વોટ્સએપના સ્ટિકરમાં જોખમ?

article himanshu kikani

હિમાંશુ કીકાણી

Dec 02, 2018, 12:05 AM IST

ચીનની ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ વી-ચેટ, જાપાનની લાઇન અને ભારતની હાઇક જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસીસમાં લાંબા સમયથી સ્ટિકર્સની બોલબાલા હતી. ઇમોજી ઉપરાંત જાતભાતના વિષય પ્રમાણે સ્ટિકર્સ મોકલવાની સુવિધા અત્યાર સુધી વોટ્સએપમાં નહોતી (તેમ છતાં વોટ્સએપ બીજી તમામ સર્વિસીસ કરતાં વધુ લોકપ્રિય તો છે જ) પણ આખરે વોટ્સએપમાં પણ ગયા મહિનાથી સ્ટિકર્સ આવી ગયાં.

વોટ્સએપના સ્ટિકર્સ ડાઉનલોડ કરવા જતાં કોઈ જોખમી એપ તો ઇન્સ્ટોલ કરી રહ્યા નથીને, એ બરાબર જોઈ તપાસી લેશો

જે લોકોએ પોતાની વોટ્સએપ અપડેટ ન કરી હોય તેમને સ્ટિકર ન દેખાતા હોવાના કારણે શરૂઆતમાં થોડી ગૂંચવણ રહી. હવે તમને સ્ટિકર્સ દેખાવા લાગ્યાં હોય અને તમે ઇમોજીની જેમ સ્ટિકર સર્ચ કરીને કોઈને મોકલવા લાગ્યા હો તો આ સ્ટિકર્સ સંબંધિત બે ત્રણ અગત્યની વાત જાણી લેવા જેવી છે.


પહેલી વાત એ કે વોટ્સએપના પોતાના ડિઝાઇનર્સે તૈયાર કરેલા કેટલાક સ્ટિકર સેટ્સ વોટ્સએપ એપના જ ભાગ તરીકે ઉમેરાય છે. જો તમારો એન્ડ્રોઇડ ફોન હોય તો તમે બીજા ડેવલપર્સે વોટ્સએપમાં ડેવલપ કરેલા સ્ટિકર્સના પેક પણ એપ સ્વરૂપે ફોનમાં ઇન્સ્ટોલ કરી શકો છો. એપલમાં અત્યાર સુધી આમ જ હતું, પણ હવે ફેરફાર થયો છો. વોટ્સએપ સિવાયના ડેવલપર્સે ડેવલપ કરેલા સ્ટિકર્સ ફોનમાં ચાલી શકે તેની પાયાની શરત એ છે કે આપણા ફોનમાં વોટ્સએપ હોવી જોઇએ. કોઈ પણ એપ સંપૂર્ણપણે બીજી એપ પર આધારિત હોય એ એપલના એપ સ્ટોરની પોલિસીની વિરુદ્ધ છે એટલે એપલે વોટ્સએપ માટે સ્ટિકર્સ પ્રોવાઇડ કરતી અન્ય તમામ થર્ડપાર્ટી એપ્સને ડિલીટ કરવાનું શરૂ કરી દીધું છે.


એન્ડ્રોઇડ અને એપલમાં આ જ પાયાનો તફાવત છે. એપલમાં સિક્યોરિટીને અત્યંત ગંભીરતાથી લેવામાં આવે છે. તમને યાદ હશે કે થોડા સમય પહેલાં વોટ્સએપને અપડેટ
કરવા માટેની અલગ એપ એન્ડ્રોઇડના પ્લે સ્ટોરમાં મુકાઈ હતી જે હકીકતમાં માલવેર ધરાવતી હતી.


વોટ્સએપને અપડેટ કરવા કોઈ અલગ એપની જરૂર હોય જ નહીં તેમ છતાં દસેક લાખ લોકોએ આ એપ ઇન્સ્ટોલ કરી લીધી એ પછી છેક ગૂગલના ધ્યાનમાં આ વાત આવી અને એપને ડિલીટ કરવામાં આવી. એ ધ્યાનમાં રાખતાં તમે વોટ્સએપના સ્ટિકર્સ ડાઉનલોડ કરવા જતાં કોઈ જોખમી એપ તો ઇન્સ્ટોલ કરી રહ્યા નથીને, એ બરાબર જોઈ તપાસી લેશો. કોઈ પણ લોકપ્રિય કે ચર્ચાતી એપને પગલે એના જેવી જ એપનો પ્લે સ્ટોરમાં રાફડો ફાટે છે, એનાથી દૂર રહેવું સારું.
[email protected]

X
article himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી