તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

એકતા કપૂર અને ઈમ્તિયાઝ અલીની ‘લૈલા-મજનૂ’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈમ્તિયાઝ પ્રતિભાશાળી છે અને મહેનત પણ કરે છે. તે ફિલોસોફિકલ વિચારોથી પ્રભાવિત છે. તે શૂટિંગ માટે ઘણો ખર્ચ કરે છે અને સમય પણ લે છે. એકતા કપૂર બજેટમાં કામ કરે છે અને કોઈ પણ પ્રકારનો ફાલતુ ખર્ચ તેમને મંજૂર નથી. ઈમ્તિયાઝ અલી અને એકતા કપૂર મળીને સદીઓ જૂની પ્રેમ કથા લૈલા-મજનૂ પર ફિલ્મ બનાવી છે. એ વાત તો દેખીતી છે કે, ઈમ્તિયાઝ અલીએ પોતાની શૈલીમાં પરિવર્તન કર્યું છે અને થોડું એકતાએ પણ નમતું જોખ્યું છે જેના કારણે આ ફિલ્મ સંભવ બની શકી છે. ફિલ્મનું મોટાભાગનું દિગ્દર્શન ઈમ્તિયાઝ એલીના નાના ભાઈ સાજીદ અલીએ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, રીમા જૈનના પુત્ર સાથે મળીને સાજીદે એક અત્યંત અસફળ ફિલ્મ બનાવી છે. જેથી, આ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે આ બીજા પ્રયત્નમાં સફળ થવું ખૂબ જરૂરી છે. લૈલા-મજનૂની વાર્તા પર અનેક ફિલ્મો બની છે.

 

‘મોગલ-એ-આઝમ’ના દિગ્દર્શક કે.આસિફે પણ લૈલા-મજનૂ પર ફિલ્મ બનાવી હતી. ફિલ્મમાં મજનૂની ભૂમિકા ભજવનાર ગુરૂદત્તનાં મૃત્યુ પછી નવેસરથી સંજીવ કુમાર સાથે આ ફિલ્મ બનાવવામાં આવી, પરંતુ ફિલ્મ પૂરી થતા પહેલા જ કે.આસિફનું નિધન થયું. પછીથી કસ્તૂરચંદ બોકાડિયાએ કોઈક રીતે ફિલ્મ પૂરી કરીને રજૂ કરી. દર્શકોએ ફિલ્મનો અસ્વીકાર કર્યો. કે.આસિફની પરિકલ્પના મુજબ લૈલા-મજનૂ જન્નતમાં મળે છે. તેમણે જન્નતના સાત લેયર બનાવવાનું વિચાર્યું હતું. નર્ક અને સ્વર્ગની કલ્પના પણ અલગ-અલગ રીતે કરી શકાય છે. પુરાણોમાં રૌરવ નર્ક, કુમ્ભી પાક નર્ક છે. એ જ રીતે સ્વર્ગના પણ કેટલાય પ્રકાર હોવાનું મનાય છે. કોમ્યુનિસ્ટ ધારાના કવિ શૈલેન્દ્ર કહે છે - ‘તું આદમી હૈ, આદમી કી જીત પર યકીન કર, અગર કહીં હૈ સ્વર્ગ તો ઉતાર લા ઝમીન પર’ આપણી અન્યાય અને અસમાનતા આધારિત ભ્રષ્ટ વ્યવસ્થાના કારણે પૃથ્વી નર્ક બની ગઈ છે.

 

અસમાનતા અને અન્યાય આધારિત વ્યવસ્થામાં પરિસ્થિતિ સુધારવા પરત્વે પ્રેમ જાગે તો જ જીવનમાં સાર્થકતા આવી શકે છે. પ્રેમનું આ જ સ્વરૂપ ભગત સિંહને આકર્ષી ગયું હતું અને તેમણે પોતાના પ્રાણ સુદ્ધા ત્યાગી દીધા. ‘ઘોડી ચડકર તો સભી લાતે હૈ દુલ્હન, ફાંસી હંસકર ચડેગા નહિ કોઈ.’

ઈમ્તિયાઝ અલી અને એકતા કપૂરે પોતાની ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ કશ્મીરમાં કર્યું છે, જે ક્યારેક ધરતી પરનું સ્વર્ગ માનવામાં આવતું હતું પરંતુ, કશ્મીર લાંબા સમયથી સળગી રહ્યું છે અને આગના તણખા બે પાડોશી દેશને હચમચાવી રહ્યા છે. જો કે, લૈલા-મજનૂની પ્રેમ કથા દિગ્દર્શક એચ.એસ રવેલે ઋષિ કપૂર અને રંજીતાને લઈને બનાવી હતી જે હિટ રહી હતી. એ સમયે એમ માનવામાં આવતું હતું કે, લૈલા દેખાવમાં સુંદર ન હતી પરંતુ, મજનૂની આંખે જોવો તો જગતની સૌથી સુંદર છોકરી લાગશે. સામાન્ય રીતે પ્રેમ કથાની શરૂઆતમાં એવું થાય છે કે, છોકરાને સામાન્ય દેખાતી છોકરી જ દુનિયાની સૌથી સુંદર છોકરી લાગે છે અને છોકરીને તે છોકરો દુનિયાનો સૌથી અક્કલવાન વ્યક્તિ લાગે છે. પ્રેમ વિષે વિજ્ઞાન એમ કહે છે કે, માનવ શરીરમાં લિમ્બિક સિસ્ટમ ડોપામાઈન હોર્મોનનો પ્રવાહ પ્રારંભ થાય છે અને પ્રેમ થાય છે. હોર્મોનના કારણે પ્રેમીઓ નજીક આવે છે.

 

માનવ મગજમાં રહેલો અમિગડાલા મગજને તર્ક કરતા રોકે છે અને તર્કનો ત્યાગ થતા જ પ્રેમ થાય છે. આપણા મહાકવિ જાયસી કહે છે, ‘રીત પ્રીત કી અટપટી જને પરે ન સૂલ, છાતી પર પરબત ફિરે, નૈનન ફિરે ના ફૂલ.’ અને સર્વકાલીન મહાકવિ કબીરના શબ્દો છે, ‘પ્રેમ ન બડી ઉપજી, પ્રેમ ન હાત બિકાય, રાજા પ્રજા જોહી રુચે, શીશ દી લે જાય.’ આમિર ખુસરો કહે છે - ‘ખુસરો દરિયા પ્રેમ કા સો ઉલ્ટી વાંકી ધાર, જો ઉબરા સો ડૂબ ગયા, જો ડૂબા વો પાર.’ જો કે, વર્તમાનમાં બજાર શાસિત સમયમાં યુવા વર્ગ માટે પ્રેમ એક ફેશન છે. દરેક યુવાનને લાગે છે કે, જો પ્રેમ ન કર્યો તો કાંઈ ન કર્યું. આ જીવન નિરથર્ક થઇ જશે. એ યુવાન જ શું જેનું દિલ ઓછામાં ઓછી એક વાર ના તૂટ્યું હોય. આ ફેશનેબલ પ્રેમ પ્લાસ્ટિકના ફૂલ જેવો છે, જેના રંગો ખૂબ સુંદર છે પરંતુ તે ફૂલોમાં સુગંધ નથી. તમે શાળા-કોલજોના પ્રાંગણમાં ભગ્ન હ્રદયી યુવાનોને જોઈ શકો છો. ‘સંગમ ફિલ્મનું ગીત છે- ‘હર દિલ જો પ્યાર કરેગા વો ગાના ગાયેગા।..દીવાના સેંકડોમેં પહેચાના જાયેગા.

 

અસમાનતા અને અન્યાય આધારિત વ્યવસ્થામાં પરિસ્થિતિ સુધારવા પરત્વે પ્રેમ જાગે તો જ જીવનમાં સાર્થકતા આવી શકે છે. પ્રેમનું આ જ સ્વરૂપ ભગત સિંહને આકર્ષી ગયું હતું અને તેમણે પોતાના પ્રાણ સુદ્ધા ત્યાગી દીધા. ‘ઘોડી ચડકર તો સભી લાતે હૈ દુલ્હન, ફાંસી હંસકર ચડેગા નહિ કોઈ.’ હકીકતે, આ ક્ષીણ સમાજમાં એવા યુવાઓની જરૂર છે જે પરિસ્થિતિના બદલાવને પ્રેમ કરે. ઉલ્લેખનીય છે કે, ભગત સિંહ સમાજવાદી વિચારધારાના સમર્થક હતા. કોઈક માટે માર્ક્સ અને એંજીલ્સ વાંચવા જરૂરી નથી પરંતુ, સાધનહીન વ્યકિત પ્રત્યે મનમાં કરુણાની ભાવના જન્મે તે જરૂરી છે. 

jpchoukse@dbcorp.in

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો