Back કથા સરિતા
જયપ્રકાશ ચૌકસે

જયપ્રકાશ ચૌકસે

(પ્રકરણ - 14)
લેખક વરિષ્ઠ ફિલ્મરાઇટર, ડિસ્ટ્રિબ્યુટર, જર્નલિસ્ટ અને કોલમિસ્ટ છે.

અફઘાનિસ્તાન ક્રિકેટ જગતમાં બુજકશી?

  • પ્રકાશન તારીખ27 Sep 2018
  •  

બારમાસી ક્રિકેટમાં રમાનારા એશિયા કપમાં મજબૂત કહેવાતી ભારતીય ટીમની બરોબરી અફઘાનિસ્તાને કરી લીધી. અંગ્રેજી રૂઢિપ્રયોગ પ્રમાણે અઘાનિસ્તાનની ટીમને ‘અંડર ડોગ’ કહી શકાય. સમાજમાં સુવિધાવિહીન વર્ગને પણ ‘અંડર ડોગ’ જ આખી શકાય. રાજ કપૂરની ભાવનાત્મક સમાજવાદી ફિલ્મ ‘આવારા’ના એક દ્રશ્યમાં સુવિધાહીન હીરો રસ્તા પર લેમ્પ પોસ્ટની નીચે બેઠેલા એક કૂતરાને ઊંચકે છે અને તેને કહે છે કે, તેની અને કૂતરાની હાલત એક જેવી છે. બંને અંડર ડોગ છે. તેની પાસે ખાવા માટે કશું નથી પણ તે કૂતરાને પ્રેમ આપી જ શકે છે. યાદ આવે છે કે, શ્રીલાલ શુકલની મહાન નોવેલ ‘રાગ-દરબારી’ માં એક સંવાદ છે કે, ભારતની શિક્ષા પ્રણાલી રસ્તા પર ફરતા આવારા, બીમાર કૂતરા જેવી છે, જેને લોકો કરુણાથી જોવે છે, પણ તેનો ઉપચાર નથી કરતા.


સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન બનેલી ફિલ્મ ‘વંદે માતરમ આશ્રમ’ની શરૂઆતમાં જ ગાંધીજીનો વિચાર મૂકવામાં આવ્યો છે: ‘જે શિક્ષણ જીવનમાં વ્યહવહારિક્તા અને જીવન મૂલ્યોના આદર્શનું સિંચન કરી શકતું નથી, તે શિક્ષણ પ્રણાલી પ્રાણ વિહીન છે.’ ગાંધીજી શિક્ષણનું મહત્વ સમજતા હતા એટલે જ, નવજીવન સંસ્થા સ્થાપી હતી અને ગુજરાતના સાદરા ગામે પહેલી શિક્ષણ સંસ્થાની પણ સ્થાપના કરી હતી. દાયકાઓ પૂર્વે એક ફિલ્મકારના સુપુત્રએ પરીક્ષામાં નાપાસ થવાના કારણે આત્મહત્યા કરી લીધી. જયારે તેની સ્મશાનયાત્રા નીકળી રહી હતી, ત્યારે એક શિક્ષણ અધિકારીએ કહ્યું કે, તે વિદ્યાર્થી સારા માર્ક્સ સાથે પાસ થયો હતો. પરીક્ષાના પરિણામોની જાહેરાતમાં ભૂલ રહી ગઈ હતી. આજે પણ અનેક વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે અને વ્યાપમ કાંડ માટે નૈતિક રીતે જવાબદાર લોકોની આંખમાં જરા પણ સંકોચ નથી.

અફઘાનિસ્તાનની પરંપરાગત રમત બુજકશી છે, જેમાં એક ઘેંટા માટે ઘોડેસવાર ખેલાડીઓ લોહિયાળ સંઘર્ષ કરે છે. ફિરોઝ ખાનની ‘ગોડફાધર’ પ્રેરિત ફિલ્મ ‘ધર્માત્મા’માં બુજકશીની રમત દર્શાવવામાં આવી છે. અફઘાનિસ્તાને વર્ષો સુધી સોવિયેત રશિયાના અન્યાય સભર શાસનનો વિરોધ કર્યો. રશિયાની વિદાય બાદ પોતાની આગવી શૈલીમાં અમેરિકાએ અફઘાનિસ્તાન પર શાસન સ્થાપવાનો પ્રયત્ન કર્યો. વિયેતનામ અને કોરિયા બાદ અફઘાનિસ્તાનમાં પણ અમેરિકન સેના ઊંધા માટે પછડાઈ. તેમનો સૈન્ય રેકોર્ડ ખૂબ ખરડાયેલો છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે માત્ર શસ્ત્રો ઉપલબ્ધ કરાવ્યા હતા અને વિન્સ્ટન ચર્ચિલના કુશળ નેતૃત્વ હેઠળ એલાઇડ ફોર્સીસે હિટલરને પરાજિત કર્યો.

અમરિકા યુદ્ધ ફિલ્મો બનાવવામાં ઉસ્તાદ છે, યુદ્ધ લડવામાં નહિ. જે લડાયક અફઘાનિસ્તાને રશિયા અને અમેરિકા જેવા દેશોને પોતાની પાવન ધરતી પર ટકવા ન દીધા, એ જ અફઘાનિસ્તાન પોતાની જ તાલિબાની તાકતો સામે તૂટી ગયું. ઘરનો દુશ્મન જ સૌથી ઘાતક હોય છે. આપણી શાસનવ્યવસ્થા સતત પ્રચાર કરી રહી છે કે, પાડોશી દેશ સૌથી મોટો શત્રુ છે, પણ, હકીકતે, આપણે હમેશા અંદરના વારથી જ હાર્યા છીએ. જયચંદ જેવાને જન્મ આપવામાં અને પોષવામાં નિપુણતા પ્રાપ્ત કરી છે. અફઘાનિસ્તાની ક્રિકેટ ટીમ દ્વારા ભારતની બરાબરી, હકીકતે આપણી ટીમની હાર છે.

કેટલાંક વર્ષો પૂર્વે અફઘાનિસ્તાન પોતાની પહેલી મેચ ભારત સામે જ રમ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કંધાર અફઘાનિસ્તાનમાં આવેલું છે અને ભીષ્મ પિતામહ જન્માંધ ધૃતરાષ્ટ્ર માટે પત્ની લેવા અહીં જ ગયા હતા. લગ્નનો પ્રસ્તાવ માંગવા જતા સમયે, પોતાની સાથે વિશાલ સેનાએ તેઓ શા માટે લઇ ગયા? શું તેઓ કંધારને દાબમાં રાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે, જો લગ્નના પ્રસ્તાવનો અસ્વીકાર થશે તો યુદ્ધ થશે? ગાંધારી સાથે આવેલી તેમની દાસી સાથે પણ ધૃતરાષ્ટ્રે સબંધો રાખ્યા. પવન કરણના નવા કાવ્ય સંગ્રહ ‘સ્ત્રી શતક’માં અન્યાય સહન કરતી મહિલાઓના દુઃખની ગાથાઓ સામેલ છે. આ એક આગવો કાવ્યસંગ્રહ છે, જે આપણી સમક્ષ કહેવાતા ગરિમાપૂર્ણ કાલખંડની નબળાઈઓ રજૂ કરે છે. અફઘાનિસ્તાન પર વારંવાર આક્રમણો થતા રહે છે. એ દેશની ધરતીમાં યુરેનિયમ હોવાનું અનુમાન છે અને શક્તિશાળી દેશોની નજર યુરેનિયમ ઉપર છે. એ ક્રિકેટ મેચ દરમિયાન શતક મારનાર બેટ્સમેન શહઝાદના સ્ટ્રોક્સમાં પણ યુરેનિયમની ઝલક જોવા મળી.

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP