મેસેન્જરમાં સાફસૂફી

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Sep 30, 2018, 12:05 AM IST

જેમ વોટ્સએપમાં સતત આવતા રહેતા મેસેજીસ (ટેક્સ્ટ, ઇમેજીસ, જિફ, વિડિયો વગેરે) આપણા ફોન પર ભાર વધારતા રહે છે અને તેની સાફસૂફી આપણા માટે એક મોટું કામ બની જાય છે, એ જ રીતે ફેસબુકની મેસેન્જર સર્વિસમાં પણ, જો તમે ખાસ્સા સક્રિય હો તો તેની સાફસૂફી મોટો બોજો બની શકે છે.


વોટ્સએપ અને ફેસબુક મેસેન્જરમાં ફેર એ છે કે મેસેન્જરમાં બધું જ ફેસબુકના સર્વરમાં સચવાયેલું રહે છે, પણ ખરેખર આ જ કારણે તેની સાફસૂફી જરૂરી બની જાય છે. મેસેન્જરમાં મેસેજ જેમ જૂના થતા જાય તેમ તેમ તે નવા મેસેજની નીચે દટાતા જાય છે, પરંતુ ક્યારેક તમે તમારા જૂના મેસેજીસ વાંચો તો, બદલાયેલા સમય અનુસાર તમે કદાચ એવું ઇચ્છો કે હવે એ કોઈ ન વાંચે તો સારું!

ફેસબુક મેસેન્જરમાં તમે
ઝડપથી સંખ્યાબંધ
મેસેજ ડિલીટ કરવા માગતા હો તો...

જોકે મેસેન્જરમાં આપણે મેસેજ ડિલીટ કરીએ એનાથી વાત પૂરી થતી નથી. આપણે કોઈ મેસેજ ડિલીટ કરીએ ત્યારે જેની સાથે આપણે મેસેજની આપલે થઈ હોય એ સામેની વ્યક્તિના એકાઉન્ટમાં તો એ મેસેજ ધરબાયેલો પડ્યો જ રહે છે. ઉપરાંત, ફેસબુકનાં સર્વર્સમાં પણ કંઈ કેટલીય જગ્યાએ તેના બેકઅપ હોઈ શકે છે. વોટ્સએપની જેમ મેસેન્જરના મેસેજીસ બાય ડિફોલ્ટ એન્ક્રિપ્ટેડ હોતા નથી એટલે એ, તમે ન ઇચ્છો એવી વ્યક્તિની નજરમાં આવી શકે છે.
એટલે પહેલાં તો કોઈ મેસેજ મેસેન્જરમાંથી દૂર કરવાનો તમારો હેતુ શો છે એ નક્કી કરવું જરૂરી છે. તમે કોઈ મેસેજ કોઈ વ્યક્તિની નજરમાં ન આવે એવું ઇચ્છતા હો તો કમ સે કમ તમારા પક્ષેથી તેને ડિલીટ કરી દેવો સારો. જો ફક્ત મેસેન્જરનું ઇનબોક્સ ભરચક ન લાગે એટલો જ તમારો હેતુ હોય તો તમે મેસેજને આર્કાઇવ કરી શકો છો.


મુશ્કેલી એ છે કે ફેસબુક મેસેન્જરમાં મેસેજીસને ડિલીટ કે આર્કાઇવ કરવાનું કામ ખાસ સહેલું નથી. આપણે દરેક કન્વર્સેશન અથવા મેસેજને એક-એક સિલેક્ટ કરીને દરેક વખતે ડિલીટ કે આર્કાઇવનો વિકલ્પ પસંદ કરવો પડે છે. જો એકસાથે સંખ્યાબંધ મેસેજીસ તમે ડિલીટ કરવા માગતા હો તો એ માટે મેસેન્જરની ડિફોલ્ટ પદ્ધતિ બહુ ધીમી પડશે. તેના ઉપાય તરીકે, તમે પીસીમાં ક્રોમ બ્રાઉઝરમાં ‘ડિલીટ ઓલ મેસેજીસ ફોર ફેસબુક’ નામનું એક એક્સટેન્શન ઉમેરી શકો છો. આ એક્સટેન્શનની મદદથી તમે ઇચ્છો તો એક ક્લિકે મેસેન્જરમાંના તમામ મેસેજ ડિલીટ કરી શકો છો, અથવા ઈ-મેઇલની જેમ, સંખ્યાબંધ મેસેજીસમાંથી જે મેસેજ ડિલીટ કરવા હોય તેનાં ચેકબોક્સ એકસાથે ટિક કરીને પછી સિલેક્ટ કરેલ તમામ મેસેજનો એકસાથે સફાયો કરી શકો છો! અલબત્ત, એ માટે તમારે આ એક્સટેન્શનને તમારા એફબી એકાઉન્ટ સાથે કનેક્ટ
કરવું પડશે.
[email protected]

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી