ટેક બુક / ડિજિટલમાં ડેરો જમાવો

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Feb 17, 2019, 03:24 PM IST

આમ તો આખી દુનિયા પર સોશિયલ મીડિયાની જબરજસ્ત અસર છે, પણ યંગ જનરેશનમાં, તેની કંઈક અલગ અપીલ પણ છે. જો તમે કોલેજમાં પહોંચ્યા હો અને આઇટીમાં કારકિર્દી ઘડવાની ઇચ્છા ગમે તે કારણસર સંતોષાય તેમ ન હોય, તો નિરાશ થવાની જરૂર નથી. આ ફિલ્ડ એટલું મોટું છે કે તેમાં માત્ર એન્જિનિયર્સ, પ્રોગ્રામર્સ કે ડિઝાઇનર્સને જ સ્થાન છે એવું નથી.

  • ડિજિટલ માર્કેટિંગમાં આગળ વધવામાં મદદ કરતી સર્વિસીઝ અંગે જાણી લેવું ઉપયોગી બની શકે

તમે ભલે કોમર્સ કર્યું હોય, ઇચ્છો તો સોશિયલ મીડિયા માર્કેટિંગને તમારી કારકિર્દી બનાવી શકો છો. આ વિષય પણ સોશિયલ મીડિયા જેટલો જ મોટો છે અને તેમાં પાછા જાતજાતના કેટલાય ફાંટા છે, પણ અત્યારે કેટલીક અછડતી વાતો કરી લઈએ.
આપણે સોશિયલ મીડિયાના સરેરાશ યૂઝર હોઈએ, તો શક્ય એટલા નિયમિત રીતે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, પિન્ટરેસ્ટ વગેરે પ્લેટફોર્મ પર કંઈ ને કંઈ પોસ્ટ કરતા રહીએ. થોડી વધુ ફાવટ હોય તો અલગ અલગ સાઇટ્સ પર આપેલાં સોશિયલ મીડિયા શેરિંગ બટન્સનો ઉપયોગ કરતા રહીએ, પણ આ બધું જે તે સમયે અથવા જ્યારે કંઈક સારું હાથ લાગ્યું ત્યારે ઝાઝું વિચાર્યા વિના શેર કરી નાખવા જેવું થયું.
પ્રોપર માર્કેટિંગની વાત હોય ત્યારે એવી અણઘડ રીત ચાલે નહીં. એ માટે વિવિધ સોશિયલ સાઇટ્સ પરના ટ્રેન્ડ તપાસવા પડે, પોતાના ટાર્ગેટ ઓડિયન્સમાં ક્યારે શું પોસ્ટ કરવાથી કેવો રિસ્પોન્સ મળે છે એ તપાસવું પડે. આ બધા માટે પૂરતો સમય ફાળવવો જરૂરી છે એટલે વિવિધ સાઇટ્સ પર જઈ જઈને પોસ્ટિંગ કરવાની ઝંઝટમાં સમય વેડફાય એ તો બિલકુલ ન ચાલે.
તેના ઉપાય તરીકે સોશિયલ મીડિયા મેનેજમેન્ટમાં મદદ કરતી સંખ્યાબંધ એપ્સ કે સર્વિસ તમારે તપાસવી રહી. આવી સર્વિસ મોટા ભાગે ફ્રી અને પેઇડ એમ બે પ્રકારે ઉપલબ્ધ હોય છે. કેટલીક માત્ર ફ્રી ટ્રાયલ આપે છે અને તેનો સમય પૂરો થતાં પેઇલ સર્વિસ લેવી પડે છે, તો કેટલીક ફ્રી હોવા છતાં સંખ્યાબંધ ફીચર્સ આપે છે. તમારી જરૂરિયાત કઈ સર્વિસ સૌથી સારી રીતે પૂરી કરશે એ તમારે જાતે તપાસવું પડશે.
આવી સર્વિસમાં એકાઉન્ટ ખોલાવીને તમે એકથી વધુ સોશિયલ સાઇટ્સ પર તમારા પોતાના પ્લાનિંગ સાથે પોસ્ટ્સ મૂકવાનું આયોજન કરી શકો છો. આવી સર્વિસમાં તમે જુદા જુદા પ્લેટફોર્મ પર મૂકવાની પોસ્ટ્સનું શિડ્યુલિંગ કરી શકો છો. પરિણામે તમારો સમય ખાસ્સો બચશે અને એથી પણ વધુ, તમે તમારા માર્કેટિંગ પ્લાનને ઘણે અંશે ઓટોમોડમાં લઈ જઈ શકશો.
તમને સોશિયલ મીડિયા માર્કેટિંગમાં ખરેખર ઊંડો રસ હોય તો હૂટસ્યૂટ(hootsuite.com), બફર (buffer.com) કે સોશિયલઉમ્ફ (HYPERLINK https://www.socialoomph.com/socialoomph.comHYPERLINK, https://www.socialoomph.com/) HYPERLINK https://www.socialoomph.com/જેવી સર્વિસ તપાસી જુઓ. આવી સર્વિસના બ્લોગ હોય તો એ પણ વાંચતા રહો. ઘણું નવું જાણવા મળશે અને ક્લાયન્ટની સાથોસાથ પોતાના કામકાજને વિસ્તારી શકાશે.

[email protected]

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી