એવોર્ડ માટે હકદાર કોણ? : બજરંગ પુનિયા

article by nirav panchal

નીરવ પંચાલ

Sep 30, 2018, 12:05 AM IST

ભારતના મિનિસ્ટ્રી ઓફ યૂથ અને સ્પોર્ટ્સ અફેર્સ દ્વારા રમત અને સાહસના ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરવા બદલ એથ્લિટ્સને રાજીવ ગાંધી ખેલ રત્ન એવૉર્ડથી સન્માનિત કરાય છે.
રમત અને ખેલકૂદને લગતા એવોર્ડ્સમાં ખેલરત્નથી સન્માનિત થવું એ તમામ એથ્લિટ્સ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ ઘટના છે. મિનિસ્ટ્રી ઓફ સ્પોર્ટ્સ અફેર્સ દ્વારા અપાતા એવોર્ડ્સમાં ખેલરત્ન એવોર્ડ્સ સર્વોચ્ચ સ્થાને છે અને ત્યાર બાદ અર્જુન એવોર્ડ, કોચ માટે દ્રોણાચાર્ય એવોર્ડ, રાષ્ટ્રપતિ પદક જેવા બીજા અલગ અલગ મહત્ત્વ ધરાવતા એવોર્ડ્સથી એથ્લિટ્સનું સન્માન કરવામાં આવે છે.

ખેલરત્ન પુરસ્કાર જીતવા માટે પણ ખેલાડીઓ પાસે એલિજિબિલિટી હોવી જોઈએ

આ વર્ષે મંત્રાલય દ્વારા વિરાટ કોહલી અને મીરાંબાઈ ચાનુનું નામ ખેલરત્ન એવોર્ડ માટે આગળ કરવામાં આવ્યું અને એ સાથે જ એક કોન્ટ્રોવર્સી શરૂ થઇ. જકાર્તામાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર કુસ્તીબાજ બજરંગ પુનિયાએ વાંધો ઉઠાવ્યો જે વાજબી હતો. બજરંગના કહેવા પ્રમાણે ખેલરત્ન પુરસ્કાર જીતવા માટે જે એલિજિબિલિટી હોવી જોઈએ એ વિરાટ કોહલી અને મીરાંબાઈ પાસે નથી તો તેઓ ખેલરત્ન એવોર્ડ કઈ રીતે જીતી શકે? ક્રિકેટ એ ઓલિમ્પિક સ્પોર્ટ્સ નથી જેને કારણે હંમેશાંથી કોન્ટ્રોવર્સી ઊભી થાય છે. 2016 અને 2017માં વિરાટ કોહલીનું નામ આ એવોર્ડ માટે ચર્ચાયું હતું પણ સંજોગોવશાત્ એ થઇ શક્યું નહિ. એવોર્ડ જીતવા માટેની પોઇન્ટ સિસ્ટમ આ પ્રમાણે છે.


ઓલિમ્પિક્સ કે પેરાલિમ્પિક્સ જેવી ટુર્નામેન્ટમાં ગોલ્ડ, સિલ્વર અથવા બ્રોન્ઝ મેડલ
જીતવા બદલ અનુક્રમે 80, 70 અને 55 પોઈન્ટ્સ મળે છે. વર્લ્ડકપ માટે 40, 30 અથવા 20 પોઈન્ટ્સ, એશિયન ગેમ્સ માટે 30, 25 અથવા 20, તેમજ કોમનવેલ્થ ગેમ્સ માટે 25, 20 અથવા 15 પોઈન્ટ્સ મેડલ જીતવા બદલ મળે છે.


જસ્ટિસ ઇન્દરમીટ કૌરના વડપણ હેઠળ વિવિધ રમતોના ભૂતપૂર્વ ખેલાડીઓની કમિટી રચાઈ જેમાં અશ્વિની નાચપ્પા, સમરેશ જંગ, વિમલ કુમાર જેવા પ્રતિષ્ઠિત મેમ્બર્સની નિમણૂક કરાઈ કે જેઓએ વિવિધ એવોર્ડ્સ માટે ખેલાડીઓનાં નામ રજૂ કર્યાં. બજરંગ પુનિયાના પોઈન્ટ્સ ગણવામાં આવે તો 2014 કોમનવેલ્થ ગેમ્સના સિલ્વર મેડલ માટે 20, 2014 એશિયન ગેમ્સ માટે 25, ગોલ્ડકોસ્ટ કોમનવેલ્થ માટે 25 તેમજ જકાર્તા એશિયન ગેમ્સ માટે 30 એમ બધું મળીને 100 પોઈન્ટ્સ થાય છે જેને કમિટીએ પોતાની ફોર્મ્યુલા હેઠળ કન્વર્ટ કરતા 80 પોઈન્ટ્સ ગણ્યા.


આ ઉપરાંત કમિટી મેમ્બર્સ પાસે સત્તાવાર રીતે વધુમાં વધુ 20 પોઇન્ટ આપવાની જોગવાઈ છે જેમાંથી પુનિયાને 12 પોઇન્ટ અપાયા હતા આ હિસાબે મીરાંબાઈના પોઈન્ટ્સ 2014ના કોમનવેલ્થ માટે 20, લાસ વેગાસની વાર્ષિક વર્લ્ડ ઇવેન્ટ માટે 10, તેમજ ગોલ્ડકોસ્ટ ઈવેન્ટ્સમાં 25 એમ બધું મળીને 55 પોઈન્ટ્સ થયા જ્યારે કમિટીની ફોર્મ્યુલામાં 44 પોઈન્ટ્સ ગણવામાં આવ્યા તે ઉપરાંત બીજા 19 પોઈન્ટ્સ કમિટી દ્વારા અપાયા બાદ મીરાંબાઈના 63 પોઈન્ટ્સ થયા હતા.


વિરાટ કોહલી ક્રિકેટર હોવાથી એના પરફોર્મન્સને માપવા માટે કોઈ માપદંડની જોગવાઈ નથી માટે એના 0 પોઈન્ટ્સ કહી શકાય. પોઈન્ટ્સની ગેરહાજરીમાં 11 મેમ્બરની કમિટીમાંથી 8 જણાએ કોહલીના નામને આગળ કર્યું હતું. બજરંગ પુનિયાનું કહેવું એ જ છે કે મીરાંબાઈ અને વિરાટની સામે એનું પરફોર્મન્સ પોઈન્ટ્સની દૃષ્ટિએ ક્યાંય વધુ છે અને આ રીતે જ સિલેક્શન થવાનું હોય તો પોઇન્ટ સિસ્ટમની જરૂરત શું છે?
[email protected]

X
article by nirav panchal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી