દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે 4 દિવસીય ટેસ્ટ મેચ રમાઈ. આ પ્રયોગ શરૂ થાય ત્યાં સુધીમાં તો ઝિમ્બાબ્વે 1 દિવસમાં 2 વાર ઓલ આઉટ થઇ ચૂક્યું હતું. પાંચના બદલે 4 દિવસ મેચ રમાડાઈ અને એ મેચ 2 દિવસમાં પૂરી થઇ ગઈ.


1980ના દાયકામાં જેને ઓર્થોડોક્સ ક્રિકેટર કહેવાતા હતા તેઓ કાર્પેટ શોટ્સ રમતા, બોલને મેરિટ પર ડિફેન્ડ કરતા અને સેશન બાય સેશન ટકી રહેવાની ટેક્નિક ડેવલપ કરતા. હવે વનડે માઈન્ડસેટમાંથી ટેસ્ટ મેચના લયમાં આવવું એ હવે એવા બેટ્સમેન માટે અઘરું છે કે જેમની ટેક્નિક લિમિટેડ ઓવર્સ પૂરતી મર્યાદિત છે.
[email protected]

X
article by nirav panchal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી