ટેક બુક / ટ્વિટરમાં ફોટોશેરિંગ

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Mar 24, 2019, 03:57 PM IST

સંખ્યાબંધ વિવાદો પછી પણ સોશિયલ મીડિયામાં ફેસબુક સદાબહાર છે, જ્યારે ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ કે ટિકટોકના જમાનામાં ટકી રહેવા માટે ટ્વિટરે સતત મહેનત કરવી પડે છે! તમે ટ્વિટર પર ખાસ્સા સક્રિય હો કે ન હો, સોશિયલ મીડિયાનું ચિત્ર કેવું બદલાઈ રહ્યું છે એ જાણવામાં તમને રસ હોય તો તમને આજનો વિષય ગમશે.

ફેસબુક કે ટ્વિટર જેવા ‘જૂના જમાના’ના સોશિયલ મીડિયામાં ‘મન કી બાત’ લખીને કહેવાનો મહિમા હતો અને હજી પણ છે. ટ્વિટર પર તો અગાઉ ફક્ત 140 કેરેક્ટર્સમાં જે કહેવું હોય તે કહી દેવાનું હતું, હવે આ મર્યાદા 240 કેરેક્ટરની થઈ છે. તેની સરખામણીમાં ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ કે ટિકટોકમાં મલ્ટિમીડિયાનો મહિમા છે. આ સર્વિસીઝ ફટાફટ ઇમેજીસ કે વીડિયો શેર કરવાના યુએસપીના આધારે જ નવી પેઢીના દિલોદિમાગ પર છવાઈ રહી છે. ફેસબુક કે ટ્વિટરમાં મીડિયા શેરિંગ નથી થતું એવું નથી, પણ આ બીજી એપ્સનો તમે ઉપયોગ કરો તો સમજાય કે તેમનું ફોકસ જ જુદું છે.
આ સ્થિતિ બદલવા માટે હમણાં ટ્વિટરે તેના ઇન-એપ કેમેરામાં મોટો ફેરફાર કર્યો છે.

  • મલ્ટિમીડિયાના યુગમાં નવી મેસેજિંગ એપ્સ સામે ટકી રહેવા ‘જૂના જમાના’ના ટ્વિટરે ફોટોશેરિંગ સહેલું બનાવ્યું છે

જો તમે ટ્વિટર એપના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરતા હો, તો હવે તમે આ એપ ઓપન કરી, સ્ક્રીન પર જમણેથી ડાબી તરફ સ્વાઇપ કરો તો એપમાંની કેમેરા સર્વિસ એક્ટિવેટ થશે (આ સુવિધા હજી રોલઆઉટ થાય છે, એટલે કદાચ તમારે થોડી રાહ જોવી પડે). હવે તમારી પાસે બે વિકલ્પ છે, કેપ્ચર અને લાઇવ. કેપ્ચર વિકલ્પથી તમે શટર બટન ક્લિક કરીને ફોટો લઈ શકશો અથવા જરા લાંબો સમય પ્રેસ કરીને રાખીને વિડિયો શૂટ કરી શકશો. જ્યારે લાઇવ વિકલ્પથી તમે ટ્વિટર પર લાઇવ બ્રોડકાસ્ટિંગ કરી શકશો. તમે ઇચ્છો તો ફોનની ફ્લેશ ઓન-ઓફ કરી શકો અને બેક કે ફ્રન્ટ કેમેરામાં સ્વિચ થઈ શકો.
ફોટો લીધા પછી તમે તેમાં કોઈ ટેક્સ્ટ, લોકેશન વગેરે ઉમેરવું હોય તો એ ઉમેરીને તરત તેને ટ્વીટ તરીકે વહેતો મૂકી શકો. ટ્વિટરના જીવ સમાન હેશટેગ્સ પણ ઉમેરી શકાશે. આ રીતે ફટાફટ નવી ઇમેજ કેપ્ચર કરીને ટ્વીટ ન કરવી હોય, તો તમારા ફોન ગેલેરીમાંનો કોઈ ફોટો શેર કરવાનો વિકલ્પ તો છે જ.
અત્યાર સુધી દુનિયામાં આ ક્ષણે શું ચાલી રહ્યું છે એ જાણવા માટે ટ્વિટર એક ખરેખર જીવંત સ્રોત હતું, પણ મોટા ભાગે તેમાં શબ્દોનો દબદબો હતો. ટ્વિટરે તેની ટાઇમલાઇનમાં પણ ફેરફાર કર્યા છે, જેને કારણે આપણે ઇચ્છીએ તો આપણને સંબંધિત ટોપ ટ્વીટ્સ જોઈ શકાય અથવા ક્ષણેક્ષણની લેટેસ્ટ ટ્વીટ્સ જોઈ શકીએ છીએ. ટ્વિટર પર જુદા ટ્રેન્ડ્સ પર પણ તમે નજર રાખી શકો.

પરંતુ નવી જનરેશનને શબ્દો કરતાં ઇમેજીસમાં વધુ રસ પડે છે એ ધ્યાનમાં રાખીને ટ્વિટરે ઇન્સ્ટન્ટ કે લાઇવ ઇમેજ શેરિંગને ખાસ્સું સહેલું બનાવી દીધું છે. ચૂંટણીના માહોલમાં આવું લાઇવ શેરિંગ કદાચ ટ્રેન્ડિંગ થશે!
[email protected]

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી